પરિક્ષા સદાયે કેમ લીધા કરે છે

એ જ મારી પરિક્ષા સદાયે કેમ લીધા કરે છે
ઝેર આપે કે અમૃત એ તો રોજ પીધા કરે છે

કોઇને ના આટી ધુટી સમજાય આ પ્રેમની જો
કોઇ પણ કારણ હોય..જાસા રોજ દીધા કરે છે

આમ તો સર મારું એની સામે ઝુકેલું રહે છે
જોઇ ને મારી આંખમા એ પ્રશ્ન કીધા કરે છે

સ્થાન મારું સમજાય ના..ઘટના બધી જે બને છે
જિંદ ને લાચારી સવાલો રોજ સીધા કરે છે

આ ખુમારી મારી ગઝલો પુરતી ટકાવી શકીએ
ચાહતોમાં સંજોગ મારા ગાત્રો જ ઢીલા કરે છે

તામ્રપત્રમાં કે હું ગઝલમાં નામ લખતો રહું પણ
વાંચતા માણસ કોઇ પણ તો નેણ તીણા કરે છે

મેળવ્યુ શુ કે શું ગુમાવ્યું ના વિચારો કશું પણ
ને ન વળગો એને કદી..એ કામ ખીલા કરે છે

(નરેશ કે.ડૉડીયા)

ત્યાં અમે ધડકતા મળીશું..!!

હ્રદય પર હાથ રાખો ત્યાં અમે ધડકતા મળીશું
નયનને બંધ કરશો તો ત્યાં સરકતાં મળીશું

ભલેને આપ સપનામા મળૉ ફરક શું પડે છે?
અમે સપના મહી પણ આપને મલકતા મળીશું

વિતાવીશુ જિવન..મીઠી નજર મળે જો સદાયે
અમે અંમૃત ભરેલા કુંભ થૈ તરસતા મળીશું

ભલે આજે તમે દિલમા નહી વસાવી શકો..ને
તમારી આંખમાં કાલે અમે વરસતાં મળીશું

કદી જાગે તરસ ચાતક સમી તમોને અમારી
અમે પણ વાદળો પાછળ સદા ગરજતા મળીશું

પવનની જેમ તમારી લટ અમે અડકતા રહીશું
પછી ઊડતી લટૉમાં પણ અમે ફરકતાં મળીશું

હવાલો વ્હાલનો આપી જુઓ અમોને તમે પણ
તમારી લાગણી કાજે અમે ભટકતા મળીશું

કદી ખાતાવહી કોરી રહે નહી લાગણીની
મહોતરમાં તમારી માંગણી ખતવતાં મળીશું

(નરેશ કે.ડૉડીયા)

હું તને એ રીતથી સપનામા જગાડતો રહીશ

યાદ આવું રોજ ચાહત એવી બતાવતો રહીશ
હું તને એ રીતથી સપનામા જગાડતો રહીશ

ચેન પડશે ના તને..ના આરામ પણ મળે કદીએ
રાતને દિવસો જ ભૂલાવી ને સતાવતો રહીશ

ચાહતો’તો એ જ રીતે ચાહીશ આપને સદાયે
કોઇની બૂરી નજરથી જોજે બચાવતો રહીશ

ના રહેવા દંઉ ઉદાસીને સાથમા..ગઝલ લખીને
આ કલાથી આ જીવન તું જોજે હસાવતો રહીશ

માનવીમાં અંશ ઇશ્વરનો હોય તો નમી જવાનું!!
ને સદા તારી છબીને હું સર જુકાવતો રહીશ

રોજના અભિશાપમાંથી બ્હારે ન નીકળી શક્યો હું
સાંજ તારી ચાહતોથી..જોજે સજાવતો રહીશ

ચાંદ-સૂરજ ને સિતારાની રોશની નથી..છતાયે
આ બધાથી પર..ગઝલમા રોશન કરાવતો રહીશ

આપના કાજે લ ખ્યું છે..લખતો રહીશ હું સદાયે
આ ગઝલને આપના નામે હું લખાવતો રહીશ

(નરેશ કે.ડૉડીયા)

ટહુંકો ખોવાયો છે

સવારે રોજ જડતો એ ટહુંકો ખોવાયો છે
વંસતમા પાનખરનો ભાવ કેવો ઉચકાયો છે

નથી ઝરણું વહેતું રોજ કલરવનું ડાળીએ
હવે એ ડાળનો નાતો પક્ષીને ભૂલાયોછે

અહીં ભીંજાઇ પાંપણની બધી કેડી પાણીથી
રસ્તો પણ આસુઓથી સાફસુથરો ધોવાયો છે

બધા એ મોર ભીતે ચીતરાયા ભાદરવાના
જુવો ને હાથિયો મૌસમ વિના ગોંરંભાયો છે

હતી બેધડક ત્યાં આવન અને જાવન મારી પણ
હવે સંચાર-બંધીનો જ લીટૉ દોરાયો છે

હજી પરિચય અને પરિણય બધી મૌસમ તાજી છે
અને શાયર જુવોને..આપનો તો હેવાયો છે

(નરેશ કે.ડૉડીયા)

તારું ના હોવું ઍટલે!!

તારું ના હોવું ઍટલે!!
હું મૃત્યુંની કલ્પનાને કાગળ પર
બહુ જ અર્થપૂર્ણ ઉતારી શકું છું
જાણે કોઇ મૃત કવિનો આત્મા
કાગળ પર કવિતા ઉતારતો હોય.

જેં વાંચનારા અને ભાવકો બંનેને
સહજ રીતે મૃત્યુંનો અહેસાસ કરાવી શકે છે.

તારું ના હોવું ઍટલૅ!!
હવાને એવું બતાવવા માંગું છું કે
હું હવામાંથી પ્રાણવાયુંનો ઉપયોગ કરીને
જીવી રહ્યો છું.
એવું હવાને દેખાડવા માટે જ ફકત.

તારું ના હોવું એટલે મારા માટે?
મારૂં હોવું જરૂરી પણ નથી
અર્થપૂર્ણ રીતે સાબિત કરી શકું
એવા એક મોકાની તલાશ કરૂં છું

પણ તારું ના હોવું એટલે!!
ઝંખનાની અટારીએ મધરાત સુધી
એકલતા ઓઢેલી મૌન ચુડેલનું
મારા સિવાઇ કોઇને સંભળાઇ નહીં
એ રીતે ભારે પગે ટહેલતું રહેવું

પગરવનાં મૌનને કવિનો આત્માં જિલી શકે છે
તારી ગેરહાજરીમાં મારો આત્માં શીખી શક્યો છે

(નરેશ કે.ડૉડીયા)

હું તને ચાહું છુ, એનો મતલબ એવો તો નથી…!!

હું તને ચાહું છુ,
એનો મતલબ એવો તો નથી
કે તારા માટે હું રોજ લખતો રહું
ને તારા માટે હું ચાહત જતાવતો રહું
કે સતત તારા માટે તડપતો રહું
કે સતત તારા સાથે કનેકટ રહું
ને સદા તને મસકા મારતો રહું

અને
તું જાણે છે
હાલમાં ઉર્મિઓ અને લાગણીઓની
બહું ખેંચ અનૂભવું છું

ઉર્મિ ને લાગણીની બાબતમાં
તારા જેટલો અમીર નથી
મારી ઉર્મિઓ અને લાગણીઓની
સૌથી મોટી સંગ્રહાખોર તું છે
અને સદા રહેવાની છો

મારે પણ ઘણા કામ હોય છે
મારે પણ ઘણા એવા મિત્રો છે
જેમા પુરુષો છે એટલી જ સ્ત્રીઓ છે
અને એમાં ઘણાખરા મિત્રો

કદાચ મને
તારાથી વધું ચાહતા હશે
પણ એનો મતલબ
તું તારી રીતે સાધમાં

હા!છતાં તું મને ગમે છે
કારણકે તું દોસ્ત નથી
અને મારા દોસ્તો જેવી ખાસ પણ નથી

તોયે છતાં તું મને ગમે છે
કારણ કે
તું હુકમની અધિકારી છે
અને
મને તારા હુકમનો પાલન કરવું ગમે છે

ખોટા કારણૉમાં આપણે પડવું નથી
આ દોસ્તી ને પ્રેમને પડતા મુકને યાર

તારામાં ના ગમવા જેવા એવા કારણો પણ નથી
કારણ નથી આપવું
બસ અકારણ તું મને ગમે છે

અને જે જગ્યાએ દિલને
શુકુન કે રાહત મળે છે
એ જગ્યા પર બળજબરીથી કબજો
જમાવીને બેઠી છો.

બસ એક-બીજાને
સ્પાયસી સ્ટાઇલમા
ગમતા રહીએ
તડકા લગા કે

(નરેશ કે.ડૉડીયા)

કે પ્રેમ એટલે શું?

તું મને રોજ રોજ કહે છે હું તને પ્રેમ કરૂં છું,
ચાલ આજે થોડો સમય છે તો તું સમજાવ કે પ્રેમ એટલે શું?”

“વ્હાલી,તું કહે છે કે થોડો સમય છે,અને તારે પ્રેમને સમજવો છે?”

”તું તો કવિ છે
સમયને પણ શબ્દોમાં બાંધીને ઉતારી શકે છે
તો પ્રેમ જેવી બાબત આસાનીથી સમજાવી શકે છે”

મેં હસતાં હસતાં વ્હાલીને જવાબ આપ્યો,

“માનવી પછીનાં ૮૪ અવતારોમાં હું કિટકથી લઇને પ્રાણી બનીને
તને પ્રેમ કરતો રહ્યો અને આપણે અબોલ જીવો પ્રેમની
અનુભુતી કરતા રહ્યાં

અને માનવીનો અવતાર આવ્યો અને વાચા મળી ઍટલે
૮૪ અવતાર પછી પુછે છે કે -”પ્રેમ એટલે શું?”

એનો હાથ મારા હાથમાં લઇને થોડો દબાવીને પુછ્યું
હવે સમજાયું કે પ્રેમ એટલે શું!”

કશું જ ના બોલી શકી,એની આંખો બંધ થઇ ગઇ
મારા બીજા હાથને હાથમાં લઇ,આંખો બંધ કરી હાથમાં લખ્યું

“જ્યાં આઇ લવ યું કે હું તને પ્રેમ કરૂં છું એવું કહેવાની જરૂર રહેતી નથી
જેને ભાષા,કવિતા કે દેશ કે સરહદોનો પનો ટુકો પડે છે
એને કદાચ પ્રેમ કહેતાં હશે

કદાચ ! આપણી વચ્ચે કંઇક આવું જ છે”
થોડી હસીને બોલી “હે ને”

મેં ફરીથી એનો હાથ થોડો દબાવીને કહ્યું – “હા!સખત છે તારો પ્રેમ”
જેં ૮૪ અવતારો પછી પણ સમજમા ના આવ્યો કે આ પ્રેમ શું છે?

 

– નરેશ ડોડીયા

પ્રશ્ર્ન એક કરી કરીને થાકયો છે તો શું?

પ્રશ્ર્ન એક કરી કરીને થાકયો છે તો શું?
નબળી ડાળે જ આંબો પાકયો છે તો શું?

રાખેને એ ભલે એમની રીતે તો શું થયું?
ને ભલે!અવેજીમાં તને રાખ્યો છે તો શું?

તું નથી એની હસ્તરેખામાં તો શું થયું ને
પથ્થરની લકિરમાં ચીલો ફાટ્યો છે તો શું?

અંધારા ને અજવાળાનો ફર્ક એને પુછો ને
કંઇક રાતો ખુલ્લી આંખે જાગ્યો છે તો શું?

એને તો ફકત તારું નામ જ લખ્યું હતું ને!?
તે દી’થી કવિને લોકોએ જાણ્યો છે તો શું?

કાકલુદીનાં તમાંમ પ્રકારો કરીને થાક્યો છે
ને તારા નામે માહોલ સજાવ્યો છે તો શું?

નસીબ ઉધાર ન મળે એને સમજાય ગયું!
ખુદ કિસ્મતે એના તાપે તાપ્યો છે તો શું

બસ એ લખતો રહે છે,ગઝલો ને કવિતા
નસીબે મૌનનો આદેશ આપ્યો છે તો શું?

એને તમોને માંગ્યા હતા,મહોતરમાં સમજો
બાકી એને ઘણાએ દિલથી માંગ્યો છે તો શું?

(નરેશ કે.ડૉડીયા)

આંસુને સંબધ હોવો જ જોઇએ

ઝંખનાઓને વિવેક કે સંસ્કારીક ઢાંચામા ઢાળી ન શકું
ઇચ્છાની કમર લચકીલી ને જ્યાંત્યાં હું વાળી ન શકું

લાગણીને સીંચી છે,લોહી ને આંસુંઓને પાઇ પાઇ મેં
લીલીછમ હૈયા કેરી વાડી,તું કહે તો હું બાળી ન શકું

આંસુને સંબધ હોવો જ જોઇએ હ્રદયની ધડકન સાથે
તારા નામના લોહીના ઉન્માદી પ્રવાહને ખાળી ન શકું

પ્રેમીને ભલે લોક કહેતા આંધળૉ ને બહેરો કે પાગલ?
તારી બે આંખો વિનાં સુરજની રોશનીમાં ભાળી ન શકું

કિનારે ઉભા રહીને દરિયાનાં પાણીથી પગ ન પલાળૉ
તારા પગે રેલો પહોચ્યાં પછી કદી હું પખાળી ન શકું

પુછજે તું એ નદીને પર્વતો-મેદાનોને ટપીને આવી છે
કિનારે નદી જોઇએ સાગર કહે જાત હું સંતાડી ન શકું

ઉન્માદનો મહિમાં કવિ જાહેરમાં ક્યાં સુધી લખતો રહે?
શબ્દવૈભવ કૈકનું આકર્ષણ બને તો,એને ટાળી ન શકું

આવી જા ખુલ્લેઆમ પછેડી-બુરખાના લિબાસો ફગાવીને
તારા કાજે આહલેક જાગ્યો,બીજી કાજે હું જગાવી ન શકું

(નરેશ કે.ડૉડીયા)

તું હોય તો મારી જિંદગીને જિંદગી કહેવાઇ છે

તું હોય તો મારી જિંદગીને જિંદગી કહેવાઇ છે
તું નથી તો મારાથી જિંદગી થોડી સહેવાઇ છે?

તું નહોતી તો સીધી સરળ રાહ હતી અમારી
તું ઉભી છે ત્યાં વળ્યા વિના ક્યાં રહેવાઇ છે?

મારગ છે કાંટાળો છે છતાં દર્દ સહેતા રહીશું
દર્દ દુર ના થાઇ એવી દવા કયા શોધાઇ છે?

મજા જ માણવી હોય તો એકલા માણી શકાય
સાથે રહીને મજાની સજા ક્યાં માણી શકાઇ છે?

તારે કૈં બોલવું નહી,જાણે મેનાનું મૌનવ્રત હોય
તું સમજે એ ભાષામાં શાયરી કયાં લખાઇ છે?

રહસ્યો ખોલી ગયાં લોકો પોપટ થૈ મારી સામે
સ્ત્રીઓના એક તું છે,મને કદી ક્યાં સમજાઇ છે?

આશ એક જ છે જિંદગીમાં,મહોતરમાં હવે તારી
તું નો’તી પહેલા કૈં આવી ગઝલો કયાં લખાઇ છે

તારી શરતો,તારા બોલ,તું કહે બધું મંજુર બોલ!
તારા આગમને કવન શોભે,તો કયાં કાંચું કપાઇ છે?

(નરેશ કે.ડૉડીયા)