રોજગારમાં પ્રેમનો એકરાર-સેલ્સમેન

[5] સેલ્સમેન

સાવ રીઝનેબલ અમારા રેટ છે
પ્રેમપત્રોનું અસલ પેકેટ છે
હર સિઝનમાં ચાલતી પ્રોડક્ટ આ –
વાપરો તો દિલ મફતમાં ભેટ છે.

રોજગારમાં પ્રેમનો એકરાર- ટાલ ધરાવનાર

[4] ટાલ ધરાવનાર

હું ઘસાયો એકલો ને તું સદા વ્હેતી ગઈ
‘લ્યો લપસજો’ કહીને લીસ્સા ઢાળ તું દેતી ગઈ
તેં દિધેલો કાંસકો ઝાલીને હું બેસી રહ્યો
બેવફા તું મસ્તકેથી વાળ પણ લેતી ગઈ !

રોજગારમાં પ્રેમનો એકરાર-ટપાલી

[3] ટપાલી

તારી ગલીમાં જાતને વેચ્યા કરું છું હું
તારા પ્રણયના બોજને ખેંચ્યા કરું છું હું
કોની કૃપાથી હું ઘસું છું તારા ઉંબરા ?
પત્રો લખે છે કોક ને વહેંચ્યા કરું છું હું !

રોજગારમાં પ્રેમનો એકરાર-લુહાર

[2] લુહાર

ઘણની સાથે કોની જોડી હોય છે ?
લાગણી ટીપી ને તોડી હોય છે
બેવફા તારા હૃદયની એરણે –
રોજ બદલાતી હથોડી હોય છે !

રોજગારમાં પ્રેમનો એકરાર

[1] સુથાર

છોલવું કારણ વિના એ એમની લત હોય છે
પ્રેમનો રંધો નવો ને રોજ કસરત હોય છે
છે ટકાઉ સાગ જેવું દિલ છતાં વ્હેરાય છે
એમની પાસે નજરની એક કરવત હોય છે

દોસ્તી

“”જોડે ચાલવુ એ “શરુઆત” છે, જોડે રહેવુ એ “પ્રગતી “છે. જોડે જીવવુ એ “જીદંગી” છે, જોડે મરવુ એ “પ્રેમ” છે. પણ અલગ રહીને પણ જોડે રેહવુ એજ “દોસ્તી

જોઇ મેં તારી જાદુગરી

જોઇ મેં તારી જાદુગરી ને મને અણધારી ચોકાવી દીધી,
બતાવી સુરજને અરીસો મને આંધળી બનાવી દીધી.

ચાંદની ચાંદનીને શરમાવીને તેં મને હસાવી દીધી,
બતાવી ફુલોની પથારી, તે મારી ઉંઘ ઉડાડી દીધી.

નજરોના તીર મારીને,તેં મને ઘાયલ બનાવી દીધી,
વગાડી મોરલીને,તે મને નાગણની જેમ ડોલાવી દીધી.

બારીમાં અચાનક ડોકાયને, તે મને ચોકાવી દીધી,
અર્ધી રાતે સપનામાં આવીને તેં,મને જગાડી દીધી.

જીતીને બાજી,તે મારી હારને જિતમા પલટાવી દીધી
સર્વ મૌસમની મૌજ તે મને બાહોમાં ભરીને કરાવી દીધી

સમજાવી ફોસલાવી,તેં મને એકાંતમાં બોલાવી લીધી,
ભરીને મને બાંહોમા,તેં મને અચાનક ચૂમી લીધી.

બાળપંણને નોધારું બનાવી,મેં જવાનીને વધાવી લીધી
ખાધી હતી જે કસમ મેં,તે એક પલમાં તોડાવી દીધી.

(નરેશ ડૉડીયા )

પિતાનું મહત્વ – પુ પ્રમુખસ્વમી.

પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ?

માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છે.  પણ ઘરના આ અસ્તિત્વને આપણે  ક્યારેય

સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ?  પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું  કે

નથી બોલવા માં આવતું.

કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે,  સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે  છે,

દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે.  લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે.  સારી

વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે.

પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે.  આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?

માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે. અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોય છેને ! પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે.
Continue reading

શોધતો હતો ફૂલ ને

શોધતો હતો ફૂલ ને ફોરમ શોધતી હતી, મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.
કયાંક રે આંબો ટહુકયો, એની વનમાં મહેકી વાત,
કમળ જેવો ખીલતો દિવસ, પોયણા જેવી રાત.
શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.
આંખ મીંચું ત્યાં, જૂઈનું ગાલે અડતું ઝાકળફૂલ,
મનમાં હળુક લ્હેરવા લાગે
વ્યોમની કિરણ-ઝૂલ.
શોધતો જેવી પગલી એનો મારગ શોધે મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.

-ચંદ્રકાંત શેઠ

અમે કરીશું પ્રેમ

રાત દિવસનો રસ્તો વ્હાલમ, નહીંતો ખૂટે કેમ?
તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ
તમે રેતી કે હથેળી ઉપર લખો તમારું નામ,
અમે એટલાં ઘેલાં ઘાયલ નહીં નામ કે ઠામ.
તમને તો કોઈ કારણ અમને નહીં
બ્હાના નહીં વ્હેમ,અમે કરીશું પ્રેમ..
તમને વાદળ ધુમ્મસ વ્હાલાં,
અમને ઉજળી રાત;
અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારીજાત.
કહો આંખથી ગંગા જમના વહે એમ ને એમ,
અમે કરીશું પ્રેમ..-સુરેશ દલાલ