ચાટ બુંદી

ચાટ બુંદી

 

સામગ્રીઃ

400 ગ્રામ ખારી બુંદી, 2 ચમચા તેલ, 1 ચમચો આદુ મરચાની પેસ્ટ, 1 વાટકી સમારેલી લીલી ડુંગળી, અડધી ચમચી મીઠું, અડધી ચમચી સંચળ પાવડર, 2 ચમચી બાફેલા લીલા વટાણા, અડધી ચમચી આમચૂર પાવડર, 1 વાટકી કોથમીર, 1 વાટકી કેપ્સીકમ, 1 વાટકી દાડમના દાણા, 1 વાટકી ઝીણી સેવ, 1 વાટકી ખાખરા અથવા પાપડી પુરીનો ભૂકો, થોડું કોપરાનું છીણ, દહીં – લીલી ચટણી – ખજૂર આંબલીની ચટણી, સેવ, સંચળ પાવડર – કોપરાનું છીણ સજાવટ માટે.

રીતઃ

સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં આદુમરચાની પેસ્ટ ઉમેરી સાંતળો. ત્યારબાદ ઝીણી સમારેલી લીલી ડુંગળી સાંતળો. હવે તેમાં મીઠું, સંચળ પાવડર, ચાટ મસાલો, બાફેલા લીલા વટાણા અને આમચૂર પાવડર ઉમેરી બધું મિક્સ કરો. હવે એક બાઉલમાં પાણી લઈ તેમાં બુંદી પલાળો. ત્યારબાદ બુંદીમાંથી તરત જ હલકા હાથે પાણી નીતારી બીજા બાઉલમાં કાઢી લો. તૈયાર કરેલું ડુંગળીનું મિશ્રણ તેમાં ઉમેરો, ઉપરાંત તેમાં કોથમીર, સમારેલું કેપ્સીકમ, દાડમના દાણા, ઝીણી સેવ, ખાખરા કે પાપડી પુરીનો ભૂકો અને કોપરાનું છીણ ઉમેરી બધું મિક્સ કરી સર્વિંગ પ્લેટમાં સર્વ કરો. ઉપર દહીં, લીલી ચટણી, ખજૂર-આંબલીની ચટણી, સેવ, સંચળ પાવડર અને કોપરાના છીણથી સજાવો.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s