અમૃતથી હોઠ

અમૃતથી હોઠ સહુના, એંઠા કરી શકું છું.
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું.
આ મારી શાયરી ય સંજીવની છે, ઘાયલ’.
શાયર છું, પાળિયાને બેઠા કરી શકું છું.

જુઓ લીલા

જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે
મને દિલની ધડકન ખબર દઇ રહી છે
પ્રણય રૂપના રંગ જોવાને માટે
બધાની નજર એ તરફ થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે.

કંકોતરી

મારી એ કલ્પના હતી એ વીસરી મને
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને.
ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને
લ્યો એનાં લગ્નની મળી કંકોતરી મને

અસ્તિત્વનો એક યજ્ઞ

તું અને હું હવનના અગ્નિ,
તું અને હું સુગંધિત સામગ્રી,
એકબીજાના હોઠેથી નીકળ્યાં
તો એ જ નામ પૂજાના મંત્ર હતાં,


આ તારા અને મારા
અસ્તિત્વનો એક યજ્ઞ હતો.

સુવિચાર

ચોર્યાસી લાખ જન્મો પછીયે,
મારો સંબંધ તુટ્યો નથી માટી સાથે.
હું બેઠો થાઉં છું
ને પાછો દટાઉં છું એમાં વારંવાર……..

સુવિચાર

નીતિમાન થજો , શુરવીર બનજો ,
ઉદાર રદય ના થજો,

જાન ને જોખમે પણ નીતિમાન ચારિત્ર્યવાન બનજો.

— સ્વામિ વિવેકાનન્દ

ખોવાયેલી વસ્તુ

ઘણા લાંબા સમય પહેલાંની ચોરાયેલી વસ્તુ છે
ઉતાવળમાં એ જાણે બહાર ફેંકાયેલી વસ્તુ છે
અજાણ્યા કોક હૈયે જોઉં છું જ્યારે નિખાલસતા,
મને લાગે છે એ મારી જ ખોવાયેલી વસ્તુ છે !