અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે !! – રઈશ મનીઆર

અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે ,
પહેલાં તરસ નડે ને પછીથી ઝરણ નડે

નકશાઓ, સીમાચિહ્ન, ત્રિભેટા તો ઠીક છે,
પગલાં નડે છે અન્યનાં, ખુદના ચરણ નડે

પડદા ઉપરના ચિત્રની પૂજા બહુ કરી,
દર્શનની છે શરત કે પ્રથમ આવરણ નડે

તારી શકે છે સત્ય ફક્ત શોધનારને,
છે શક્ય, તુજને હે અનુગામી! રટણ નડે

તરવું જો હો, તણખલું કદી ક્યાં દૂર હતું?
બાંધેલ બોજ જેવું મને શાણપણ નડે

લીટીની વચ્ચે મર્મ જડ્યો માંડ, બાકી તો-,
ભાષા સમજવા જાઉં અને વ્યાકરણ નડે

શું ભેદ? આખું વિશ્વ વિરોધી બને અગર,
શું ભેદ? આખા વિશ્વમાં એકાદ જણ નડે

માગે ઊતરતો ઢાળ સતત આપણી ગતિ,
સમજી શકાય, કે પછી મેદાન પણ નડે

નડતરનું હોવું એ બહુ સાપેક્ષ ચીજ છે,
આગળ વધી જવાનું નિરંતર વલણ નડે

–  રઈશ મનીઆર

Advertisements

2 thoughts on “અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે !! – રઈશ મનીઆર

  1. wah લીટીની વચ્ચે મર્મ જડ્યો માંડ, બાકી તો-,
    ભાષા સમજવા જાઉં અને વ્યાકરણ નડે wah raishh sab wah

    તરવું જો હો, તણખલું કદી ક્યાં દૂર હતું?
    બાંધેલ બોજ જેવું મને શાણપણ નડે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s