શિવ સ્તુતિ – શ્રી રામચરિતમાનસ

શિવ સ્તુતિ – શ્રી રામચરિતમાનસ

shivji[ શ્રી રામચરિતમાનસ ઉત્તરકાંડ, દોહા 109 (ખ). પ્રકાર : છંદ ]

નમામીશમીશાન નિર્વાણરૂપં | વિભું વ્યાપકં બ્રહ્મ વેદસ્વરૂપં ||
નિજં નિર્ગુણં નિર્વિકલ્પં નિરીહં | ચિદાકાશમાકાશવાસં ભજેડહં || 1 ||

અર્થ : હે મોક્ષસ્વરૂપ, વિભુ, વ્યાપક, બ્રહ્મ અને વેદસ્વરૂપ, ઈશાન દિશાના ઈશ્વર તથા સર્વેના સ્વામી શ્રી શિવજી ! હું આપને નમસ્કાર કરું છું. નિજસ્વરૂપમાં સ્થિત (અર્થાત માયારહિત), [માયિક] ગુણોથી રહિત, ભેદરહિત, ઈચ્છારહિત, ચેતન આકાશરૂપ અને આકાશને જ વસ્ત્રરૂપે ધારણ કરનારા દિગમ્બર [અથવા આકાશને પણ આચ્છાદિત કરનારા ] આપને હું ભજું છું || 1 ||

નિરાકારમોંકારમૂલં તુરીયં | ગિરા ગ્યાન ગોતીતમીશં ગિરીશં ||
કરાલં મહાકાલ કાલં કૃપાલં | ગુણાગાર સંસારપારં નતોડહં || 2 ||

અર્થ : નિરાકાર, ૐકારના મૂળ, તુરીય (ત્રણેય ગુણોથી અતીત), વાણી, જ્ઞાન અને ઈન્દ્રિયોથી પર, કૈલાસપતિ, વિકરાળ, મહાકાળનાય કાળ, કૃપાળુ, ગુણોના ધામ, સંસારથી પર (આપ) પરમેશ્વરને હું નમસ્કાર કરું છું. || 2 ||

તુષારાદ્રિ સંકાશ ગૌરં ગભીરં | મનોભૂત કોટિ પ્રભા શ્રી શરીરં ||
સ્ફુરન્મૌલિ કલ્લોલિની ચારુ ગંગા | લસદભાલબાલેન્દુ કંઠે ભુજંગા || 3 ||

અર્થ : જે હિમાલય સમાન ગૌરવર્ણ તથા ગંભીર છે, જેમના શરીરમાં કરોડો કામદેવોની જયોતિ અને શોભા છે, જેમના મસ્તક પર સુંદર નદી ગંગાજી વિરાજમાન છે, જેમના લલાટ પર દ્વિતીયાનો ચન્દ્રમા અને ગળામાં સર્પ સુશોભિત છે; || 3 ||

ચલત્કુંડલં ભ્રૂ સુનેત્રં વિશાલં | પ્રસન્નાનનં નીલકંઠ દયાલં ||
મૃગાધીશચર્મામ્બરં મુણ્ડમાલં | પ્રિયં શંકરં સર્વનાથં ભજામિ || 4 ||

અર્થ : જેમના કાનોમાં કુંડળ ઝૂલી રહ્યાં છે, સુંદર ભ્રુકુટી અને વિશાળ નેત્રો છે; જે પ્રસન્નમુખ, નીલકંઠ અને દયાળુ છે; સિંહચર્મનું વસ્ત્ર ધારણ કરેલા અને મુંડમાળા પહેરેલી છે; તે સર્વના પ્રિય અને સૌના નાથ [કલ્યાણ કરનારા] શ્રી શંકરજીને હું ભજું છું. || 4 ||

પ્રચંડં પ્રકૃષ્ટં પ્રગલ્ભં પરેશં | અખંડં અજં ભાનુકોટિપ્રકાશં ||
ત્રય: શૂલ નિર્મૂલનં શૂલપાણિં | ભજેડહં ભવાનીપતિં ભાવગમ્યં || 5 ||

અર્થ : પ્રચંડ (રૂદ્રરૂપ), શ્રેષ્ઠ, તેજસ્વી (નિર્ભય), પરમેશ્વર, અખંડ, અજન્મા, કરોડો સૂર્યો સમાન પ્રકાશવાળા, ત્રણેય પ્રકારનાં શૂળો (દુ:ખો) ને નિર્મૂળ કરનારા, હાથમાં ત્રિશૂળ ધારણ કરેલા, ભાવ (પ્રેમ) દ્વારા પ્રાપ્ત થનારા ભવાનીના પતિ શ્રી શંકરજીને હું ભજું છું. || 5 ||

કલાતીત કલ્યાણ કલ્પાન્તકારી | સદા સજજનાન્દદાતા પુરારી ||
ચિદાનંદ સંદોહ મોહાપહારી | પ્રસીદ પ્રસીદ પ્રભો મન્મથારી || 6 ||

અર્થ : કળાઓથી પર, કલ્યાણસ્વરૂપ, કલ્પનો અંત (પ્રલય) કરનારા, સજ્જનોને સદા આનંદ આપનારા, ત્રિપુરના શત્રુ સચ્ચિદાનંદઘન, મોહને હરનારા, મનને મથી નાખનારા કામદેવના શત્રુ. હે પ્રભો ! પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ || 6 ||

ન યાવદ્ ઉમાનાથ પાદારવિન્દં | ભજંતીહ લોકે પરે વા નરાણાં ||
ન તાવત્સુખં શાન્તિ સન્તાપનાશં | પ્રસીદ પ્રભો સર્વભૂતાધિવાસં || 7 ||

અર્થ : હે ઉમાનાથ ! જ્યાં સુધી આપના ચરણકમળોને મનુષ્ય નથી ભજતાં, ત્યાં સુધી તેમને ન તો આ લોકમાં અને ન તો પરલોકમાં સુખ-શાંતિ મળે છે અને ન તો તેમના તાપોનો નાશ થાય છે. માટે હે સમસ્ત જીવોની અંદર (હૃદયમાં) નિવાસ કરનાર પ્રભો ! પ્રસન્ન થાઓ. || 7 ||

ન જાનામિ યોગં જપં નૈવ પૂજાં | નતોડહં સદા સર્વદા શંભુ તુભ્યં ||
જરા જન્મ દુ:ખૌઘ તાતપ્યમાનં | પ્રભો પાહિ આપન્નમામીશ શંભો || 8 ||

અર્થ : હું ન તો યોગ જાણું છું, ન જપ અને ન પૂજા જ. હે સર્વસ્વ આપનાર શંભો ! હું તો આપને સદાય નમસ્કાર કરું છું. હે પ્રભો ! વૃદ્ધાવસ્થા તથા જન્મ[મૃત્યુ]ના દુ:ખસમૂહોમાં બળી રહેલા મારા જેવા દુ:ખી-શરણાગતોની દુ:ખોથી રક્ષા કરો. હે ઈશ્વર ! હે શંભો ! હું આપને નમસ્કાર કરું છું. || 8 ||

શ્લોક :
રુદ્રષ્ટકમિદં પ્રોકતં વિપ્રેણ હરતોષયે |
યે પઠન્તિ નરા ભકત્યા તેષાં શમ્ભુ: પ્રસીદતિ || 9 ||

અર્થ : ભગવાન રૂદ્રની સ્તુતિનું આ અષ્ટક શંકરજીની તુષ્ટિ (પ્રસન્નતા) માટે એ બ્રાહ્મણ દ્વારા કહેવાયું. જે મનુષ્ય આનું ભક્તિપૂર્વક પઠન કરે છે, તેની ઉપર ભગવાન શંભુ પ્રસન્ન થાય છે. || 9 ||

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s