સુવિચાર

જો મુઠ્ઠીભર આતંકવાદીઓ આવીને આટલી અસર છોડી જાય છે તો ચલો આપણે આટલા બધા મળીને પ્રેમ અને શાંતિનો ફેલાવો કરીએ – બ્લોગોત્સવ

વારતા રે વારતા

 વારતા રે વારતા

વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા
ચપટી બોર લાવતા
છોકરાંને સમજાવતા. એક છોકરો રિસાયો
કોઠી પાછળ ભીંસાયો
કોઠી પડી આડી
છોકરાએ ચીસ પાડી
અરર ..માડી..!

ડોશી, ડોશી, ક્યા ચાલ્યા?..

ડોશી, ડોશી, ક્યા ચાલ્યા?..

ડોશી, ડોશી, ક્યા ચાલ્યા?..

”છાણાં વીણવાં”
છાણાં માંથી શું જડ્યું ?..” રૂપિયો”
રૂપિયાનું શું  લીધું? ગાંઠીયા
ભાગે તમારા ટાંટીયા”

એક હતો રાજા..

એક હતો રાજા..

એક હતો રાજા..

એક    હતો  રાજા
ખાતો’  તો  ખાજા

   સોમવારે જનમ થયો
   મંગળવારે મોટો થયો

બુધવારે બુધ્ધિ આવી
ગુરૂવારે ગાદીએ બેઠો

  શુક્રવારે શિકારે ગયો
  શનિવારે માંદો પડ્યો

રવિવારે મરી ગયો…

આવ રે કાગડા કઢી પીવા…

આવ રે કાગડા કઢી પીવા…

આવ રે કાગડા કઢી પીવા…

ચણ ચણ બગલી ચણાની દાળ
હું પપૈયો તું મગની દાળ
શેરીએ શેરીએ ઝાંખ દીવા
આવ રે કાગડા કઢી પીવા.

ગણ ગણ ગાંઠીયા તેલ તેલ પળી
ઊઠ રે લાલિયા ઝૂંપડી બળી
બળતી હોયતો બળવા દે
ઠરતી હોય તો ઠરવા દે

આવ રે કાગડા કઢી પીવા..

સાયકલ મારી સ..ર..ર ..ર .. જાય

સાયકલ મારી  સ..ર..ર ..ર .. જાય 

સાયકલ મારી  સ..ર..ર ..ર .. જાય

ટ્રીન , ટ્રીન  ટોકરી વગાડતી જાય,
ડોશીમા  ડોશીમા  આઘા ખસો,
આઘા ખસો નહી તો ચગદાઈ જશો !!
રસ્તામાં છીંકણી ના સૂંઘાય ,
વાતોમાં સાયકલ વાગી જાય.

ટેસ્ટી વાનગીઓ – તરલા દલાલ

પાવભાજી

તૈયારીનો સમય : 15 મિનિટ, બનાવવાનો સમય : 20 મિનિટ.
માત્રા : ચાર વ્યક્તિ માટે.

સામગ્રી :
(પાવ માટે….) 8 નંગ પાવ, 4 ચમચા માખણ
(ભાજી માટે….)
1.5 કપ બાફેલા બટેટાનો છૂંદો
1 કપ ફલાવર બાફેલું
0.5 કપ વટાણા બાફેલા
0.5 કપ ગાજર બાફેલા
0.5 કપ કેપ્સીકમ (ભોલર મરચાં) બારીક સમારેલા.
2.5 કપ ટામેટા બારીક સમારેલા.
0.5 ચમચી હળદર, 0.5 લાલ મરચાંની ભૂકી, 1.5 ચમચો પાવભાજીનો મસાલો.
0.5 ચમચી સંચળનો ભૂકો, 4 ચમચા બટર, મીઠું સ્વાદ અનુસાર.
3-4 કાશ્મીર મરચાં તેમજ 4-6 કળી લસણ વાટીને પેસ્ટ.
(પીરસતી વખતે… ) 1 કાંદો બારીક સમારેલો, 4 ટુકડા લીંબુના, 1 ચમચો કોથમીર બારીક સમારેલી.

રીત :
એક મોટા વાસણમાં બટર નાંખીને તેમાં કાંદા અને કેપ્સિકમ નાંખી સાંતળો. તેમાં મરચાં-લસણની પેસ્ટ નાખી સાંતળો. હવે તેમાં ટામેટા નાખી સતત હલાવતાં રહો જેથી તેલ છૂટું પડે. તેમાં હળદર, મરચાંની ભૂકી, પાવભાજી મસાલો, સંચળ અને મીઠું નાખી 2 થી 3 મિનિટ હલાવો. તેમાં બાફેલા શાકભાજી અને બટેટાનો છૂંદો નાંખી ‘પૉટેટો મૅશર’ (બટેટાનો છૂંદો કરવાનું સાધન) વડે બધાને સરખું છુંદીને મિક્સ કરો. જરૂર પડે તો 0.5 કપ પાણી નાખો.

હવે પાવ ને વચ્ચેથી કાપો. બંને બાજુ બટર લગાડો. તેના પર પાવભાજી મસાલો છાંટો. તવો ગરમ કરી તેના પર થોડું બટર લગાડી પાવને શેકો.

ચાર પ્લેટમાં ભાજી પીરસો. તેના પર કાંદા અને કોથમીર નાંખો. પાવ અને લીંબુના ટુકડા સાથે પીરસો.

વધુ આગળ વાંચો….

એક ગુલઝાર કરવો છે.

અમારે જિંદગીના રંગને સાકાર કરવો છે,
હૃદયની ભાવનાની ખુશ્બૂનો વિસ્તાર કરવો છે;
અમે આવ્યા છીએ અહિયાં થોડાં ફૂલો લઈ,
તમે થોડીક ધરતી દો તો એક ગુલઝાર કરવો છે.

– બેફામ