તારી યાદ ચિક્કા્ર આવે..

આજે કોઇ એવી રીતે બનતો ચમત્કાર આવે, 
મીચુ હુ આંખ, ને તારી યાદ ચિક્કા્ર આવે..

હુ જ્યારે જોઉ જળ-વાદળ ઍકાકાર આવે,
તો મને લાગે, જાણે આપણૉ આકાર આવે..

જો તારા મુખ માંથી બસ એક મારુ નામ આવે,
તો મને લાગે, જાણે કે સ્વપ્ન સાકાર આવે..

જો તારો મારા માટે પ્રેમ નો પ્રસ્તાવ આવે,
તો મને લાગે, જાણે સ્વર્ગ થી સત્કાર આવે..

"સંકેત ભટ્ટ્"


પ્રેમ ની કોઇ ભાષા નથી

પ્રેમ ની કોઇ ભાષા નથી ,
પ્રેમ ની કોઇ વ્યાખ્યા નથી ,

પ્રેમ એટલે નિર્દોષ બાળક્ની આંખ ,
પ્રેમ એટલે નિર્દોષ પારેવાની પાંખ ,

પ્રેમ એટલે ઘટાદાર વૃક્ષ ની છાયા ,
પ્રેમ એટલે કૃષ્ણ ની જ બધી માયા ,

પ્રેમ એટલે વિસ્વાસ , પ્રેમ એટલે જીવન
(મેહુલ ત્રિવેદી)

ક્યારેક પ્રકુતિનો પણ વિચાર કરો

ક્યારેક પ્રકુતિનો પણ વિચાર કરો

સિમેન્ટ,કોન્ર્ક્રીટના જંગલો ભલે બનાવો,
પણ મકાનોમાં ક્યારેક અસલી ફૂલ છોડ તો ઊગાડો

સુપરમોલમાં શાકભાજી ખરીદવા ભલે જાવ,
પણ ક્યારેક પ્લાસ્ટીકના બદલે કાગળ પણ વાપરો

પ્રાણીઓને જોવા ઝૂ માં ભલે જાવ,
પણ ક્યારેક ઘર-આંગણે પાણીનું કુંડુ તો મુકો

ચીઝ, બટર, મિલ્ક પ્રોડક્ટ ભલે વાપરો,
પણ ક્યારેક ગાયને રોટલી તો ખવડાવો

ક્યારેક પ્રકુતિનો પણ વિચાર કરો

-પ્રકુતિ ઠાકર.

happy environment day

કુદરત કામ કરે છે એ નક્કી છે

કુદરત કામ કરે છે એ નક્કી છે…

ભલે દેખાય નહી , પણ એ છે ક્યાંકએ નક્કી છે….

જતા હોઈયે ક્યારેક કોઈ કામ કરવાતો હ્રદય રોકે છે એ નક્કી છે….

ન હોય જો આપણી માટે બરોબર કંઇકતો એ ઇશારો કરે એ નક્કી છેં…

સમજતા આપણને નથી આવડતુંએ વાત અલગ છેં…પણ એ સમજાવે છેં એ પણ નક્કી છેં..

Mehul Trivedi

દુ;ખ આવ્યુ ને શ્રધ્ધા જાગી

દુ;ખ આવ્યુ ને શ્રધ્ધા જાગી,
મારી નીંદરતો એમ જ ભાગી

છે દરેક સુર સાચા અને અનુરાગી,
વિશ્વાસનાં તાંતણે લાગણીને માંગી

દિલમાં કાનાની ભક્તિ જાગી,
જુઓતો તેની વાંસળી પણ વાગી

-પ્રકૃતિ ઠાકર.

પ્રેમ ની કોઇ ભાષા નથી

પ્રેમ ની કોઇ ભાષા નથી ,
પ્રેમ ની કોઇ વ્યાખ્યા નથી ,

પ્રેમ એટલે નિર્દોષ બાળક્ની આંખ ,
પ્રેમ એટલે નિર્દોષ પારેવાની પાંખ ,

પ્રેમ એટલે ઘટાદાર વૃક્ષ ની છાયા ,
પ્રેમ એટલે કૃષ્ણ ની જ બધી માયા ,

પ્રેમ એટલે વિસ્વાસ , પ્રેમ એટલે જીવન
(મેહુલ ત્રિવેદી)

એક છોકરો એન્જીનીઅર થઈ ગયો…

એક છોકરો એન્જીનીઅર થઈ ગયો…
ગઈકાલે બલદેવની ચા પીતો છોકરો
હવે કોફી પીતો થઈ ગયો…
ગઈકાલનો જીન્સ – ટી શર્ટ પહેરતો છોકરો
આજે ફોર્મલ્સ પહેરતો થઈ ગયો…
ગઈકાલનો છોકરી પાછળ ભાગતો છોકરો
આજે કસ્ટમર પાછળ દોડતો થઈ ગયો…
રોજ કોલેજની કેન્ટીનમાં જલસાથી ખાતો છોકરો
પથેટિક(Pathetic) ટીફીન ખાતો થઈ ગયો…
ગઈકાલનો હોન્ડા પર ફરતો છોકરો
આજે ટ્રેનમાં અપડાઉન કરતો થઈ ગયો….
અને તો પણ લોકો કે છે કે-
“વાહ તમારો દીકરો તો એન્જીનીઅર થઈ ગયો…!”

શબ્દો ગમે છે

શબ્દો ગમે છે,,

પણ તમારા છે એટલે ખાસ ગમે છે

વાતો કરવી ગમે છે,,

પણ તમારી સાથેની તો ખાસ ગમે છે,

મહેફીલ જમાવવી ગમે છે,,

પણ તમે આવો છો એ રંગત ઔર ગમે છે,

સમય તો પસાર થાય છે,,

પણ તમારી સાથે નો “ખાસ” થાય છે.

મોબાઈલ રેન્જ

કાળિયા વરસાદ તને પરણાવી ધરતીને, દીધો છે સેલફોન દહેજમાં,
અષાઢી મેઘ મૂવા ક્યાં તું ભરાણો, આજ તારો મોબાઈલ નથી રેન્જમાં.

આઠ આઠ માસે પણ પૂરી ન થાય, તારી નોકરીમાં કેવી છે પાળી,
સૂરજને ચંદાને રાજી કરવામાં, આજ ભૂલી ગયો તું ઘરવાળી.
કી પેઈડ દડબડતા આંસુડા દાબે, એને જાતા ન આવડે મેસેજમાં.
આજ તારો મોબાઈલ નથી રેન્જમાં …

લાગણીનું પ્રીપેઈડ ખાલી કરીને, હવે મિસકોલ કરતી મીસીસ છે,
ફુરસદમાં સહેજ હવે વરસીને વાંચ, એની આંખોમાં ચાર પાંચ થીસીસ છે,
બેટરીની જેમ એનું બી.પી. થાય લો, તારો આવે મોબાઈલ એન્ગેજમાં.
આજ તારો મોબાઈલ નથી રેન્જમાં …

– ગૌરાંગ ઠાકર