ઈશ્વર

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,
તું કેવો અક્સ્માતથી સર્જાય છે ઈશ્વર.

હેઠો મૂકાશે હાથને ભેગા થશે પછી જ,
કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર.

જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,
લાગે છે તને દૂરનાં ચશ્માં ય છે ઈશ્વર.

કે’ છે તું પેલા મંદિરે છે હાજરાહજૂર,
તું પણ શું ચકાચોંધથી અંજાય છે ઈશ્વર ?

થોડા જગતના આંસુઓ, થોડા મરીઝના શે’ર,
લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર ?

એનામાં હું ય માનતો થઈ જાઉં છું ત્યારે,
મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર.

– સૌમ્ય જોશી

દીકરી મારી લાડકવાયી – મનહર ઊધાસ

 

દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર

દીકરી તારા વહાલ નો દરિયો જીવનભર છલકાય
પામતા જીવન માતપિતા નું ધન્ય થયી જાય
એક જ સ્મિત માં તારા ચમકે મોતીડા હાજર
દીકરી મારી લાડકવાયી

ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ
રમતા થાકી ને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર
રૂપ માં તારા લાગે મને પરી નો અણસાર
દીકરી મારી લાડકવાયી

કાલી ઘેલી વાણી થી ઘર ઘૂઘરો થઇ ને ગુંજે
પ પ પગલી ચલાવતા બાપ નું હૈયું ઝૂમે
દીકરી તું તો માતપિતા નો સાચો છે આધાર
દીકરી મારી લાડકવાયી

હૈયા ના ઝૂલે હેત ની દોરી બાંધી તને ઝુલાવું
હાલરડાં ની રેશમી રજાઈ તને હું ઓઢાડું
પાવન પગલે તારા મારો ઉજળો છે સંસાર
દીકરી મારી લાડકવાયી

દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર

ઘુવડ કરી રહ્યુ છે સુરજ ની વાતો

બુદ્ધીની વાતો, ને સમજ ની વાતો..
ઘુવડ કરી રહ્યુ છે સુરજ ની વાતો..

એ હતા ઉતાવળમાં એટલે દોસ્તો….
બે ઘડી બેસી કરી ગયા ધિરજ ની વાતો

– વિઝન રાવલ ” વિજ “

ઊડાણ ની વાતો..

 

મોજા ની વાતો ને તાણ ની વાતો,
કિનારા કરી રહ્યા છે વાહાણ ની વાતો..

પુછવું હોય તો મોતી ને પુછજો તમે,
બુદબુદા શુ કરશેૂં ઊડાણ ની વાતો..

આ હરતી ફરતી લાશો સૌ છે ગુંગી,
ને કબ્રસ્તાન કરે છે રમખાણ ની વાતો..

– વિઝન રાવલ ” વિજ “

એક પંખીને પારધી થી.. પ્રેમ થઇ ગયો..!!

ખુદ કુદરત ને અચરજ છે કેમ થઈ ગયો..!!
એક પંખીને પારધી થી.. પ્રેમ થઇ ગયો..!!

” વિઝન રાવલ “

….તો કહેશો જરા..?

બદલાયેલ બદલાયેલ કેમ છે વાતાવરણ કહેશો જરા..
“વિજ” વર્ષો બાદ આવ્યા ક્યાથી સ્મરણ કહેશો જરા..

શું એ દર્દ,આંસુ ને રુદન માં હજુ ઉણપ રહિ ગઇ હતી ?
રુજાએલ જખ્મો ફરી ખોતરવાનું શું છે કારણ કહેશો જરા..

સ્વજનોનાં સાથ તરછોડી, સમાજ માટે સમજ છોડી..
રચ્યુ છે તમે ભલા કેવું આ, સમિકરણ કહેશો જરા..

મિત્રતાનું ઉપવન જ્યાં બે-ચાર ફુલોય હતા કૈ યાદ છે..
શિદને મ્રુગજળ પામવા પહોચી ગયા રણ કહેશો જરા..

માત્ર ખુલાસાઓ ને દિલાસાઓ,કે સંજોગોનાં બહાનાઓ
સિવાય જો કહેવાનું બાકિ હોય કઇપણ..તો કહેશો જરા..?

 

– “વિજ”    વિઝન રાવલ

શું કુદરતને પણ કલયુગનો રંગ લાગ્યો?

શું કુદરતને પણ કલયુગનો રંગ  લાગ્યો?

માણસ પાર્ટી કે મીટીંગમાં રાહ જોવડાવીને આવે છે,
તેમ વરસાદ પણ રાહ જોવડાવીને આવે છે.

માણસ ગાંડો થાય તો ધરતી ધ્રુજાવે છે,
તેમ કુદરત પણ કોઁકરીટથી કંટાળી ભૂકંપ લાવે છે.

માણસ પોતાના ગુસ્સાથી આગ ઓકે છે,
તેમ કુદરત પણ ગ્લોબલ વોર્મિંગથી આગ ઓકે છે.

માણસ હાઇટેક બની પાણી ઉપર પણ રસ્તો બનાવે છે,
તેમ કુદરત પણ ત્સુનામી લાવી રસ્તા/શહેર પર પાણીમાં ફેરવી દે છે.

-પ્રકુતિ ઠાકર

પ્રક્રુતિ પરોવાય છે.

“પ્રક્રુતિ પરોવાય છે…”

પ્રણય તો ખીલે છે આગમાં પણ,
મહેકની કમી મહેસુસ થાય છે બાગમાં પણ,

નવી શ્રુષ્ટિ તો રચાય છે રાખમાં પણ,
જીવનનો મર્મ મળી જાય છે ખાખમાં પણ,

ડાઘા તો રહી જાય છે સફેદીના ઝાઘમાં પણ,
કવિતાઓ રચાઈ જાય છે ક્યારેક બેરાગમાં પણ,

શોધવા જતા ગુણો મળશે કાળા કાગમાં પણ,
જો જો સંભાળજો કોઇ દગો ન કરી જાય મિત્રતાનાં સ્વાંગમાં પણ,

ઉધઈ તો થઈ જાય છે સાચા સાગમાં પણ,
પણ પ્રક્રુતિ પરોવાય છે રણના ધાગમાં પણ….
-પ્રકુતિ ઠાકર

“પ્રક્રુતિ નો પરિચય”

“પ્રક્રુતિ નો પરિચય”

હું પ્રક્રુતિ,

હસતી ખેલતી રમતી કુદતી,

જીવનની દરેક ક્ષણોને જીવી જણતી

હું પ્રક્રુતિ,

દુ;ખના ડુંગરોને સ્માઈલમાં સંતાડતી,

જવાબદારીઓને શોખ બનાવી લેતી

હું પ્રક્રુતિ,

જેમ કવિતામાં વિષય વસ્તુને આવરી લેતી,

તેમ હંમેશા દુ;ખ ભૂલાવી સુખનુ વિશ્લેષણ કરતી

હું પ્રક્રુતિ,

દિલથી વિચરો તો ચંચળ હરણી,

દિમાગથી વિચરો તો ધિરગંભીર પ્રક્રુતિ

કલ્પનની દુનિયમાં રહીને હકીકતોથી વાકેફ કરાવતી,

નાના શહેરની પણ જગની ઉંચાઈઓ આંબવા ઈચ્છતી

હું પ્રક્રુતિ,

ધમૅ અને સચ્ચાઈ સામે નાનીશી રાજકુમારી બનતી,

છળ,કપટ,પ્રપંચ સામે રાણી લક્ષ્મીબાઈ બનતી

હું પ્રક્રુતિ

ક્યારેક પ્રકુતિનો પણ વિચાર કરો

ક્યારેક પ્રકુતિનો પણ વિચાર કરો

સિમેન્ટ,કોન્ર્ક્રીટના જંગલો ભલે બનાવો,
પણ મકાનોમાં ક્યારેક અસલી ફૂલ છોડ તો ઊગાડો

સુપરમોલમાં શાકભાજી ખરીદવા ભલે જાવ,
પણ ક્યારેક પ્લાસ્ટીકના બદલે કાગળ પણ વાપરો

પ્રાણીઓને જોવા ઝૂ માં ભલે જાવ,
પણ ક્યારેક ઘર-આંગણે પાણીનું કુંડુ તો મુકો

ચીઝ, બટર, મિલ્ક પ્રોડક્ટ ભલે વાપરો,
પણ ક્યારેક ગાયને રોટલી તો ખવડાવો

ક્યારેક પ્રકુતિનો પણ વિચાર કરો

-પ્રકુતિ ઠાકર.

happy environment day