એક છત નીચે બધાનાં થૈ ગયાં જ્યાં મન જુદાં !!

એક છત નીચે બધાનાં થૈ ગયાં જ્યાં મન જુદાં,
એકની એક જ ઘટે ઘટના છતાં વર્ણન જુદાં

સંત હો કે હો શરાબી રંક કે રાજા ભલે,
સર્વ બંધાયા અદીઠા, સર્વનાં બંધન જુદાં.

હાથ તો બંનેઉ એક જ રીતથી જોડે છતાં,
છે ભિખારીનાં જુદાં ને ભક્તનાં વંદન જુદાં.

વૃક્ષો-ફૂલો-પાંદડાં-પંખી બધું એક જ મગર.
હોય છે જંગલ જુદાં ને હોય છે ઉપવન જુદા.

તીર્થ એક જ ને પ્રભુ એક જ અને એક જ સમય,
જેટલી આંખો નિહાળે એટલાં દર્શન જુદાં.

ને સમય જ્યાં સ્હેજ બદલાયો અચાનક એ પછી,
જોઉં છું મિસ્કીન સૌનાં થઈ ગયાં વર્તન જુદાં.

નરસિંહ મહેતા ( ઈ.સ. ૧૪૧૪-૫-૧૪૮૦ આશરે)

નરસિંહ મહેતા ( ઈ.સ. ૧૪૧૪-૫-૧૪૮૦ આશરે)

નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર પાસે તળાજા ગામમાં થયો હતો.નાગર કુટુંબમાં જન્મેલા નરસિંહ મહેતા ક્રુષ્ન ભક્તિમાં રંગાયેલા હતા.તેમણે ક્રુષ્ન ભક્તિના લગભગ સવા લાખ પદોની રચના કરી છે.તેમાં સુદામા ચરિત, શ્રુંગારમાળા, ચાતુરીઑના પદો, દાણલીલા, શામળશાહનો વિવાહ હાર, હુંડી અને મામેરાનાં પદો ઉલ્લેખનીય છે.

intro

અહીં આ કોલમનું નામ ત્રિકોણનો ત્રીજો ખૂણો એટલે આપવામાં આવ્યુ છે કે રોજેરોજ જ્યારે લોકો ભેગા થાય છે ત્યારે ફક્ત બે મત નહીં પણ ઘણાં બધા મત હોય છે.જ્યારે ત્રણ વ્યક્તિ સાથે મળે ત્યારે જો એમાંથી એકની ઉપસ્થિતિ ના હોય ત્યારે બીજા બે તેની જ ચર્ચા કરે છે પછી તે ત્રીજો વ્યક્તિ કોઈ પણ હોય, ચર્ચા ચાલુ રહે છે ત્રીજો વ્યક્તિ બદલાયા કરે છે.આથી અલગ અલગ વિષયની વાતો લઈને આવીશું અહીં ભલે બદલાયા કરે ત્રિકોણનો ત્રીજો ખૂણો….