કુદરત કામ કરે છે એ નક્કી છે

કુદરત કામ કરે છે એ નક્કી છે…

ભલે દેખાય નહી , પણ એ છે ક્યાંકએ નક્કી છે….

જતા હોઈયે ક્યારેક કોઈ કામ કરવાતો હ્રદય રોકે છે એ નક્કી છે….

ન હોય જો આપણી માટે બરોબર કંઇકતો એ ઇશારો કરે એ નક્કી છેં…

સમજતા આપણને નથી આવડતુંએ વાત અલગ છેં…પણ એ સમજાવે છેં એ પણ નક્કી છેં..

Mehul Trivedi

દોષ જોવાની કુટેવ

એક વાર માણસે કોયલને પૂછયું કે
કોયલ તારામાં કાળાશ ન હોત તો
તું કેટલી સારી હોત?

…એક વાર માણસે સાગરને પૂછયું કે
……સાગર તારામાં ખારાશ ન હોત તો
તું કેટલો સારો હોત?

વળી, એક વાર તેણે ગુલાબને પૂછયું કે
કોયલ તારામા કંટંક ન હોત તો
તું કેટલું સારું હોત?

આ સાંભળી કોયલ, સાગર અને ગુલાબ
ત્રણેય એક સાથે બોલી ઉઠયા………..
હે માનવ!!! તારામા બીજાના દોષ જોવાની
કુટેવ ના હોત તો તું કેટલો સારો હોત?…..

કેસર કેરી

કેસર કેરીનો મજેદાર પમરાટ છે…!

દરિયાની મધુર લહેર છે,
વરસાદી મોસમની મહેર છે,
…વિકસતા ધમધમતા શહેર છે.
સૂકાઈ ગયેલ પાણીની નહેર છે,
ચારેકોર ગરમીની કહેર છે,

ગરમીનો ઉકળાટ છે,
રંગ લેતી કેરીનો ચળકાટ છે,
રસ જોઈ ચેહેરાનો મલકાટ છે,
કેસર કેરીનો મજેદાર પમરાટ છે,

+++++++++++++++++++
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત.

મારો પરિચય નથી આ જગમાં

એમ તો કોઇનેય મારો પરિચય નથી આ જગમાં,
તારા સ્મરણોને મારું સરનામું ક્યાંથી મળતું હશે?
અફાટ રણને ગટગટાવી પી રર્હ્યો છુ એજ આશમાં,
એકાદ બુંદ તો એમાં તારી ઊર્મિનુંયે ભળ્યું હશે!
-Mehul Trivedi

કૌભાંડો ની વણજાર

આઈપીએલ ની ક્માલ ,
શશી થરુર ની ધમાલ્

કોમન વેલ્થ ની કમાલ ,
કલમાડી ની ધમાલ

આદર્શ સોસાયટી ની કમાલ ,
ચવ્હાણ ની ધમાલ્

ટેલીકોમ ની કમાલ ,
રાજા ની ધમાલ્

કોંગ્રેસ ની કમાલ ,
કૌભાંડો ની વણજાર …….
(મેહુલ ત્રિવેદી)

યાદો જતી નથી

યાદો જતી નથી
વાતો થતી નથી
રાહ જોઉ છુ શેની
કે કોની ખબર નથી
રાતો જતી નથી
દિવસો વહી જાય છે
મેહુલ ના તમારી યાદ માં
તમારી રાહ માં
ક્યારે પ્રગટ થશો
તેની ખબર નથી
યાદો જતી નથી
વાતો થતી નથી
(મેહુલ ત્રિવેદી)

અહીં તો બસ કૌભાંડ છે

રમત માટે હોય કે સૈ નિકો માટે
અહીં તો બસ કૌભાંડ છે,

વિલેજ હોય કે સોસાયટી
અહીં તો બસ કૌભાંડ છે,

આદર્શ હોય કે વેલ્થ
અહીં તો બસ કૌભાંડ છે,

કલમાડી હોય કે ચવ્હાણ
નામ જ બદનામ છે
અહીં તો બસ કૌભાંડ છે,
(મેહુલ ત્રિવેદી)

પહેલો પ્રેમ અધુરો રહી ગયો

“ખબર નથી એને હું શું કહી ગયો
પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો
મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે..
જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો
બિલકુલ ન હતો ગમ મને હ્યદયમાં….
બધુ જ ચુપચાપ સહી ગયો..
સ્વપ્ન થકી હજી હું નિહાળી લઉ છું એને,
બાકી તો જીવતો જ સાગરમાં ડુબી ગયો,
મિત્રોના સાથમાં હસી લઉ છું જરાક હું
નહિતર માર દર્દ તો ચુપચાપ જ પી ગયો,
રડાવી જાય છે ક્યારેક એની યાદ મને…
કારણ કે મારો ‘પહેલો પ્રેમ અધુરો રહી ગયો”..

Snehal

એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે…!!

એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.
ચોખા ને મગના બે દાણા હતા ને? હવે ચાંચમાંથી એ પણ છીનવાઈ ગયા છે.

કોમ્પ્યુટર, મોબાઈલ, ટીવી, છે સોંઘા પણ એની રંધાય નહીં ખીચડી
ચકી ને ચકાના જીવન પર ત્રાટકી છે મોંઘવારી નામે એક વીજળી,
ફાઈવસ્ટાર મોલના ફાલેલા જંગલમાં નાનકડા સપના ખોવાઈ ગયા છે,
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.

મીનરલ વૉટરથી તો સસ્તા છે આંસૂ, ને મીઠી પણ લાગશે રસોઈ,
ખાંડ માટે ટળવળતી કીડીની પાસે જઈ આટલું તો સમજાવો કોઈ,
લાગે છે શેરડીના આખ્ખાયે વાઢને લુચ્ચા શિયાળીયા ખાઈ ગયા છે.
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.

ચકી ને ચકો ક્યે જુઓ સાહેબ હવે બોલાતું કેમ નથી, ચીં ચીં?
એવું તે શું છે આ કંઠમાં તે લાગે છે મારે છે ડંખ જેમ વીંછી,
એક્સરેમાં જોઈ અને ડૉક્ટર બોલ્યા કે ઘણા ડૂમા ગળામાં અટવાઈ ગયા છે.
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.

– કૃષ્ણ દવે

ભાવનગરના ભોગીકાકા, રમવા દોડ્યા છે ક્રિકેટ

વાંકીચૂંકી પહેરી હેટ, હાથમાં ઝાલી ઊંધુ બેટ
ભાવનગરના ભોગીકાકા, રમવા દોડ્યા છે ક્રિકેટ

આજે પહેલી મારું ફોર
કહીને કાકા કાઢે જોર
બેટ ફેરવે ચારે કોર
ભારે ચાલી શોરબકોર
વાંકીચૂંકી પહેરી હેટ, હાથમાં ઝાલી ઊંધુ બેટ

ફાસ્ટ બોલથી લાગે કંપ
શ્વાસ તો જાણે ચાલે પંપ
બોલ પડ્યો કે માર્યો જંપ
કાકાએ તો તોડ્યો સ્ટંપ
વાંકીચૂંકી પહેરી હેટ, હાથમાં ઝાલી ઊંધુ બેટ

હેમુને વાગી હડફેટ
બિલ્લુને જઈ વાગ્યું બેટ
ભોગીકાકા શોધે હેટ
પપ્પુ હસતો પકડી પેટ
વાંકીચૂંકી પહેરી હેટ, હાથમાં ઝાલી ઊંધુ બેટ

ક્રિકેટ લાગે કડવું ઝેર
એમાં ક્યાં છે લીલા લ્હેર
ક્રિકેટ કરશે કાળો કેર
કહીને કાકા ચાલ્યા ઘેર

– નિર્મિશ ઠાકર