સીધી લીટીનો સાવ છોકરો

એક છોકરાએ સિટ્ટિનો હિંચકો બનાવી,

એક છોકરીને કીધું :   ‘લે ઝૂલ’

છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીને
…સોનેરી ચોકલેટ કાઢી રે
છોકરીની આંખમાંથી સસલીનાં ટોળાએ
….ફેંકી કૈં ચિઠીઓ અષાઢી રે

સીધી લીટીનો સાવ છોકરો, ને પલળ્યો તો બની ગયો બેત્રણ વર્તુલ

છોકરીને શું ? એ તો ઝૂલી,
….તે પછી એને ઘેર જતાં, થયું સ્હેજ મોડું રે
જે કાંઇ થયું, એ તો છોકરાને થયું
….એના સાનભાન ચરી ગયું ‘ઘોડું’ રે

બાપાની પેઢીએ બેસી, તે ચોપડામાં રોજરોજ ચીતરતો ફૂલ

– રમેશ પારેખ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s