વાર નહિ લાગે…!!!

એ આંસુ જ શુ કામ ના કે જે પોતાના ની યાદ માં ના વહે,
વિરહની લાગણી જ શુ કામની કે જેમાં મિલન ની આસ ના રહે,
સવ્પન સાકાર કરવા ના મોહ ની કિમત જો જો હ્રદય ના ચુકવે,
નહિતર જિવન ને પણ ખુદ ને ત્યજતા વાર નહિ લાગે…!!!

-“પ્રાથમ્ય”™

-શુન્ય

પ્રેમ ઈર્ષ્યાથી પર ક્યાંય હોતો નથી, શબ્દથી વાત કેરૂં વતેસર થશે.
હોઠ સીવીને ચુપચાપ જોયા કરો, મૌન પેદા કરે છે ભરમ કેટલાં?

-શુન્ય

જાંબુઘોડા અભયારણ્ય

જાંબુઘોડા અભયારણ્ય – વંદના ભટ્ટ

ગુજરાતમાં આવેલ દીપડા અને વરુનું પ્રસિદ્ધ જાંબુઘોડા અભયારણ્ય પ્રકૃતિ-પ્રેમીઓ માટે હંમેશાં લલચાવનારું રહ્યું છે. જાંબુઘોડા અભયારણ્યમાં આવેલ ઝંડ હનુમાન નામનું સ્થળ આ અભયારણ્યની કલગી સમાન છે. પાવાગઢની પર્વતમાળાથી ઘેરાયેલું આ સ્થળ પાંડવ કાલીન સ્મૃતિઓનો વારસો સાચવીને બેઠું છે.

વડોદરાથી છોટાઉદેપુર જવાના રસ્તા ઉપર પચાસ કિ.મી. દૂર જાવ એટલે ડાબા હાથ ઉપર વિશાળ સાઈન-બોર્ડ આવે છે ‘જાંબુઘોડા અભયારણ્ય’. બસ ત્યાંથી અંદર વળી જવાનું છે. ત્યાં ખાનગી વાહનમાં જ જઈ શકાય છે. અત્યારે તો રસ્તો કાચો છે પરંતુ પાકો રસ્તો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ સ્થળને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનું સરકારનું આયોજન છે.

કાચા રસ્તે ફંટાતાં જ તમને અહેસાસ થશે કે તમે મૌન સમયની ગુફામાં પ્રવેશી રહ્યા છો. આજુબાજુ પ્રકૃતિ સ્તબ્ધ ઊભી છે. આદિવાસીઓનાં એકલદોકલ ઝૂંપડાં નજરે ચડ્યાં કરે. નજરને દૂર લંબાવો તો પર્વતની હારમાળા મનને અભિભૂત કરી દે. સાગ-ખાખર-કેસૂડાંનું આ જંગલ હજુ તો સવાયું છે.

એવું કહેવાય છે કે વનવાસ દરમ્યાન પાંડવો અહીં પણ આવ્યા હતા. પાંડવપુત્ર ભીમ હિડિમ્બા સાથે લગ્ન કરીને અહીં આવ્યો હતો. તેની નિશાની રૂપ એક વિશાળ પથ્થરની ઘંટી હજુ પણ અહીં પડી છે. પાંચાલીની તરસ છિપાવવા અર્જુને જમીનમાં બાણ મારીને કાઢેલું પાણી આજે કૂવા સ્વરૂપે રહીને ઝરણાં રૂપે વહી રહ્યું છે. ચારે તરફ ફેલાયેલી વનરાજી પાંચાલીના છૂટા કેશની યાદ અપાવી જાય છે અને પાંડવોના પ્રેમ અને સંઘર્ષના સાક્ષી સમા પહાડો ધ્યાનસ્થ ઋષિ જેવા ભાસે છે. આ બધાંની વચ્ચે એક ટેકરી ઉપર હનુમાનજીનું મંદિર આવેલ છે. વનસ્પતિના ઝુંડની વચ્ચે આવેલું હોવાથી તેનું નામ પડ્યું ઝંડ હનુમાન ! મૂર્તિ પંદર ફૂટ ઊંચી છે. દર્શન કરતાં એવું લાગે કે હનુમાનજી કાંઈક કહેવા તત્પર છે. એવા હાવભાવ મુખારવિંદ ઉપર દેખાય છે. નીચે તળેટીમાં ખૂબ પુરાણું શિવજીનું દેરું છે. તેને જોતાં જરૂર થાય છે કે આ અઘોર વનમાં આવું નકશીકામવાળું મંદિર કોણ બનાવવા આવ્યું હશે ? આવી નાની નાની ક્ષણોનો ઈતિહાસ આપણે ત્યાં મૌન જ હોય છે ! જાણે કે પ્રકૃત્તિના મૌન સામે ઈતિહાસની વાચા હણાઈ ગઈ ન હોય !

આ મૌનના ઘરમાં રાત રોકાવાની મનાઈ છે. સાંજે પાંચ વાગે સ્થળ છોડી દેવું પડે છે. કેમ કે આ દીપડાના અભયારણ્યમાં રાત રોકાવું જોખમ ભરેલું છે. આદિવાસીઓ ઉપર દીપડાના હુમલા, ગામમાં ઘૂસી આવતા દીપડા અવાર-નવાર સમાચાર પત્રોમાં ચમકતા રહે છે. અહીં જમવાની વ્યવસ્થા અદ્દભુત છે. એક નાની છાપરીમાં આદિવાસી છોકરો ભોજનાલય ચલાવે છે. તમે ઑર્ડર નોંધાવો તો અડધી કલાકમાં તમને ડુંગળી-બટેટાનું રસાદાર સ્વાદિષ્ટ શાક અને મકાઈના ગરમા-ગરમ રોટલા મળે છે. પ્રકૃતિની વચ્ચે રૂઢિગત ભોજન અનેરો આનંદ આપે છે.

યુગો જૂના સંવાદને પોતાના મૌનમાં સાચવીને બેઠેલા આ જંગલમાં ઠેર-ઠેર સૂત્રો વાંચવામાં આવે છે, વનસ્પતિની મહત્તાનાં અને ક્યાંક ક્યાંક સંભળાતા કુહાડીના ઘા આ સૂત્રોની મજાક ઉડાવતા આવારા છોકરા જેવા લાગે છે ! ભીમની ઘંટી પાસે વિખરાયેલા પડેલા પથ્થરો માટે એવી વાયકા છે કે તમે એને એક ઉપર એક થપ્પી કરો. જેટલા પથ્થર ચડાવો એટલા માળનો તમારો બંગલો થાય.

મેં પણ વેરવિખેર પથ્થરોને સમેટીને થપ્પી બનાવી એ વિચારે કે વેરવિખેર થઈ રહેલી આ અમૂલી સંસ્કૃતિની ઈમારત ફરીથી બુલંદ બને. આકાશને આંબે અને આ મૌન પહાડીઓમાં ગુંજવા લાગે માનવતાની ઋચાઓ.

શિવ સ્તુતિ – શ્રી રામચરિતમાનસ

શિવ સ્તુતિ – શ્રી રામચરિતમાનસ

shivji[ શ્રી રામચરિતમાનસ ઉત્તરકાંડ, દોહા 109 (ખ). પ્રકાર : છંદ ]

નમામીશમીશાન નિર્વાણરૂપં | વિભું વ્યાપકં બ્રહ્મ વેદસ્વરૂપં ||
નિજં નિર્ગુણં નિર્વિકલ્પં નિરીહં | ચિદાકાશમાકાશવાસં ભજેડહં || 1 ||

અર્થ : હે મોક્ષસ્વરૂપ, વિભુ, વ્યાપક, બ્રહ્મ અને વેદસ્વરૂપ, ઈશાન દિશાના ઈશ્વર તથા સર્વેના સ્વામી શ્રી શિવજી ! હું આપને નમસ્કાર કરું છું. નિજસ્વરૂપમાં સ્થિત (અર્થાત માયારહિત), [માયિક] ગુણોથી રહિત, ભેદરહિત, ઈચ્છારહિત, ચેતન આકાશરૂપ અને આકાશને જ વસ્ત્રરૂપે ધારણ કરનારા દિગમ્બર [અથવા આકાશને પણ આચ્છાદિત કરનારા ] આપને હું ભજું છું || 1 ||

નિરાકારમોંકારમૂલં તુરીયં | ગિરા ગ્યાન ગોતીતમીશં ગિરીશં ||
કરાલં મહાકાલ કાલં કૃપાલં | ગુણાગાર સંસારપારં નતોડહં || 2 ||

અર્થ : નિરાકાર, ૐકારના મૂળ, તુરીય (ત્રણેય ગુણોથી અતીત), વાણી, જ્ઞાન અને ઈન્દ્રિયોથી પર, કૈલાસપતિ, વિકરાળ, મહાકાળનાય કાળ, કૃપાળુ, ગુણોના ધામ, સંસારથી પર (આપ) પરમેશ્વરને હું નમસ્કાર કરું છું. || 2 ||

તુષારાદ્રિ સંકાશ ગૌરં ગભીરં | મનોભૂત કોટિ પ્રભા શ્રી શરીરં ||
સ્ફુરન્મૌલિ કલ્લોલિની ચારુ ગંગા | લસદભાલબાલેન્દુ કંઠે ભુજંગા || 3 ||

અર્થ : જે હિમાલય સમાન ગૌરવર્ણ તથા ગંભીર છે, જેમના શરીરમાં કરોડો કામદેવોની જયોતિ અને શોભા છે, જેમના મસ્તક પર સુંદર નદી ગંગાજી વિરાજમાન છે, જેમના લલાટ પર દ્વિતીયાનો ચન્દ્રમા અને ગળામાં સર્પ સુશોભિત છે; || 3 ||

વધુ આગળ વાંચો….

પરમને પ્રણામ – ધૂની માંડલિયા

પરમને પ્રણામ – ધૂની માંડલિયા

book4નામ : પરમને પ્રણામ

લેખક : ધૂની માંડલિયા

પ્રકાશક :
આર. આર. શેઠની કંપની.
‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે,
ખાનપુર, અમદાવાદ-380001
ફોન : 91-79-25506573

કિંમત : 60 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 92

વિગત : માનવીના મન-હૃદયના આંતરિક વહેણોનો પરિચય કરાવતા આધ્યાત્મિક નિબંધો.

ખુશબૂમાં ખીલેલાં ફૂલ હતાં – સં.સુરેશ દલાલ

ખુશબૂમાં ખીલેલાં ફૂલ હતાં – સં.સુરેશ દલાલ

book5નામ : ખુશબૂમાં ખીલેલાં ફૂલ હતાં

સંપાદન : સુરેશ દલાલ

પ્રકાશક :
ઈમેજ પ્રકાશન પ્રા. લિ.
1-2, અપર લેવલ, સેન્ચૂરી બજાર
આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006
ફોન : 91-79-26560504

કિંમત : 110 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 168

વિગત : ગુજરાતી ગઝલકારો જેવાકે મરીઝ, અમૃત ઘાયલ, બેફામ વગેરેની પસંદગીની ગઝલોનો સંગ્રહ.

સાયલન્સ પ્લીઝ – ડૉ. આઈ.કે. વીજળીવાળા

સાયલન્સ પ્લીઝ – ડૉ. આઈ.કે. વીજળીવાળા

book8નામ : સાયલન્સ પ્લીઝ

લેખક : ડૉ. આઈ.કે. વીજળીવાળા

પ્રકાશક :
ઈમેજ પ્રકાશન પ્રા. લિ.
1-2, અપર લેવલ, સેન્ચૂરી બજાર
આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006
ફોન : 91-79-26560504

કિંમત : 60 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 113

વિગત : ડૉ. આઈ.કે વીજળીવાળાની સ્વાનુભવની સત્યઘટનાઓ પર આધારિત પુસ્તક.

રિટર્ન ટિકિટ

નામ : રિટર્ન ટિકિટ

લેખક : સુધીર દલાલ

પ્રકાશક :
ઈમેજ પ્રકાશન પ્રા. લિ.
1-2, અપર લેવલ, સેન્ચૂરી બજાર
આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006
ફોન : 91-79-26560504

કિંમત : 110 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 170

વિગત : છઠ્ઠા અને સાતમા દાયકાઓમાં લખાયેલી અને છપાયેલી સુંદર વાર્તાઓનો સંગ્રહ.