ફરીયાદ

જીંદગી એવી ના જીવો કે કોઈ ફરીયાદ કરી જાય,
જીંદગી એવી જીવો કે કોઈ ફરી.. યાદ કરી જાય.. !!!!”

જીન્દગી જાણે કૅટલા વળાક આપે છે!
દરેક વળાક પર નવા સવાલ આપે છે,
શોધતા રહીયે આપણે જવાબ જીન્દગી ભર,
જવાબ મળે તો જીન્દગી સવાલ બદલી નાંખે છે!

ક્રિસ્પી પોટેટો રોલ્સ

ક્રિસ્પી પોટેટો રોલ્સ

સામગ્રી :

બાફેલા બટાકા – ૨૫૦ ગ્રામ, રાજગરાનો લોટ – ૧૫૦ ગ્રામ, લીંબુ – ૧ નંગ, આદું મરચાં – પ્રમાણસર, પાણી – પ્રમાણસર, મીઠું – સ્વાદ અનુસાર, તેલ – તળવા માટે

ભાખર માટે

નાળિયેરનું છીણ – ૩૦ ગ્રામ, તલ – ૪ ચમચી, ગરમ મસાલો – ૧ ચમચી, આદું મરચાંની પેસ્ટ – ૨ ચમચી, કોથમીર – અડધી ઝૂડી, ખાંડ – ૧ ચમચી, મીઠું – સ્વાદ અનુસાર, ચટણી : કોથમીર – અડધી ઝૂડી, તજ – ૩ નંગ, લવિંગ – ૨ નંગ, જીરું – અડધી ચમચી ખસખસ – અડધી ચમચી, શિંગદાણા – પ્રમાણસર, મીઠું – સ્વાદ અનુસાર, લીંબુ – ૧ નંગ, એલચી – ૨ નંગ

રીત :

બાફેલા બટાકામાં મીઠું, લીંબુનો રસ, રાજગરાનો લોટ, આદું-મરચાંની પેસ્ટ, તલ, ખાંડ નાખીને માવો તૈયાર કરો. ત્યાર પછી ભાખર માટેની બધી સામગ્રી ભેગી કરો. બટાકાના માવાના લૂઆ પાડી રાજગરાના લોટનું અટામણ લઇ રોટલી વણો. રોટલી પર લીંબુ અને ખાંડનું પાણી લગાવી તેની ઉપર ભાખરનો માવો ચોપડો. રોટલીનો રોલ બનાવી તેના નાના નાના ટુકડા કરીને તેલમાં તળી લો.

ચોકલેટ નટ્સ

ચોકલેટ નટ્સ

સામગ્રી :

આઇસિંગ સુગર – દોઢ વાટકી, મિલ્ક પાઉડર – ૧ વાટકી, ચોકલેટ પાઉડર – અડધી વાટકી, દૂધ – ૧ ચમચો, કોકો પાઉડર – ૧ ચમચી, ઘી – અડધી ચમચી, લીંબુનો રસ – ૨-૩ ટીપાં, અખરોટ, કાજુના ટુકડા – જરૂર મુજબ

રીત:

આંક વડે મિલ્ક પાઉડર, ચોકલેટ પાઉડર તથા કોકો પાઉડરને ચાળી લો. એક મોટા વાસણમાં પાણી ગરમ મૂકી તેની અંદર તપેલી મૂકો. તપેલીમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં મિલ્ક પાઉડરવાળું મિશ્રણ ધીમે-ધીમે નાખવું અને હલાવતા રહેવું. તેમાં લીંબુનો રસ તથા જરાક દૂધ છાંટી હલાવવું. બધુ બરાબર મિકસ થઇ જાય પછી તેમાં અખરોટ કાજુના ટુકડા નાખી તેને થાળી કે આઇસ ટ્રેમાં પાથરી દો.