બદામ પુરી

બદામ પુરી

almond puriસામગ્રી

મેંદો – ૨૫૦ ગ્રામ
રવો- ૫૦ ગ્રામ
બદામ- ૫૦ ગ્રામ
મીઠું- સ્વાદ મુજબ
મરીનો પાઉડર- જરૂરિયાત પ્રમાણે
તેલ- તળવા માટે

રીત

બદામની પેસ્ટ બનાવી લો. મેંદો, રવો, બદામની પેસ્ટ અને મીઠું બધું મિકસ કરી તેમાં મોણ નાંખી કડક કણક બાંધો.

કણકને ભીના કપડાંમાં વીંટાળી રાખો. લગભગ અડધો કલાક પછી કણકના નાના લૂઆ બનાવો.

દરેક લૂઆમાં બે-બે મરી દબાવી પૂરી બનાવો. કડાઇમાં તેલ મૂકી ધીમા તાપે તળો.

આ પૂરીને અથાણા કે ચટણી સાથે સર્વ કરો.

 

ગણપતિ પ્રાર્થના

ગણપતિ પ્રાર્થના


વિધ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદધિતાય ,
નાગાનનાય શ્રુતિ યગ્ન વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ
નમો નમસ્તે.

સૂકા નાસ્તાની ચટપટી ચાટ

સૂકા નાસ્તાની ચટપટી ચાટ

સામગ્રીઃ

2 નંગ બાફેલા બટેટા, અડધો કપ મિક્સ નાસ્તો(ખાખરા, મઠિયા, ચોળાફળીનો ભૂકો), 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ફુદીના પાવડર, મીઠું સ્વાદાનુસાર, 2 ચમચી ચણાનો લોટ, શેકવા માટે થોડુ તેલ, 3 નંગ ફરસી પુરી, 2 નંગ સૂકી કચોરી, 1 કપ ઘટ્ટ દહીં, લસણની ચટણી જરૂર પ્રમાણે, ખજૂર આંબલીની ચટણી જરૂર પ્રમાણે, ઝીણી સેવ અથવા રતલામી સેવ જરૂર મુજબ, કોથમીર જરૂર પ્રમાણે.

રીતઃ

એક બાઉલમાં બાફેલા બટેટાનો માવો લો, તેમાં ખાખરા, મઠિયા અને ચોળાફળીનો ભૂકો ઉમેરો. ત્યારબાદ તેમાં ચાટ મસાલો, ગરમ મસાલો, ફુદીના પાવડર, મીઠું અને ચણાનો લોટ ઉમેરી બધું જ બરાબર મિક્સ કરો. આ મિશ્રણમાંથી નાની નાની ટીક્કી બનાવી, એક નોનસ્ટીક પેનમાં થોડું તેલ મૂકી ટીક્કીને કડક શેકી લો. બંને બાજુ ગુલાબી થાય એટલે એક પ્લેટમાં કાઢી લો. હવે બીજી પ્લેટમાં ફરસી પુરી ગોઠવો. તેના પર તૈયાર કરેલી ટીક્કી મૂકો. ઉપર સૂકી કચોરીનો ભૂકો ઉમેરો. હવે તેના પર ઘટ્ટ દહીં પાથરી, ઉપર લસણની ચટણી અને ગળી ચટણી ઉમેરી, ઝીણી સેવ અને ઝીણી સમારેલી કોથમીરથી સજાવો. આ રીતે દીવાળીમાં વધી પડેલા સૂકા નાસ્તાનો ઉપયોગ કરી ચટાકેદાર વાનગી બનાવો.