એટલું આકાશ ફેલાવી શકું

“એટલું આકાશ ફેલાવી શકું
વાદળોને પાંખ પ્હેરાવી શકું.
રેતશીશીમાં સરકતી રેત છું
વાયરાને કેમ સમજાવી શકું ?
જેમ પંખી માળો શોધે સાંજના
એમ તું આવે તો અપનાવી શકું.
હું ઊગાડું છું તને ખુશબૂસભર,
મૂળમાંથી બીજ પ્રગટાવી શકું.
હાથમાં સરનામું છો તારું રહ્યું,
મન ન હો તો ક્યાંથી હું આવી શકું ?
– અંકિત ત્રિવેદી.”

Advertisements

One thought on “એટલું આકાશ ફેલાવી શકું

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s