હક્કીત તો મેં સંબધોમાં છુપાવી છે

એટલી હક્કીત તો મેં દિલમાં છુપાવી છે
તમે સુંદર છો એ વાત તમોને કહી નથી

એટલી હક્કીત તો મેં સંબધોમાં છુપાવી છે
ચુંબનોની આપલેની વાત તમોને કહી નથી

એટલી હક્કીત તો વિલુપ્તતાની છુપાવી છે
લુપ્ત થવાની ગુપ્ત વાત તમોને કહી નથી

ઍટલી હક્કીત તો મેં આંખોમાં છુપાવી છે
સપનાની વાતો હક્કીતમાં તમોને કહી નથી

એટલી હક્કીત તો મે કાગળમા છુપાવી છે
લખું છું ગઝલ એ વાત તમોને કહી નથી

(નરેશ કે.ડૉડીયા)

પંખી ટહુકો શોધતું આવ્યું

પૂર્નજન્મનું પ્યાસું કોઇ પંખી ટહુકો શોધતું આવ્યું
ઝાડ સાથેનું ગયા ભવનું કોઇ લેણું યાદ આવ્યું

માળો વિખાયો પહેલાની વાતોનું કંઇ યાદ આવ્યુ
લીલી ડાળૉમાં વહેતું કલરવનુ ઝરણું યાદ આવ્યું

ટહુકાઓથી શણગારવાનુ પંખીને દ્રશ્ય યાદ આવ્યું
નાના મોટા સૌ ભાંડેરાનું એ યોગદાન યાદ આવ્યું

સમણાઓ ભરી વિંહગોનું ઉડતું વ્હાલ યાદ આવ્યું
પાંખોથી નભે રંગ ભરવાનું એ સમણું યાદ આવ્યું

ઝુકેલા ઝાડને જોઇને પોતે કરેલા લાડ યાદ આવ્યા
ઝાડીં-ઝાખરાઓમાં ખોવાયેલું બચપન યાદ આવ્યું

પંખીએ ઝાડને પુછયું,મને જોઇ તને કૈં યાદ આવ્યું?
સુકાયેલી ડાળની આંખમાંથી મોટું આંસું દડી આવ્યું

(નરેશ કે.ડૉડીયા)

વિઝા ની કેટેગરી જોઈ લેવીજોઈએ..

વિઝા ની કેટેગરી જોઈ લેવીજોઈએ..
ગીર નાં જંગલ માંથી એક સિંહ ને પ્રાણીસંગ્રહાલયમાં લાવવા માં આવ્યો.
વન માં બેહદ રીતે વિહાર કરતો સિંહ પીંજરા માં એવી રીતેકેદ થયી ગયો જાણે કોઈ
ગરીબ બાપ ની રૂપાળી દીકરી અમીર નાં બંગલા માંબંદીવાન બને છે.
જમવા નો સમય થયો એટલે સિંહ ને વજન પ્રમાણે માંસઆપવા માં આવ્યું.
… સિંહે ડીશ હડસેલી ને ત્રાડ નાખી,
” હું જંગલ નો રાજા છું, કોઈ ડાયાટીશિયન ની હડફટે ચડેલો મiણસ નથી,
કે જોખી જોખી ને – તોળી તોળી ને જમવા બેસું !! બીજું, હુંભૂખ લાગે ત્યારે શિકાર
ની પાછળ દોડી ને- તેની સાથે યુદ્ધ કરી ને , તેને મારી ને–મેહનત કરી ને માંસ
ખાવા નો આદિ છું. મારે કયા જનમ નાં પાપ ની ડીપોઝીટપાકી કે મારે બીજા નું
મારણ કરેલું ખાવું પડે છે ? મન` મહેરબાની કરી ને મુક્તકરો નહિ તો હું આપઘાત કરી લઈશ ……!!!!!!!!”

સિંહે આત્મવિલોપન ની ચીમકી આપી એટલેઝૂ મેનેજર બોલ્યા ,
” મુક્ત વિહાર કરવા નું તો તારા નસીબ માં નથી પરંતુઅમે થોડાક પ્રાણિયો ને અમેરિકા મોકલવા ના છીએ. તેમાંહું તારૂ નામ ગોઠવી આપીશ.
ગમે તેમ તને વિઝા અપાવી દઈશ. ”

સિંહ ભારતીય હોવાથી તેના લોહી માં બિન-ભારતીયથવાની
તાલાવેલી હતી જ. તેથી સિંહે તેની કક્ષા થી નીચે ઉતરી નેબે
પગે ઉભા થઇ એવી રીતે સલામ ભરી કે જે રીતે
દીકરી ને પરદેશ પરણાવવા માટે ગમે તે કરવા તૈયાર
થયેલો બાપ પોતાના વેવાઈ ને સલામ કરે છે !!

સિંહ માટે ઝંખના માર્ગ બની ગઈ અને તે અમેરિકા પોહચીગયો.

નો સમય થયો એટલે ગોરો ઝૂ-કર્મચારી બે ડઝન કેળા
આપી ગયો ! સિંહ ને થયું કે આજે કદાચ અગીયારસ હશેઅને ઇન્ડિયન કરતા
એન- આર – આઈ વધુ ધાર્મિક હોવાથી ગોરો મનેઉપવાસ કરાવવા
માંગે છે. સિંહે પેહલા દિવસે તો ધોળિયા ની શરમેધરમ કરી લીધો.

પરંતુ બીજા દિવસે ફરી પાછું જમવા માં કેળા આવ્યા એટલેસિંહે ત્રાડ પાડવા ને બદલે
(આમેય ત્યાં ત્રાડ નાં પાડી શકાય ભાઈ) સભ્યતા થી કારણ
પૂછ્યું ત્યારે ગોરા કર્મચારી એ જવાબ આપ્યો,
**
” તમને
વાંદરા નાં વિઝા પર લાવવા માં આવયા છે. !!!!!

એવુ કોણ જે બંધન બની જશે ?

જ્યારે કલા, કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે .

શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે,
તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે .

જે કંઈ હું મેળવીશ હમેશા નહીં રહે ,
જે કંઈ તું આપશે તે સનાતન બની જશે.

મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં,
ન્હોતી ખબર કે દર્દનું વાચન બની જશે.

તારો સમય કે નામ છે જેનું ફકત સમય,
એને જો હું વિતાવું તો જીવન બની જશે .

તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા !
મારું છે એવુ કોણ જે બંધન બની જશે ?

આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’
શંકા વધી જશે તો સમર્થન બની જશે .

– ‘મરીઝ

 

ઓછી મદિરા છે, ને ગળતું જામ છે..!!

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

– ‘મરીઝ’

 

ભગવાન ના વારસ બની જઈએ

ચાલો સાથે મલી ભગવાન ના વારસ બની જઈએ.

શરત બસ એટલી છે સૌ પ્રથમ માણસ બની જઈએ.

હવે એક રસ્તો છે તમાશા દુર કરવાનો,

બધા વેશ ખંખેરી ફરી બાળક બની જઈએ…………….

મારો પરિચય નથી આ જગમાં

એમ તો કોઇનેય મારો પરિચય નથી આ જગમાં,
તારા સ્મરણોને મારું સરનામું ક્યાંથી મળતું હશે?
અફાટ રણને ગટગટાવી પી રર્હ્યો છુ એજ આશમાં,
એકાદ બુંદ તો એમાં તારી ઊર્મિનુંયે ભળ્યું હશે!
-Mehul Trivedi

મંદિર તમારી ભીતર

ધર્મ? એ વળી કઇ બલાનું નામ છે?
હું તો માત્ર જીવનને જાણું છું.
જીવન એટલે ખેતર, દ્રાક્ષવાટિકા.
મંદિર તમારી ભીતર છે.
તમે જ છો એ મંદિરના પૂજારી!
-Mehul Trivedi