જ્યોતિર્લિંગ

જ્યોતિર્લિંગ

૧. સોમેશ્વર જ્યોતિર્લિંગ – પ્રભાસ પાટણ

૨. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ  – કર્નુલ (આન્ધ્ર પ્રદેશ)

૩. મહામંડલેશ્વર જ્યોતિર્લિંગ – ઉજ્જૈન (મધ્ય પ્રદેશ)

૪. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ – માંધાતા (મધ્ય પ્રદેશ)

૫. વૈધનાથ જ્યોતિર્લિંગ – વૈજનાથ નગર (આન્ધ્ર પ્રદેશ)

૬. ભીમ શંકર જ્યોતિર્લિંગ – ગૌહત્તી (આસામ)

૭. રામેશ્વર જ્યોતિર્લિંગ – રામેશ્વર (દક્ષીણ ભારત)

૮. નાગેશ્વર જ્યોતિર્લિંગ – બેટ દ્વારકા (સૌરાસ્ટ્ર )

૯. વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ – કાશી

૧૦. ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ – રામેશ્વર

૧૧. કેદારનાથ જ્યોતિર્લિંગ – કેદારનાથ (હિમાલય)

૧૨. દુશ્મેશ્વર જ્યોતિર્લિંગ – વેરુલ (મધ્ય પ્રદેશ)

રમીએ- ગની દહીંવાળા

સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.

બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,
પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.

માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી,
બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.

તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
છળના રણમાં છાનામાના મૃગજળ મૃગજળ રમીએ.

હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,
પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.

ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,
મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.

હુંય ગની, નીકળ્યો છું લઈને આખોપાખો સૂરજ,
અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.

– ગની દહીંવાળા

આ ઈમારતનો હુંય પાયો છું- અમૃત ‘ઘાયલ’

કેમ ભૂલી ગયા? દટાયો છું,
આ ઈમારતનો હુંય પાયો છું.

હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું,
અડધોપડધો જ ઓળખાયો છું.

વિસ્તર્યા વિણ બધેય છાયો છું!
હું અજબ રીતથી ઘવાયો છું!

આમ તો એક બિન્દુ છું કિન્તુ,
સપ્તસિન્ધુથી સંકળાયો છું!

સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો,
ચન્દ્રની જેમ ચોડવાયો છું.

વઢ નથી વિપ્ર, આ જનોઈનો,
આમ હું આડેધડ કપાયો છું.

રામ જાણે શું કામ હું જ મને,
સર્પની જેમ વીંટળાયો છું.

એ જ છે પ્રશ્ન: કોણ કોનું છે?
હું ય મારો નથી, પરાયો છું!

સાચું પૂછો તો સત્યના પંથે,
ખોટી વાતોથી દોરવાયો છું!

ઊંચકે કોણ આ પંથ ભૂલ્યાને?
આપ મેળે જ ઊંચકાયો છું.

મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’,
શૂન્ય કરતાં તો હું સવાયો છું.

– અમૃત ‘ઘાયલ’

ભૂલાવી નહીં શકે.( મરીઝ )

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,
કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.

ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.

અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,
સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.

તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,
જ્યારે તને કશું ય સતવી નહીં શકે.

એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,
તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.

એક જ સલામતી છે કે પડખામાં દિલ રહે,
એ બહાર જો જશે તો બચાવી નહીં શકે.

– અબ્બાસ અબ્દુલ અલી ( મરીઝ )