પૂરણપોળી

puran poliસામગ્રી :

૫૦૦ ગ્રામ ચણાની દાળ, ૫૦૦ ગ્રામ ખાંડ, ૨૫ ગ્રામ કોપરાનું ખમણ, ૫૦૦ ગ્રામ ઘઉંનો લોટ, એલચી, ચોખાનો લોટ, તેલ -ઘી પ્રમાણસર.

રીત :

ચણાનીની દાળને કૂકરમાં બાફવી. બરાબર બફાઈ જાય મિક્સરમાં ક્રશ કરી એક તપેલીમાં ભરી, તેમાં ખાંડ ઉમેરી તાપ પર મૂકવું અને હલાવતાં રહેવું. તેમાં ૧ ચમચો ઘી નાખવું, જેથા છાંટા ઓછા ઉડે.

ખાંડનું પાણી બળી જાય એટલે અને એકદમ ઘટ્ટ બની જાય એટલે ઉતારી લેવું. તવેથો ઉભો મૂકીને જોવો. જો અઘ્ધર રહે તો જાણવું કે પૂરણ થઈ ગયું છે.

પછી તેમાં કોપરાનું ખમણ અને એલચીનો ભૂકો નાખી, થાળીમાં કાઢી લેવું. ઠંડુ પડે એટલે પ્રમાણસર ગોળા બનાવવા.

હવે ઘઉંના લોટમાં તેલનું મોણ દઈને તેની રોટલી જેવી કણક બાંધવી. એક કલાક કણકને ઢાંકીને રહેવા દેવી. ત્યારબાદ તેને કેળવવી. તેમાંથી લૂઆ પાડી, તેની લાંબી , પાતળી રોટલી ચોખાનાં લોટનું અટામણ લઈ વણવી.

પછી તેના ઉપર પૂરણનો ગોળો મૂકી, બાકીની રોટલી ઢાંકી દેવી. પછી હળવા હાથે વણી તવા પર શેકવી. શેકાય જાય એટલે ઉપર ઘી લગાવી પીરસો.

મિન્ટ સૂપ ‘ઑલ ટાઇમ સૂપ’

shuopઠંડી ભલે આવ-જા કરે પણ ઠંડકની ઋતુમાં મસ્તીભર્યું ખાવાનો આનંદ માણવા માટેનો મૂડ તો તેમનો તેમ રહે છે. ઠંડકની ઋતુમાં ગરમાગરમ, ચટપટું, અવનવું ખાવાનો આનંદ માણવા તો સૌ કોઇ ઉત્સુક હોય. મિન્ટ એટલે કે ફુદીનો એ સ્વાદમાં કંઇક નવો જ ચટકો ઉમેરે તેવી જ છે. ચા, સૂપ, સમોસા, સેન્ડવિચ એમ દેશીથી લઇને વિદેશી ફૂડ આઇટમ્સમાં પણ ફુદીનો વપરાય.

ધીમા તાપે ઓલિવ ઓઇલને ગરમ કરીને તેમાં પોટેટો અને ગાર્લિક સોસ ૫ મિનિટ સુધી હલાવો. ત્યારબાદ તેમાં ગ્રીન ઓનિઅન્સ નાખો. આશરે ૧૫ મિનિટ સુધી બટાકાને મેશ થવા દો પછી તેમાં સ્પિનેચ અને પોણો કપ જેટલો ફુદીનો નાખો.

સૂપને ૧ મિનિટ સુધી સીજવા દો. હૂંફાળો ગરમ કરીને તેમાં પેપ્રીકા ઓઇલ નાખી તેને સર્વ કરો. મિન્ટસૂપ સાથે બ્રેડક્રમ્સ નાખીને કે છીણેલી ચીઝ નાખીને ખાવાથી તે વધુ સ્વાદિષ્ટ લાગે છે. મિન્ટસૂપ ડિનર, લંચ, બ્રન્ચ, બ્રેકફાસ્ટ એમ દરેક વખતે સર્વ કરી શકાય છે. મિન્ટસૂપ એ ‘ઑલ ટાઇમ સૂપ’ તરીકે પોપ્યુલર બની રહ્યો છે.