ઘુવડ કરી રહ્યુ છે સુરજ ની વાતો

બુદ્ધીની વાતો, ને સમજ ની વાતો..
ઘુવડ કરી રહ્યુ છે સુરજ ની વાતો..

એ હતા ઉતાવળમાં એટલે દોસ્તો….
બે ઘડી બેસી કરી ગયા ધિરજ ની વાતો

– વિઝન રાવલ ” વિજ “

Advertisements

ઊડાણ ની વાતો..

 

મોજા ની વાતો ને તાણ ની વાતો,
કિનારા કરી રહ્યા છે વાહાણ ની વાતો..

પુછવું હોય તો મોતી ને પુછજો તમે,
બુદબુદા શુ કરશેૂં ઊડાણ ની વાતો..

આ હરતી ફરતી લાશો સૌ છે ગુંગી,
ને કબ્રસ્તાન કરે છે રમખાણ ની વાતો..

– વિઝન રાવલ ” વિજ “

એક પંખીને પારધી થી.. પ્રેમ થઇ ગયો..!!

ખુદ કુદરત ને અચરજ છે કેમ થઈ ગયો..!!
એક પંખીને પારધી થી.. પ્રેમ થઇ ગયો..!!

” વિઝન રાવલ “

….તો કહેશો જરા..?

બદલાયેલ બદલાયેલ કેમ છે વાતાવરણ કહેશો જરા..
“વિજ” વર્ષો બાદ આવ્યા ક્યાથી સ્મરણ કહેશો જરા..

શું એ દર્દ,આંસુ ને રુદન માં હજુ ઉણપ રહિ ગઇ હતી ?
રુજાએલ જખ્મો ફરી ખોતરવાનું શું છે કારણ કહેશો જરા..

સ્વજનોનાં સાથ તરછોડી, સમાજ માટે સમજ છોડી..
રચ્યુ છે તમે ભલા કેવું આ, સમિકરણ કહેશો જરા..

મિત્રતાનું ઉપવન જ્યાં બે-ચાર ફુલોય હતા કૈ યાદ છે..
શિદને મ્રુગજળ પામવા પહોચી ગયા રણ કહેશો જરા..

માત્ર ખુલાસાઓ ને દિલાસાઓ,કે સંજોગોનાં બહાનાઓ
સિવાય જો કહેવાનું બાકિ હોય કઇપણ..તો કહેશો જરા..?

 

– “વિજ”    વિઝન રાવલ