શબ્દો વગર સમજે તે જીવનસાથી

યુવા

શબ્દો વગર સમજે તે જીવનસાથી

લગ્નજીવનમાં મેળવવા કરતાં આપવાની ભાવના જ સંબંધને પરિપક્વ બનાવે છે. એના માટે  તમારા પાટર્નરની પસંદ નાપસંદનું પણ ધ્યાન રાખો. મોટે ભાગે દરેક લોકો એવંુ જ ઇચ્છે છે કે તેમને એવા લાઇફ પાર્ટનર મળે જે તેમની ભાવનાઓ અને ઇચ્છાઓને સમજે, પરંતુ લાઇફ પાર્ટનરની પણ કેટલીક ઇચ્છાઓ હોય તે પણ એવાં જ સપનાં જોતા હશે કે તેમના પાર્ટનર પણ તેમને સમજે.

મૌન પણ ભાષા બને છે કોક દિ જોજો,
શબ્દ પણ જ્યારે સાવ ચીલો ચાતરે.

લગ્નનો સંબંધ એ આખા જીવનભરનો સંબંધ છે, તેમાં પ્રેમ અને વિશ્વાસ મેળવવા માટે પણ સામે પ્રેમ અને વિશ્વાસ આપવો પડે છે. શું ધ્યાન રાખશો સંબંધને વધુ મજબૂત કરવા માટે?
જ્યારે પણ કોઈ અણગમતી વાત બને તો તરત જ રિએક્ટ ના કરતાં સામેની વ્યક્તિની બધી જ વાત પૂરી સાંભળો પછી શાંતિથી વિચારીને જવાબ આપો.
તમારા જીવનસાથીને નાની નાની કઈ વાતથી ખુશી મળે છે તે વસ્તુઓને મહત્ત્વ આપો અને તે કરો, આ ઝીણી ઝીણી વાતો ગાઢ આત્મીયતા બાંધી આપશે આપની વચ્ચે…
એકધાર્યું જીવન ના જીવતાં અમુક અમુક સમયે લાઇફ પાર્ટનર માટે સરપ્રાઇઝનું આયોજન પણ કરતા રહો.
તમારા બિઝી શિડ્યુલમાં પણ દિવસનો ચોક્કસ સમય તમારે લાઇફ પાર્ટનર માટેનો રાખવો જોઈએ, જેમાં તમે તેમની સાથે તમારી અંગત પળો શેર કરી શકો.
જો લાઇફ પાર્ટનરથી કંઈ ભૂલ થાય તો તેને જાહેરમાં ના જણાવતાં એકાંતમાં એ બાબત પર તેમનું ધ્યાન દોરો અને જાહેરમાં જેતે પરિસ્થિતિને સંભાળી લો.
દરેક વખતે ફરિયાદ ન કરતાં તે જ સમયે શાંતિથી તેની સમક્ષ પોતાની વાત રજૂ કરો.
સામેની વ્યક્તિની ખુશી માટે થોડું જતું કરવાની ભાવના રાખો, તમારા વિચારો બીજા પર થોપવાની કોશિશ ના કરો.
દરેક વ્યક્તિમાં સારા અને નરસા ગુણ હોય છે, તેથી તમારા લાઇફ પાર્ટનરના સારા ગુણોને મહત્ત્વ આપો અને બીજાની આગળ તેની અવગણના ન કરો.
આવી નાની નાની લાગતી બાબતો પણ જીવનને ઘણી ઊંચાઈ પર લઈ જતી હોય છે.

-પ્રકૃતિ ઠાકર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s