છેલ્લે તો આપણે બેજ હોઈશું…!!

ભલે ઝગડીએ,ક્રોધ કરીએ,એકબીજા પર તૂટી પડીએ,

એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.

જે કહેવું હોય એ કહીલે,જે કરવું હોય એ કરીલે,

એકબીજાના ચોકઠા શોધવા છેલ્લે તો આપણે બેજ હોઈશું.

હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,

એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.

આંખો જયારે ઝાંખી થશે,યાદશક્તિ પણ પાંખી થશે,

ત્યારે,એકબીજાને એકબીજામાં શોધવા છેલ્લે તો આપણે બેજ હોઈશું.

ઘુટણ જયારે દુખશે, કેડ પણ વળવાનું મુકશે,

ત્યારે એકબીજાના પગનાં નખ કાપવા,છેલ્લે તો આપણે બેજ હોઈશું.

મારા રીપોર્ટસ તદ્દન નોર્મલ છે,આઈ એમ ઓલરાઈટ ,

એમ કહીને એકબીજાને છેતરવા,છેલ્લે તો આપણે બેજ હોઈશું.

સાથ જયારે છૂટી જશે,વિદાય ની ઘડી આવી જશે,

ત્યારે, એકબીજાને માફ કરવા,છેલ્લે તો આપણે બેજ હોઈશું.

Advertisements

3 thoughts on “છેલ્લે તો આપણે બેજ હોઈશું…!!

  1. I really love this poem..Really nice …Commitment with love , Commitment with own self , commitment with life , commitment with partner …commitment with any Relationship …

    A kavita sari lakhi chhe …

    E kaheva ne E sambhadva apde bane j haishu… 🙂

    Keep it up ..

  2. શું હું આપની આ કવિતા માંગી શકું? આપની જો ના હોય તો, ચોરી શકું? કોઈક ને ભેટ આપવી છે, જે સાથે રહેવાની છે, Thanks,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s