કરી દીઘા…

નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા!

‘સેલ-ફોન’ પર શાકભાજી પણ વેચતા કરી દીઘા!

ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,

ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા!

સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,

‘ઇમેલ’ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીઘા!

ખાવાનો ચસ્કો બઘાનો જુએા વઘતો જાય છે આજે,

‘ સ્પેસ’માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા!

પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ?

વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા!

સમયની મારામારી વઘી ગઈ છે ઘેર ઘેર આજે તો,

સ્ંડાસમાં ‘સેલ્યુલર’પર વાતો પણ કરતા કરી દીઘા!

‘લેક્સસ’ ને‘મરસીડીઝ’માં આમતેા ફરો છો તમે,

અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા?

કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી,

ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા?

હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો,

ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!

સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી ‘ચમન’ હવે?

‘ ઇલેક્ટી્રક’ ભઠ્ઠામાં મડદાં પણ બાળતા કરી દીઘા!

– ચીમન પટેલ ‘ચમન

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s