મોબાઈલ રેન્જ

કાળિયા વરસાદ તને પરણાવી ધરતીને, દીધો છે સેલફોન દહેજમાં,
અષાઢી મેઘ મૂવા ક્યાં તું ભરાણો, આજ તારો મોબાઈલ નથી રેન્જમાં.

આઠ આઠ માસે પણ પૂરી ન થાય, તારી નોકરીમાં કેવી છે પાળી,
સૂરજને ચંદાને રાજી કરવામાં, આજ ભૂલી ગયો તું ઘરવાળી.
કી પેઈડ દડબડતા આંસુડા દાબે, એને જાતા ન આવડે મેસેજમાં.
આજ તારો મોબાઈલ નથી રેન્જમાં …

લાગણીનું પ્રીપેઈડ ખાલી કરીને, હવે મિસકોલ કરતી મીસીસ છે,
ફુરસદમાં સહેજ હવે વરસીને વાંચ, એની આંખોમાં ચાર પાંચ થીસીસ છે,
બેટરીની જેમ એનું બી.પી. થાય લો, તારો આવે મોબાઈલ એન્ગેજમાં.
આજ તારો મોબાઈલ નથી રેન્જમાં …

– ગૌરાંગ ઠાકર

અચાનક અંત આવે

ના બનેલી એક ઘટનાનો અચાનક અંત આવે,
સૂર્ય ડૂબ્યો, કોઈ પડછાયાની તો યે ગંધ આવે.

માર્ગ લંબાતો ગયો ને જાય વધતી આ તરસ પણ,
આ સફરમાં માત્ર રણ આવે ને રણમાં ઊંટ આવે.

દોરડે બંધાય મુશ્કેટાટ સઘળી ભીની ઇચ્છા,
દોડવા માટે ચરણને ક્યાં દિશા કે પંથ આવે ?

રાતભર કાતિલ પ્રતીક્ષા બાદ ખોલું દ્વાર ત્યારે,
આભમાંથી તૂટી જઈને રિક્ત ઘરમાં ચંદ્ર આવે.

આટલામાં ક્યાંક ખોવાઈ ગયું હોવાપણું લ્યો,
શોધવા એને નયન આવે પરંતુ અંધ આવે.

હાથમાં તલવાર ખુલ્લી રાખીને તાક્યા કરે કૈં,
કાળી રાતો લઈ અજંપો શ્વેત – ઢગલેબંધ આવે.

જિંદગી ખુદ સાવ કોરો એક કાગળ હોય જાણે,
એની પર બે અક્ષરોનો કોણ લઈ આનંદ આવે ?

– ડૉ. દિલીપ મોદી

ભગવાન ના વારસ બની જઈએ

ચાલો સાથે મલી ભગવાન ના વારસ બની જઈએ.

શરત બસ એટલી છે સૌ પ્રથમ માણસ બની જઈએ.

હવે એક રસ્તો છે તમાશા દુર કરવાનો,

બધા વેશ ખંખેરી ફરી બાળક બની જઈએ…………….

મારો પરિચય નથી આ જગમાં

એમ તો કોઇનેય મારો પરિચય નથી આ જગમાં,
તારા સ્મરણોને મારું સરનામું ક્યાંથી મળતું હશે?
અફાટ રણને ગટગટાવી પી રર્હ્યો છુ એજ આશમાં,
એકાદ બુંદ તો એમાં તારી ઊર્મિનુંયે ભળ્યું હશે!
-Mehul Trivedi

મંદિર તમારી ભીતર

ધર્મ? એ વળી કઇ બલાનું નામ છે?
હું તો માત્ર જીવનને જાણું છું.
જીવન એટલે ખેતર, દ્રાક્ષવાટિકા.
મંદિર તમારી ભીતર છે.
તમે જ છો એ મંદિરના પૂજારી!
-Mehul Trivedi

કૌભાંડો ની વણજાર

આઈપીએલ ની ક્માલ ,
શશી થરુર ની ધમાલ્

કોમન વેલ્થ ની કમાલ ,
કલમાડી ની ધમાલ

આદર્શ સોસાયટી ની કમાલ ,
ચવ્હાણ ની ધમાલ્

ટેલીકોમ ની કમાલ ,
રાજા ની ધમાલ્

કોંગ્રેસ ની કમાલ ,
કૌભાંડો ની વણજાર …….
(મેહુલ ત્રિવેદી)

યાદો જતી નથી

યાદો જતી નથી
વાતો થતી નથી
રાહ જોઉ છુ શેની
કે કોની ખબર નથી
રાતો જતી નથી
દિવસો વહી જાય છે
મેહુલ ના તમારી યાદ માં
તમારી રાહ માં
ક્યારે પ્રગટ થશો
તેની ખબર નથી
યાદો જતી નથી
વાતો થતી નથી
(મેહુલ ત્રિવેદી)

અહીં તો બસ કૌભાંડ છે

રમત માટે હોય કે સૈ નિકો માટે
અહીં તો બસ કૌભાંડ છે,

વિલેજ હોય કે સોસાયટી
અહીં તો બસ કૌભાંડ છે,

આદર્શ હોય કે વેલ્થ
અહીં તો બસ કૌભાંડ છે,

કલમાડી હોય કે ચવ્હાણ
નામ જ બદનામ છે
અહીં તો બસ કૌભાંડ છે,
(મેહુલ ત્રિવેદી)

એક હાથે મને મેં તરછોડ્યો

ખૂબ ઊંચે પડી ગયો છું હું
છેક નીચે પડી ગયો છું હું

એક હાથે મને મેં તરછોડ્યો
અન્ય હાથે અડી ગયો છું હું

મેં મને ખૂબ ખૂબ ઘૂંટ્યો છે
ને મને આવડી ગયો છું હું

થાય છે કે ફરીથી બંધાઉં
સામટો ગડગડી ગયો છું હું

બંધ થઇ જાઉં આજ શબ્દ બની
એટલો ઊઘડી ગયો છું હું

-મનહર મોદી