બટાકા-કોપરાની કચોરી

બટાકા-કોપરાની કચોરી

સામગ્રી :

બટાકા – ૫૦૦ ગ્રામ, નારિયેળ – ૧ નંગ, કોથમીર – ૧ ઝૂડી, લીલાં મરચાં – ૬-૭ નંગ, ખાંડ, મીઠું અને સિંધાલૂણ – સ્વાદ મુજબ, આરારુટ અને રાજગરાનો લોટ – ૨-૨ ચમચા

રીત:

નારિયેળને બારીક છીણીને તેમાં સમારેલી કોથમીર, મરચાં, લીંબુનો રસ, મીઠું, ખાંડ અને સિંધાલૂણ ભેળવી મિશ્રણ તૈયાર કરો. બાફેલા બટાકા છોલીને તેનો માવો તૈયાર કરો. તેમાં સિંધાલૂણ, મીઠું અને બંને લોટ મિકસ કરો. બટાકાના મિશ્રણમાંથી પ્રમાણસર ગોળો લઇ તેને હથેળી પર થેપીને વરચે નારિયેળનું મિશ્રણ મૂકી નાના ગોળા વાળો. દરેક ગોળાને આરારુટમાં રગદોળી ગરમ તેલમાં આછા બદામી રંગના તળી લો. ખજૂર-આમલીની ચટણી સાથે સર્વ કરો.

ચોકલેટ કોટેડ કોપરાપાક

ચોકલેટ કોટેડ કોપરાપાક

સામગ્રીઃ

75 ગ્રામ ખાંડ, 150 ગ્રામ કોપરાનું છીણ, 1 ચમચી તાજી મલાઈ, ચપટી એલચી પાવડર, 2 ચમચી ઘી, 2 ચમચી કોકો પાવડર, 70 ગ્રામ આઈસીંગ શુગર.

રીતઃ

સૌ પ્રથમ એક કઢાઈમાં ખાંડ લો અને ખાંડ ડુબે એ કરતાં સહેજ વધુ પાણી ઉમેરી દોઢ તારની ચાસણી બનાવો. આ ચાસણીમાં કોપરાનું છીણ ઉમેરી, તાજી મલાઈ અને એલચી પાવડર ઉમેરી બધુ જ મિક્સ કરી એક થાળીમાં પાથરી દો. હવે ચોકલેટ કોટિંગ માટે એક પેનમાં ઘી મૂકો. ઘી ગરમ થાય એટલે ગેસ બંધ કરી તેમાં કોકો પાવડર અને આઈસીંગ શુગર ઉમેરી મિશ્રણ તૈયાર કરો. આ ચોકલેટ મિશ્રણ કોપરાપાક ઉપર પાથરી દો અને 2 થી 3 કલાક ફ્રિઝમાં સેટ થવા મૂકી દો. ત્યારબાદ મનપસંદ આકારના પીસ કરી પીરસો.

મિકસભાજીની સબ્જી

મિકસભાજીની સબ્જી

mix sabjiiસામગ્રી

સરસવની અથવા સુવાની ભાજી – ૨૫૦ ગ્રામ
પાલકની ભાજી – ૨૫૦ ગ્રામ
તાંદળજાની ભાજી – ૨૫૦ ગ્રામ
આદુંની પેસ્ટ – ૧ નાની ચમચી
લસણની કળી – ૪થી ૫
ડુંગળી – ૨ નંગ
લીલાં મરચાં – ૨-૩ નંગ
ટામેટા – ૨ નંગ
જીરું – ૧ ચમચી
તેલ અથવા માખણ – ૩ ચમચા
લીંબુનો રસ – ૧ ચમચી
ચીઝનું છીણ – ૧ ચમચો
મીઠું – સ્વાદ મુજબ
સલગમ – એક

રીત

સરસવ, પાલક અને તાંદળજાની ભાજી ઝીણી સમારી ધોઇ લો. એમાં સલગમનું છીણ, મીઠું નાખી બાફો.

ભાજી એકરસ થાય એટલે એક વાસણમાં ઠંડી થવા દો.

બીજી કડાઇમાં માખણ કે તેલ મૂકી તેમાં જીરું, આદુંની પેસ્ટ, મરચાં, ડુંગળી, લસણ, ટામેટાને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.

ત્યાર બાદ ભાજી અને લીંબુનો રસ નાખવો. ઉપર છીણેલું ચીઝ ભભરાવવું.

 

ચેરી કલાકંદ

ચેરી કલાકંદ

સામગ્રી :

મિલ્કમેડ – અડધો કપ, પનીર – ૨૫૦ ગ્રામ, સમારેલી ચેરી – પા કપ, એલચીનો પાઉડર – ૧ ચમચી, કેવડાનું એસેન્સ – ૩-૪ ટીપાં, લાલ રંગ (ખાવાનો) – ૨ ટીપાં, ચાંદીનો વરખ – સજાવટ માટે

રીત:

પનીરને ખૂબ મસળી લો. એક પેનમાં મિલ્કમેડ રેડી, તેમાં સમારેલી ચેરી અને પનીર ઉમેરી ધીમા તાપે ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતાં રહો. પછી તેને નીચે ઉતારી લઇ ખાવાનો લાલ રંગ, કેવડાનું એસેન્સ અને એલચીનો પાઉડર ભેળવી હલાવો. આ મિશ્રણને ઘીવાળી થાળીમાં કાઢી થોડી વાર ફ્રિઝમાં ઠંડું થવા દો. પછી બહાર કાઢી ચાંદીના વરખથી સજાવી મનપસંદ આકારના પીસ કરી સર્વ કરો.