જિંદગી ની કિતાબ

જિંદગી ની કિતાબ ખુલી રાખી છે
તમને ગમે તે લખતો આવ્યો છુ

શુ ખરીદવા નીકળ્યો હતો તેની તો ખબર નથી
નીકડ્યા પછી વેચતો જ આવ્યો છુ.

સાવ અંગત…

સાવ અંગત એક સરનામું મળ્યું,
આજ વર્ષો બાદ એ પાનું મળ્યું.

મેં લખેલી ડાયરી વાંચી ફરી,
યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું.

સોળમા પાને પતંગિયું સળવળ્યું,
જીવવા માટે નવું બહાનું મળ્યું.

જાણ થઈ ના કોઈને, ના આંખને,
સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું.

એક પ્યાસાને ફળી સાતે તરસ,
બારણા સામે જ મયખાનું મળ્યું

હાઈટેક લાગણી

એકલતામાં નેટ પર સર્ફીંગ કરતા-કરતા,

લાગણી ડોટ કોમ પર માઉસ અટકી ગયું.

હળાહળ કાતિલ એકલતાના પર્યાયરૂપે,

લોગ-ઈન કર્યું…..!!

ચાંદને તો

ચાંદને તો દરેક લોકો ચાહે છે,
ક્યારેક સૂરજને ચાહવાની કોશિશ તો કરો;
સુખ તો દરેક લોકો માંગે છે,
ક્યારેક દુઃખ માંગવાની કોશિશ તો કરો;
પ્રેમ તો દરેક લોકો કરે છે,
ક્યારેક નફરત કરવાની કોશિશ તો કરો;
વચન તો દરેક લોકો આપે છે,
ક્યારેક નિભાવાની કોશિશ તો કરો;
વિદેશ ગમનની દરેક લોકોની ઇચ્છા હોય છે,
ક્યારેક પોતાના દેશને ઓળખવાની કોશિશ તો કરો;
હવામાં ઉડવાની દરેક લોકોની ઇચ્છા હોય છે,
ક્યારેક આ ધરતી પર પગ જમાવવાની કોશિશ તો કરો .
જિંદગીને તો દરેક લોકો ચાહતા હોય છે,
ક્યારેક મૌતની પાસે જવાની કોશિશ તો કરો;
‘કપિલ’ પોતાના માટે તો દરેક લોકો જીવતા હોય છે,
ક્યારેક બીજાના માટે જીવવાની કોશિશ તો કરો
‘કપિલ’

જાળવવા છતાં પણ ….

ભવભાવથી ચણેલ શબ્દના બંધ તૂટે
તોપણ શી મજાલ છે કે કશે છંદ તૂટે?
જીવનમાં એ સિધ્ધ હસ્તતા ક્યાં છે દોસ્ત?
જાળવવા છતાં પણ અહીં સંબંધ તૂટે
– જવાહર બક્ષી

એક વાવમાં….!!

એક વાવમાં,
હજાર પગથીયાં ઉતરીને તરસ ભાંગીતી,
ને બહાર નીકળ્યો ત્યારે,
હજાર પગથીયાં ચડયાના થાકે
પાછૂ સુકાઇ ગયુ ગળુ,
આપણે મળીને છૂટાં પડીએ ત્યારે
યાદ આવે છે એ વાવ…..!

ધર્માલયોના દ્વાર

ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ
શંખનાદો ઝાલરોને બાગના આલાપ બંધ
મેં જરા મોટેથી પૂછ્યો પ્રશ્ન કે હું કોણ છું?
થઈ ગયા ધર્માલયોના દ્વાર આપોઆપ બંધ