ગુજરાત દર્શન

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,
ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ.

અહિ તમે ગુજરાતની અસલ ગરીમા અને ગુજરાતના પારંપરિક તેમજ જોવા લાયક સ્થળો વિશે જાણી શકશો…

sidisaiyad

સીદીસઈદની જાળી

ઐતિહાસિક સ્મારકોની નગરી તરીકે અમદાવાદ વિખ્યાત છે.ખાસ કરીને મુસ્લિમ સ્થાપત્ય માટે જગમશહૂર છે.અમદાવાદમાં લાલદરવાજા વિસ્તારની સીદીસઈદની મસ્જિદ તેની જાળીઓની કલાત્મક કોતરણી માટે જગમશહૂર છે. જાળીનાં ભૌમિતિક આકારો વચ્ચ વૃક્ષવેલનું બારીક કોતરકામ ખૂબ મુલાયમ છે.આ જાળીઓની લાકડાની અને ચાંદીની અનુકૃતિ બનાવીને અમદાવાદના પ્રતિક તરીકે દેશ-પરદેશમાં મોકલવામાં આવે છે.

મોઢેરા સૂર્યમંદિર

250px-modherasuntempleઉત્તર ગુજરાતમાં મહેસાણાથી ૩૦ કિમી દૂર આવેલુ મોઢેરાનું સૂર્યમંદિર સોલંકી રાજા ભીમદેવમના સમયમાં બંધાયું હતું. આ મંદિર પૂર્વાભિમૂખ છે. બધા સૂર્યમંદિર પૂર્વાભિમૂખ  હોય છે. આનું કારણ એ છે કે વહેલી સવારે સૂર્ય ઊગે ત્યારે તેનાં કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશે અને આખુ મંદિર તેજોમય બની જાય.એક સમયે આ ગર્ભગૃહમાં સૂર્યની મૂર્તિ હશે પરંતુ આજે નથી. આ ગર્ભગૃહ ઉપર કલાત્મક શીખર હતું જે તુટી ગયું છે. આ ગર્ભગૃહને ફરતો પ્રદક્ષીણાપથ પણ છે.

250px-sun_temple_sabha_mandap

ગર્ભગૃહના આગળના ભાગમાં આઠ સ્તંભવાળો મંડપ છે, જે ગૂઢમંડપ કહેવાય છે. આ આખીયે રચના કલાત્મક શિલ્પોથી આકર્ષક લાગે છે. આ શિલ્પોમાં નારી આલેખનોની અંગભંગી કલાત્મક છે. આ સ્તંભોમાં રામાયણના પ્રસંગો તથા સંસારજીવનના દ્ર્શ્યો આલેખાયેલા જોવા મળે છે.આ ગૂઢમંડપનાં સુંદર ભાવવાહી શિલ્પો મંદિરની કલા સમૃધ્ધિમાં વધારો કરે છે.

250px-suryakund

મંદિરના આગળના ભાગમાં એક મોટો લંબચોરસ પાણીનો કુંડ આવેલો છે. તે સૂર્યકુંડ કે રામકુંડ કહેવાય છે.આ કુંડના ગવાક્ષોમાં હિંદુ દેવ-દેવીઓનાં સુંદર શિલ્પો છે.આ કુંડની ચારે દિશાએ નાની-નાની દેરીઓ આવેલી છે. સૂર્યકુંડમાં જળચર પ્રાણીઓની શિલ્પાકૃતિઓ પણ છે.

મોઢેરાનું સૂર્યમંદિરનું બારીક અને સફાઈદાર કોતરકામ ગુજરાતમાં બીજે ક્યાંય પણ જોવા મળતુ નથી. પથ્થરમાં કંડારાયેલું આ મંદિર આપણા ભવ્યભૂતકાળની જાહોજલાલી અને કુશળ કારીગરીનું જ્વલંત ઉદાહરણ છે.

સૌરાષ્ટ્રનું નજરાણું સોમનાથ

સૌરાષ્ટ્રનું નજરાણું સોમનાથ

પ્રકૃતિની અજબ-ગજબ અજાયબી સમા તત્ત્વોનું નિરીક્ષણ કરી તેનો આનંદ માણવાની મજા જ કંઈક ઓર હોય છે. જીવન આનંદથી ભરેલો દરિયો છે, પ્રવાસ તેનું નેત્ર છે.

મોટી કાંટડી હાઈસ્કૂલથી ‘સૌરાષ્ટ્ર દર્શન’ પ્રવાસ ખેડવા ૧૧:૦૦ કલાકે વિધાર્થીઓ અને શિક્ષકો સાથે અમે રવાના થયા. મોટી કાંટડીથી લગભગ ૨૫૦ કિ.મી. દૂર સોમનાથ મંદિર આવેલું છે. તે જોઈ અમે આશ્ચર્યચકિત થયા, હું તો અનિમેષ નયને તે જોયા કરતો, મંદિરની કલાત્મક કોતરણી, શિલ્પ,સ્થાપત્ય અદ્ભુત હતું. મંદિરની રચના શિખરબદ્ધ હતી, મંદિર ઉપર દીવા પ્રગટાવી શકાય તેવી સૂક્ષ્મ કોતરણી હતી.

મંદિરમાં પ્રવેશ કરતાં હનુમાનજી, બળિયાદેવ અને ગણપતિજીનાં મંદિરો હતાં. મંદિરના ગર્ભગૃહમાં શંભુનું શિવલિંગ હતું, પાછળ દેવી પાર્વતીની મૂર્તિ હતી. ત્યાંની આરતી અદ્ભુત હતી. મંદિરની આસપાસ વિશિષ્ટ પ્રકારના બગીચા હતા, બગીચામાં થાકી ગયેલા લોકો આરામ કરતા હતા.

મંદિરની પાછળ અનન્ય સમુદ્ર છે, ત્યાંનાં મોજાં દરેકને પવિત્ર કરે છે. દેશ-વિદેશના સહેલાણીઓ તેની મજા માણવા અહીં આવે છે. અહીં ઘોડેસવારી અને ઊટસવારી ઉપલબ્ધ છે. તેની મજા માણવાનો આનંદ વિરાટ છે. ભૂલકાઓ માટે ચગડોળ, લપસણી અને ટ્રેનનું આયોજન છે. બરફના ગોળા, નારિયેળ પાણી ત્યાં ઉપલબ્ધ છે.

આમ દરિયાને શિવનું ત્રીજું નેત્ર માનવામાં આવે છે. અહીં બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ છે.

શત્રુંજય તીર્થની મહિમાવંતી યાત્રા

palitana_shetrunjay_jainખુલ્લા પગે છ ગાઉની પ્રદક્ષિણા પૂર્ણ કરીને સિદ્ધવડ સુધી પહોંચનારા યાત્રિકો બહુ ઓછા ભવોમાં સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે

વર્ષાકાળને બાદ કરતાં જૈનોના સૌથી મહાન તીર્થ શત્રુંજયની યાત્રા આઠ માસ દરમિયાન નિયમિત રીતે થતી જ રહે છે અને ઓછીવત્તી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું આ તીર્થમાં આવાગમન થતું જ રહે છે પણ વરસનાં કેટલાંક પર્વો એવાં છે, જેમાં શત્રુંજય તીર્થમાં લાખો યાત્રિકોનો મહેરામણ ઊમટી પડે છે.

ફાગણ સુદ તેરસ પણ આવું જ એક મહિમાવંત પર્વ છે. આ દિવસે દોઢ લાખથી વધુ યાત્રિકો ગિરિરાજની સ્પર્શના કરવા આવે છે. શત્રુંજય તીર્થ એ દેશ-વિદેશમાં વસતા જૈનોનું એક એવું શ્રદ્ધાતીર્થ છે, જેની તોલે અન્ય કોઈ જૈન તીર્થ આવી શકતું નથી.

ફાગણ સુદ તેરસના દિવસે શત્રુંજયની છ ગાઉની વિશિષ્ટ પ્રદક્ષિણા કરવામાં આવે છે. આ યાત્રામાં અંદાજે પંદર-સોળ કિલોમીટરનો વિકટ પંથ પગે ચાલીને કાપવાનો હોય છે. છ ગાઉના ઊબડખાબડ અને આકરા ચઢાવ-ઉતારવાળા માર્ગો છતાં આબાલવૃદ્ધો આ પંથ હસતા મુખે કાપે છે. સેંકડો સાધુ-સાઘ્વીજીઓ સહિત હજારો શ્રાવક-શ્રાવિકાઓ આ દિવસે છ ગાઉની યાત્રા કરીને સિદ્ધવડ નામના સ્થળે પહોંચે છે.

સિદ્ધવડ એ છ ગાઉની યાત્રાની સમાપ્તિનું સ્થળ છે. છ ગાઉની યાત્રાનો આરંભ ‘જય તલાટી’થી કરવામાં આવે છે. અહીં ભાવિકો ચૈત્યવંદન કરીને વિધિવત્ યાત્રાનો આરંભ કરે છે. ‘જય તલાટી’ એ પાલિતાણા ગામ તરફની આગળની તલાટી છે અને સિદ્ધવડ એ આદિપુર ગામ તરફની પાછળ બાજુની તલાટી છે. આ સ્થળે એક વિશાળ વટવૃક્ષ છે. આ વટવૃક્ષ નીચે ભૂતકાળમાં લાખો આત્માઓ સિદ્ધપદ પામ્યા હોવાથી એને સિદ્ધવડ કહે છે.

છ ગાઉની યાત્રાનો માર્ગ એ રીતનો છે કે એમાં શત્રુંજય તીર્થનાં સમગ્ર દેરાસરોને આવરી લેવાય તે રીતે પ્રદક્ષિણા કરાય છે. જૈનોમાં એવી રૂઢ માન્યતા છે કે ખુલ્લા પગે છ ગાઉની પ્રદક્ષિણા પૂર્ણ કરીને સિદ્ધવડ સુધી પહોંચનારા યાત્રિકો બહુ ઓછા ભવોમાં સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે.

સિદ્ધવડ જે ગામની સીમમાં આવેલું છે તે આદિપુર ગામનું નામ ભગવાન આદિનાથ ઉપરથી પડેલું છે. આદિનાથ ભગવાને જેટલી વાર શત્રુંજયની સ્પર્શના કરી એટલી વાર તેઓ આદિપુરવાળા રસ્તેથી પધાર્યા હતા. પાલિતાણા ગામની સ્થાપના પછી એ રસ્તાનું ચલણ બંધ પડી ગયું અને ‘જય તલાટી’વાળા રસ્તાનો મહિમા વધી ગયો.

છ ગાઉની યાત્રા દરમિયાન આવતાં મહત્ત્વનાં સ્થળોમાં ચિલ્લણ તલાવડી, ભાડવો ડુંગર, અજિતનાથ-શાંતિનાથનાં પગલાં વગેરે મુખ્ય છે. આ દરેક સ્થળે દેરીઓમાં ચૈત્યવંદન, કાઉસ્સગ્ગ અને પંચાંગ-પ્રણિપાત કરવાનાં હોય છે.

એક રસપ્રદ બાબત એવી છે કે ચિલ્લણ તલાવડીના કિનારે શ્રદ્ધાળુ લોકો સૂઈ જવાની મુદ્રામાં કાઉસ્સગ્ગ કરે છે. આ સ્થળે લાખો મહાત્માઓ અણસણ (અનશન, ખાનપાનનો સદંતર ત્યાગ) કરીને સૂતેલી મુદ્રામાં મોક્ષપદ પામ્યા હોવાથી તેમની સ્મૃતિમાં આમ કરાય છે.

ભાડવા ડુંગર ઉપરની દેરીમાં શ્રદ્ધાથી ચૈત્યવંદન કરનારના એક લાખ ભવોનાં પાપો નાશ પામતાં હોવાનું પણ જૈન શ્રદ્ધાળુઓમાં મનાય છે. અજિતનાથ અને શાન્તિનાથનાં પગલાંવાળી દેરીઓની સન્મુખ જૈનોનું પ્રખ્યાત અજિતશાંતિ સ્તોત્ર રચાયું હોવાની અનુશ્રુતિ જૈનોમાં સેંકડો વરસોની પરંપરામાં સંભળાતી આવી છે. આ સ્તોત્રની રચના નંદીષેણ મુનિ નામના જૈનધર્મના ખ્યાતનામ મુનિએ કરી હતી.

કહેવાય છે કે નંદીષેણ મુનિની સ્તવનાના પ્રતાપે સામસામે રહેલી દેરીઓ દૈવી પ્રભાવથી એક જ હરોળમાં આવી ગઈ. આ સ્તોત્ર અજિતશાંતિના નામે ખૂબ પ્રસિદ્ધિ ધરાવે છે. જૈનોનાં નવ વિશિષ્ટ સ્મરણોમાં તેને સ્થાન આપ્યું છે.

છ ગાઉની યાત્રા જયાં સમાપ્ત થાય છે તે સિદ્ધવડની છત્રછાયામાં ભારતભરના દાનવીર જૈનો દ્વારા સેંકડોની સંખ્યામાં માંડવા નાખવામાં આવે છે, જેને ‘પાલ’ તરીકે ઓળખવાનો રિવાજ છે. આ પાલમાં તમામ યાત્રિકોની અને ભારતભરમાંથી યાત્રાર્થે પધારેલા સાધુ-સાઘ્વીજીઓની અત્યંત બહુમાનપૂર્વક ભકિત કરવામાં આવે છે.

જૂના યુગમાં ફાગણ સુદ તેરસને ‘ઢેબરાં તેરસ’ કહેતા હતા, કેમકે છ ગાઉના યાત્રિકોને દહીં અને ઢેબરાં વપરાવીને તેમની ભકિત કરાતી હતી. આધુનિક સમયમાં તો યાત્રિકો માટે સેંકડો પ્રકારનાં ભોજન તૈયાર કરાય છે. ઘણી વખત તો ફાગણ સુદ ૧૩ની યાત્રાના અવસરે સમગ્ર યાત્રિકોનાં ચરણ પખાળીને તેમનું સંઘપૂજન પણ કરવામાં આવે છે.

જૂના યુગમાં તો શત્રુંજય તીર્થની બાર ગાઉની અતિવિકટ ગણાતી પ્રદક્ષિણા કરવાનો પણ રિવાજ હતો, પરંતુ શત્રુંજયી નદી ઉપર ડેમ બંધાતાં બાર ગાઉનો સમગ્ર યાત્રાપથ ડૂબમાં જવાથી હવે તે યાત્રા બંધ પડી છે. પરંતુ છ ગાઉની યાત્રાનો મહિમા તો દર વરસે વધતો જ જાય છે. અગાઉ ત્રીસેક હજાર જૈનો છ ગાઉની યાત્રા કરતા હતા, અત્યારે આ આંકડો દોઢ લાખની સંખ્યાને વટાવી ગયો છે.

———– X ————

જય જય ગરવી ગુજરાત
જય જય ગરવી ગુજરાત
દીપે અરુણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત,
તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત-
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશામાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ,
ને સોમનાથે ને દ્રારકેશ એ, પશ્ર્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય,
વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર,
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધરાજ જયસિંગ,
તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત
જમ ઘૂમે નર્મદા સાથ
જય જય ગરવી ગુજરાત

8 thoughts on “ગુજરાત દર્શન

  1. સરસ માહિતી છે ! મારે દક્ષિણ ગુજરાતની માહિતી જોઇયે છે.

Leave a Reply to Sanjay Vadher Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s