પ્રકૃતિને સતાવશો ના

natureતે ફૂલ નથી મારું હૃદય છે તોડશો ના,
તે હાથનથી મારો સાથ છે છોડશો ના.
રડશે આ માછલી તરફડશે આ માછલી,
તેને સાગરનો સહવાસ છોડાવશો ના!
તારા ને ય ના ગમે આભ આખું સૂનુ પડે,
હવે ચંદ્ર પર ય પેટન્ટ નોંધવશો ના.
બસ થયું હવે સંભળાતુ નથી ઘરાનું રુદન,
હવે તો સંતસમા વૃક્ષોને કોઇ ઉડાવશો ના.
કહે ‘આફતાબ’ આખું બ્રહ્માંડ રૂઠી પડે,
શબ્દો કહેતા ખૂટી પડે હવે પ્રકતિને સતાવશો ના.

‘જિજ્ઞેશ ભીમરાજ, ભરૂચ

તું બધું જાણે, સજન!

જત જણાવાનું તને કે તું બધું જાણે, સજન!
અલ્પ અક્ષર જોઇને ઓછું રખે આણે, સજન!

શબ્દનું તો પોત તારાથી અજાણ્યું કયાં હતું,
છે જ એવા, અટકીને ઊભે ખરે ટાણે, સજન!

શું લખાતું એની તો પૂરી ખબર અમને નથી,
આ કલમ કંઇ આડીઅવળી લીટીઓ તાણે, સજન!

સાંજના કાગળ કલમ ને દોત લઇ બેઠા છિયે,
ને હજી તો વાટ સંકોરી રહ્યા વા’ણે, સજન!

કોઇ બીજાને કહું તો એ નકી હાંસી કરે,
આ વીતક તારા વિના તો કોણ પરમાણે, સજન!

પાર્થને કહો ચડાવે બાણ

ArjunKrishnaપાર્થને કહો ચડાવે બાણ,
હવે તો યુદ્ધ એ જ કલ્યાણ.
કહો કુંતાની છે આણ,
પાર્થને કહો ચડાવે બાણ.
ભીખ્યાં, ભટકયા, વિષ્ટિ, વિનવણી,
કીધાં સુજનનાં કર્મ.
આર્યસુજનતા દૈન્ય ગણી તો
યુદ્ધ એ જ યુગધર્મ:
સજીવન થાય પડયાયે પ્હાણ,
પાર્થને કહો ચડાવે બાણ.
વિધિનાં એ જ નિર્માણ
પાર્થને કહો ચડાવે બાણ
-ન્હાનાલાલ

મિક્સ વેજિટેબલ ઢોકળા

સામગ્રી

dokla.jpgચોખા – ૧૫૦ ગ્રામ, લસણ – ૧૦ ગ્રામ, અડદની દાળ – ૫૦ ગ્રામ, તેલ – ૧ ચમચી, મરચું – ૧ ચમચી, લીંબુનો રસ – ૧ ચમચી, દહીં – ૫૦ ગ્રામ, ફ્રૂટ સોલ્ટ – ૧૦ ગ્રામ, મીઠું – સ્વાદ મુજબ

રીત

ચોખા અને અડદની દાળને ભેગાં કરી આખી રાત પલાળી રાખો. પછી બધું પાણી નિતારી લો. તેમાં દહીં નાખી ગ્રાઇન્ડ કરી ઢોકળા માટેનું ખીરું તૈયાર કરો. બે કલાક સુધી રાખી મૂકો. લસણમાં મરચું અને લીંબુનો રસ ભેળવી પેસ્ટ બનાવી બાજુ પર રહેવા દો. હવે ખીરામાં ફ્રૂટ સોલ્ટ અને તેલ નાખી ખૂબ હલાવીને મિકસ કરો.

અડધા ભાગના ખીરાને ઢોકળાના વાસણમાં પાણી ગરમ કરી વરાળથી દસ મિનિટ બાફી લો. આ બફાયેલા ખીરા પર લસણની પેસ્ટનો એકસરખો થર પાથરો. તેના પર બાકીનું ખીરું પાથરી ફરી દસ મિનિટ સુધી બફાવા દો. પછી તેને બહાર કાઢી ચોરસ ટુકડા કરો. લસણવાળા ટેસ્ટી ઢોકળા તૈયાર છે.

રાજસ્થાની ટીકી

સામગ્રી

tikki.jpgબાફીને છૂંદો કરેલા બટાકાં – ૧૦૦ ગ્રામ, આરારૂટ – ૧૦ ગ્રામ, તેલ – જરૂર પ્રમાણે સ્ટફિંગ માટે : લીલા વટાણા – અડધી વાટકી, પનીર – ૧૦ ગ્રામ, જીરું – અડધી ચમચી, હળદર – ચપટી, મરચું – અડધી ચમચી, ગરમ મસાલો – અડધી ચમચી, મીઠું – સ્વાદ મુજબ

રીત

બાફેલા બટાકાનાં છૂંદામાં આરારૂટને સારી રીતે મિકસ કરો. ત્યાર બાદ તેમાંથી એકસરખા ગોળા વાળો. હવે સ્ટફિંગ માટેની બધી સામગ્રી મિકસ કરીને એક તરફ રહેવા દો. બટાકાનાં ગોળાને હથેળીથી ફેલાવી તેની વચમાં સ્ટફિંગ કરી ફરી ગોળો વાળી સહેજ દબાવીને ચપટા કરો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં આ ટીકીને તેલ મૂકી આછા બ્રાઉન રંગની સાંતળી લો. ક્રિસ્પી થાય એટલે એબ્સોર્બન્ટ પેપર પર કાઢી ટોમેટો કેચઅપ સાથે ગરમાગરમ સર્વ કરો.