જિંદગી ની કિતાબ

જિંદગી ની કિતાબ ખુલી રાખી છે
તમને ગમે તે લખતો આવ્યો છુ

શુ ખરીદવા નીકળ્યો હતો તેની તો ખબર નથી
નીકડ્યા પછી વેચતો જ આવ્યો છુ.

…અને અમે…

એમણે જવુ હતુ,જતા રહ્યા…

અમારે ખોવુ હતુ,અમે ખોઇ ચુક્યા…

ફર્ક તો ખાલી એટલોજ હતો કે…

એમણે જીંદગી નો એક પળ ખોયો

…અને અમે…

એક પળ માં આખી જીંદગી…!!!

કહેતા જે દાદી વારતા,

કહેતા જે દાદી વારતા, એવી પરી છે દોસ્ત
આંખોમાં એની યાદની મહેફીલ ભરી છે દોસ્ત
‘કૈલાસ’ એને ભૂલવું સંભવ નથી છતાં
ભૂલી જવાની આમ તો કોશીશ કરી છે દોસ્ત


જાળવવા છતાં પણ ….

ભવભાવથી ચણેલ શબ્દના બંધ તૂટે
તોપણ શી મજાલ છે કે કશે છંદ તૂટે?
જીવનમાં એ સિધ્ધ હસ્તતા ક્યાં છે દોસ્ત?
જાળવવા છતાં પણ અહીં સંબંધ તૂટે
– જવાહર બક્ષી

લીલા લહેર …

આજે દુનિયામાં કેટલું ઝેર છે,
કોણ જાણે લોકોને મારાથી શું વેર છે ?
મારી કબર પર લીલું ઘાસ જોઇને કહે છે લોકો,
…આને તો મર્યા પછી પણ લીલા લહેર છે

તમારી યાદ

એક જીવન એવુ જીવીશ કે રડતા લોકો ને હસાવી જઈશ..,

એક મ્રુત્યુ એવુ મરીશ કે હસ્તા લોકો ને રડાવી જઈશ..,

પણ કોઇ એક કામ એવુ કરીશ કે…

વરસો સુધી “તમારી યાદ” મા વસી જઈશ…!!

ભલે અલગ છે આપણા રસ્તા..

ભલે અલગ છે આપણા રસ્તા
હવે બદલાઈ ગયો છે વિષય જિન્દગીનૉ
પણ યાદ તો તારી જ આવે છે

ધારો કે
આપણે બે હોત તો શી રીત હોત ?
આપણા એ વિષયો ને વિવાદોના
શું ઉકેલ હોત?

અને આપણી અલગ માન્યતાઓ ને
એકબીજાને સમજાવી શક્યા હોત કે
મતભેદ હોત?

તારાં ને મારાં જીવનનાં લક્ષ્યાંકોનો
એવો કોઈ સુખદ સમન્વય થાત ખરો કે
ગંતવ્ય અલગ હોત?

આવા વ્તો મને ઘણા સવાલો થાય છે
લાગે છે કે આ એક સુખદ દુર્ઘટના છે કે
આપણે બે વિખુટાં રહ્યાં.

ખેર પણ શૂ ચાલે છે કહીને આવી તો જા
જીવન જોઈતો જા શતક તને રંગત પડશે કે
બે ઘડી દુખ થશે,જો સ્નેહ સજીવન હશેતો

-jindat shah