રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી..

રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી,
કેટલાં અધૂરાં આપણે સમજાવી જાય છે જિંદગી.

 

શક્ય-અશક્યની સંભાવનામાં રમાડી જાય છે,
હથેળીમાં રોજ ચાંદ રોજ બતાવી જાય છે જિંદગી.

ગણત્રીપૂર્વકનાં સંબંધોની શતરંજ સમી બાજીમાં,
કાળી ધોળી ચાલે આંટીઘૂંટીઓ શીખવી જાય છે જિંદગી.

સમયનાં ત્રાજવે નફરત અને પ્રેમનાં લેખાં જોખાં કરતી,
દોસ્તો અને દુશ્મનોનાં હિસાબો આપતી જાય છે જિંદગી.

આમ જ એક દિવસ અખબારમાં મરણ ઘટનાં બની છપાય,
ત્યારે સમજાય છે કે પસ્તીમાં જ તો વેડફાય છે જિંદગી.

– સ્નેહા પટેલ “અક્ષિતારક”

4 thoughts on “રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી..

  1. સુંદર! વિશ્લેષણ..સ્નેહાબેન! આનંદ સાથે મનન માંગી લે તેવો વિચાર!

  2. thnx for selecting my rachana for ur precious blog..btw its reality of life…i write what i feel..badhu j jat par anubhavelu che etle j kadach pana par aatli saralta thi utaari shaku chu.
    HAVE A NICE DAY AHEAD.

    regards,
    Sneha-akshitarak

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s