શબ્દો વગર સમજે તે જીવનસાથી

યુવા

લગ્ન્ જીવનમાં મેળવવા કરતા આપવાની ભાવના જ સંબંધને પરિપકવ બનાવે છે. એના માટે  તમારા પાટર્નરની પસંદ નાપસંદનું પણ ધ્યાન રાખો. મોટે ભાગે દરેક લોકો એવુ જ ઈચ્છે છે કે તેમને એવા લાઈફ પાર્ટનર મળે જે તેમની ભાવનાઓ અને ઈચ્છાઓને સમજે, પરંતુ લાઈફ પાર્ટનરની પણ કેટલીક ઈચ્છાઓ હોય તે પણ એવા જ સપનાં જોતા હશે કે તેમના પાર્ટનર પણ તેમને સમજે.

મૌન પણ ભાષા બને છે કોક દિ જોજો,
  શબ્દ પણ  જ્યારે સાવ  ચીલો ચાતરે.

લગ્ન્નો સંબંધ એ આખા જીવનભરનો સંબંધ છે. તેમાં પ્રેમ અને વિશ્વાસ મેળવવા માટે પણ સામે પ્રેમ અને વિશ્વાસ આપવો પડે છે. શું ધ્યાન રાખશો સંબંધને વધુ મજબૂત કરવા માટે ?
જ્યારે પણ કોઈ અણગમતી વાત બને તો તરત જ રીએક્ટ ના કરતા સામેના વ્યક્તિની બધી જ વાત પૂરી સાંભળો પછી શાંતિથી વિચારીને જવાબ આપો.
તમારા જીવનસાથીને નાની નાની કઈ વાતથી ખુશી મળે છે તે વસ્તુઓને મહત્વ આપો અને તે કરો, આ જીણી જીણી વાતો ઘાઢ આત્મીયતા બાંધી આપશે આપની વચ્ચે…
એકધાર્યુ જીવન ના જીવતા અમુક અમુક સમયે લાઈફ પાર્ટનર માટે સરપ્રાઈઝનું આયોજન પણ કરતા રહો.
તમારા બિઝી શિડ્યુલમાં પણ દિવસનો ચોક્કસ સમય તમારે લાઈફ પાર્ટનર માટેનો રાખવો જોઈએ, જેમા તમે તેમની સાથે તમારી અંગત પળો શેર કરી શકો.
જો લાઈફ પાર્ટનરથી કંઈ ભૂલ થાય તો તેને જાહેરમાં ના જણાવતા એકાંતમાં એ બાબત પર તેમનું ધ્યાન દોરો અને જાહેરમાં  જે તે પરિસ્થિતિને સંભાળી લો.
દરેક વખતે ફરિયાદ ન કરતા, તે જ સમયે શાંતિથી તેની સમક્ષ પોતાની વાત રજુ કરો.
સામેના વ્યક્તિની ખુશી માટે થોડુ જતુ કરવાની ભાવના રાખો, તમારા વિચારો બીજા પર થોપવાની કોશિશ ના કરો.
દરેક વ્યક્તિમાં સારા અને નરસા ગુણ હોય છે, તેથી તમારા લાઈફ પાર્ટનરનાં સારા ગુણોને મહત્વ આપો અને બીજાની આગણ તેની અવગણના ન કરો.
આવી નાની નાની લાગતી બાબતો પણ જીવનને ઘણી ઉંચાઈ પર લઈ જતી હોય છે.

-પ્રકૃતિ ઠાકર

પતિ પત્નીનાં સંબંધોને મજબૂત કરવા એકબીજાને સ્પેસ આપો

યુવા

 પતિ પત્નીનાં સંબંધોને મજબૂત કરવા એકબીજાને સ્પેસ આપો

સંબંધોની નાજુક ડોરને સાચવી રાખવા માટે એકબીજાને સમજવા ખૂબ જરૂરી છે. સંબંધમાં બંધન નહિ પણ સમજણ જરૂરી હોય છે અને આ સમજણ છે એક બીજાને સમય આપવાની, સ્પોસ આપવાની.
જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે લગન્ કરો છો એટલે એનો મતલબ એ નથી  કે તેને તમારામાં જ વ્યસ્ત રાખો. તમે તમારા જીવનસાથીને હંમેશા એની પતિ તરીકેની કે પત્નિ તરીકેની ફરજો તો યાદ અપાવો છો પરંતુ તેની સાથે સાથે એ ભૂલી જાવ છો કે એ સિવાય પણ એમની એક લાઈફ છે. તમે એમની લાઈફમાં આવ્યા એ પહેલા પણ એમની એક લાઈફ હતી, જેમાં તેઓ પોતાના શોખ પૂરા કરવામાં, રમવા કૂદવામાં પણ સમય આપતા હતા. લગન્ પછી હવે તમારા પતિ મિત્રોે કે સગાવ્હાલાને સમય નથી આપી શકતા, કે તમારી પત્ની પોતાની બહેનપણીઓ સાથે કે બહારની દુનિયા સાથે એટેચ નથી અને ખાલી હાઉસવાઈફ બનીને રહી ગઈ છે, જો એવુ સાંભળવા મળે તો આ બાબતને ગંભીરતાથી લઈ એક બીજાને થોડી સ્પેસ આપવાનો પ્રયત્ન કરો.
તમે સામેથી પણ જાણવાનો પ્રયત્ન કરો કે તમારા લાઈફ પાર્ટનરને શેમાં રસ છે? તેમની ગમતી પ્રવૃતિમાં તમે પણ રસ લો અને તેમને તે દિશામાં આગળ વધવા પ્રોત્સાહન પુરુ પાડો. જો તમારા લાઈફ પાર્ટનર પોતાને ગમતી પ્રવૃતિ કરશે તો સક્રિય અને સ્ફુર્તિલા રહેશે. તેમની લાગણીઓને સમજીને તેમને થોડી સ્પેસ આપીને તેમને પોતાની જીંડગી પોતાની રીતે જીવવા દો. પોતાની ફરજો સંભાળતા સંભાળતા તેઓ પોતાની મરજી ભૂલી ન જાય તેનું પણ ધ્યાન રાખો. એમાં પણ ખાસ કરીને બાળકો, ઘરની જવાબદારી, ઓફિસની જવાબદારી અને તમારા તરફની નિષ્ઠાની સાથે એક વ્યક્તિ તરીકે પણ લાઈફ પાર્ટનરને જોવાની કોશિશ કરો, કોઈ વાર એની જગ્યાએ પણ પોતાને રાખીને જુઓ, તો તમને સમજાશે એની શું ઈચ્છાઓ છે, એ શું વિચારે છે પોતાના જીવનનાં ધ્યેય કે લક્ષ માટે. જો પતિ પત્ની એકબીજાને આટલી સ્પેસ આપે તો તેમના જીવનની મોટાભાગની સમસ્યાઓનો તો ત્યાં જ નીવેડો આવી જાય.
સુખી લગન્જીવન જીવવું દરેકને પસંદ છે અને તેને માટે જરૂર છે આવી જ કેટલીક નાની નાની બાબતોનું ધ્યાન રાખવું, ખરેખર ખુબ સુંદર બની જશે જીવન.

-પ્રકૃતિ ઠાકર

પતિ-પત્નિ અને પ્રેમાલાપ

યુવા

પતિ-પત્નિ અને પ્રેમાલાપ

આરોહી અને અમન એક એવા પતિ પત્ની છે જે હંમેશા નાની મોટી નોકજોક કે ટસલો કર્યા કરે. એક વાર તેમણે એવુ નક્કી કર્યુ કે આપણે બણે એક કાગળ લઈને બેસીએ અને આપણી જેટલી શિકાયતો છે તે તેમાં લખી લઈએ અને પછી તે સાથે બેસીને વાંચીએ. એવું કર્યા પછી હવે તેઓ સાથે બેસીને વાંચે છે, સૌથી પહેલા આરોહીનો કાગળ વાંચે છે , તેમાં નાની નાની ઢગલાબંધ શિકાયતો છે કે તમે આમ નથી કરતા ને તમે તેમ નથી કરતા, અમન બધી શિકાયતો ધ્યાનથી સાંભળે પણ છે, હવે આવ્યો અમનનો કાગળ વાંચવાનો વારો….પણ આ શું? કાગળ તો આખો કોરો! આરોહીને આશ્ચર્ય થયુ કે આવુ કેમ? ત્યારે અમને જવાબ આપ્યો, કે ભલે ગમે તેટલા પ્રોબલેમ આપણી વચ્ચે હોય પણ તું મને ગમે છે. આ છે પ્રેમ. આ તો થયો પ્રેમનો એક સરળ દાખલો પરંતુ દુનિયામાં પ્રેમનાં આવા ઘણાં દાખલાં મળી રહેતાં હોય છે.
આ દુનિયામાં દરેકનાં મનમાં પોતાના પ્રિયપાત્રને લઈને એક છબી ચિતરાયેલી હોય છે, પરંતુ જ્યારે લગન્ જેવા ગંભીર નિર્ણય કરવાનો સમય આવે ત્યારે દરેક માણસ આ બધુ ભૂલીને પ્રેકટીકલ થીંકીંગ કરતા થઈ જાય છે. તેને આજની ટેકનીકલ ભાષામાં કહીએ તો પ્રિય પાત્રની છબીની સાથે પોતાનાં પરિવારમાં સેટ થઈ શકે , પોતાનાં માતાપિતા વડિલોની પસંદગી, ઘરની પરિસ્થિતિમાં એડજસ્ટ થઈ શકે તેવી સુશિલ, ઘરને સંભાળી શકે તેટલી સાક્ષર, મિત્ર વર્તુળમાં વટ પાડી શકાય તેટલી હોશિયાર કે સુંદર  અને થોડુ ઘણું પણ કમાતી હોય તો બોનસ કહેવાય તેવી કોમ્બો પેકેજ પત્ની જોઈએ અને બીજી તરફ યુવતીઓેને પણ આ જ રીતે પ્રેક્ટીકલ થઈ મનની છબીઓને ભૂલીને દેખાવમાં ઓછો પણ સારુ કમાતો, વેલ સેટ કહી શકાય તેવો અને સમાજમાં જેની પ્રતિષ્ઠા હોય તેવો તથા પોતાને પણ થોડી આઝાદી મળે તો બોનસ કહી શકાય તેવો કોમ્બો પેકેજ પતિ જોઈતો હોય છે. મોટાભાગનાં કિસ્સાઓમાં આ જ રીતે પસંદગી થતી હોય છે, પણ મનમાં રહેલી  છબીને તેઓ ભૂલી શકતા નથી ત્યારે પોતાના જ જીવનસાથીમાં તે છબી શોધી પ્રેમની નવી શરૂઆત કરી શકાય.
પ્રમિકા જેવા ગુણો પત્નિમાં જોવા એટલા મુશ્કેલ પણ નથી , બસ જરૂર છે તો  એક કોશિશની. પ્રેમિકાની ડ્યુટી ખાલી હરવા ફરવા સુધીની સિમિત હોય છે તેથી તે હંમેશા સારી જ લાગે જ્યારે એક પત્નીની ડ્યુટીમાં ઘર પરિવાર પણ આવતા હોય ત્યારે તે  એક સારી વહું અને માતા પણ હોય છે એટલે ઘણાં ખરાં કિસ્સાઓમાં તે પ્રેમને વ્યક્ત કરવાનું ચુકી પણ જાય ત્યારે  તેવી નાજુક લાગણીઓનાં ખૂણાં પૂરવાની બાબતને પ્રેમાલાપથી બેલેન્સ કરી શકાય
ખૂબ મધૂર બની શકે છે આ પતિ પત્નિનો પ્રોમાલાપ પણ…જો શબ્દો સ્પર્શે તો વર્ષો વર્ષ તાજા રહી શકે છે આ પતિ પત્નિનાં મીઠાં સંબંધો.
-પ્રકૃતિ ઠાકર

શબ્દો વગર સમજે તે જીવનસાથી

યુવા

શબ્દો વગર સમજે તે જીવનસાથી

લગ્નજીવનમાં મેળવવા કરતાં આપવાની ભાવના જ સંબંધને પરિપક્વ બનાવે છે. એના માટે  તમારા પાટર્નરની પસંદ નાપસંદનું પણ ધ્યાન રાખો. મોટે ભાગે દરેક લોકો એવંુ જ ઇચ્છે છે કે તેમને એવા લાઇફ પાર્ટનર મળે જે તેમની ભાવનાઓ અને ઇચ્છાઓને સમજે, પરંતુ લાઇફ પાર્ટનરની પણ કેટલીક ઇચ્છાઓ હોય તે પણ એવાં જ સપનાં જોતા હશે કે તેમના પાર્ટનર પણ તેમને સમજે.

મૌન પણ ભાષા બને છે કોક દિ જોજો,
શબ્દ પણ જ્યારે સાવ ચીલો ચાતરે.

લગ્નનો સંબંધ એ આખા જીવનભરનો સંબંધ છે, તેમાં પ્રેમ અને વિશ્વાસ મેળવવા માટે પણ સામે પ્રેમ અને વિશ્વાસ આપવો પડે છે. શું ધ્યાન રાખશો સંબંધને વધુ મજબૂત કરવા માટે?
જ્યારે પણ કોઈ અણગમતી વાત બને તો તરત જ રિએક્ટ ના કરતાં સામેની વ્યક્તિની બધી જ વાત પૂરી સાંભળો પછી શાંતિથી વિચારીને જવાબ આપો.
તમારા જીવનસાથીને નાની નાની કઈ વાતથી ખુશી મળે છે તે વસ્તુઓને મહત્ત્વ આપો અને તે કરો, આ ઝીણી ઝીણી વાતો ગાઢ આત્મીયતા બાંધી આપશે આપની વચ્ચે…
એકધાર્યું જીવન ના જીવતાં અમુક અમુક સમયે લાઇફ પાર્ટનર માટે સરપ્રાઇઝનું આયોજન પણ કરતા રહો.
તમારા બિઝી શિડ્યુલમાં પણ દિવસનો ચોક્કસ સમય તમારે લાઇફ પાર્ટનર માટેનો રાખવો જોઈએ, જેમાં તમે તેમની સાથે તમારી અંગત પળો શેર કરી શકો.
જો લાઇફ પાર્ટનરથી કંઈ ભૂલ થાય તો તેને જાહેરમાં ના જણાવતાં એકાંતમાં એ બાબત પર તેમનું ધ્યાન દોરો અને જાહેરમાં જેતે પરિસ્થિતિને સંભાળી લો.
દરેક વખતે ફરિયાદ ન કરતાં તે જ સમયે શાંતિથી તેની સમક્ષ પોતાની વાત રજૂ કરો.
સામેની વ્યક્તિની ખુશી માટે થોડું જતું કરવાની ભાવના રાખો, તમારા વિચારો બીજા પર થોપવાની કોશિશ ના કરો.
દરેક વ્યક્તિમાં સારા અને નરસા ગુણ હોય છે, તેથી તમારા લાઇફ પાર્ટનરના સારા ગુણોને મહત્ત્વ આપો અને બીજાની આગળ તેની અવગણના ન કરો.
આવી નાની નાની લાગતી બાબતો પણ જીવનને ઘણી ઊંચાઈ પર લઈ જતી હોય છે.

-પ્રકૃતિ ઠાકર

મને જડતો નથી કીનારો મારો ક્યાથી આવે આરો

લઈફનો સૌથી મોટો પ્રોબ્લેમ એટલે જે જોઇએ છે તે મળતુ નથી ને મળે છે તે ગમતુ નથી…ના ના હું લગ્નની નહિ નોકરીની વાત કરુ છુ. સદનસીબે પતિ તો સારો મળ્યો છે. ગ્રેજ્યુએશનની સાથે કેબીન ક્રૂ, હોટલ મેનેજ્મેન્ટ, જર્નાલિઝમ…જેવી ડિગ્રીઓ તો ડાન્સીંગ , પેન્ટીંગ, કુકીંગ મહેન્દી જેવી સ્કીલ્સ….પણ કહેવાય છે ને કે માસ્ટર ઓફ ઓલ જેક ઓફ નન એવુ જ કંઈક મારા કિસ્સામાં પણ સાબિત થાય છે.

કોલેજ પત્યા પછી છેલ્લા ચાર વર્ષમાં પાંચ નોકરી બદલી ચુકી છું અને અત્યારે ઘરે બેઠી છું ફરી એક નોકરીની તલાશમાં. મારું આંગણું હંમેશા વાંકુ રહેતું એટલે કે નાની નાની બાબતમાં નોકરી છોડીને બીજી જોઈન્ટ કરતી.ક્યારેક સેટીસ્ફેક્શન ના નામે તો ક્યારેક સેલરીના નામે એક પછી એક નોકરી છોડતી રહી, સાચુ કહુ તો નોકરી અંગેની કોઈ જાતની ગંભીરતા જ નહોતી.
આજે મને મારી છોડેલી બધી જ જોબની વેલ્યુ સમજાય છે…બહુ આસાનીથી મળી ગઈ હતી મને એ નોકરીઓ જેને મેળવવા લોકોના વર્ષોવર્ષના પ્રયત્નો રહેતા હોય છે.એમાંય ટીવી એન્કરની નોકરીમાં મને ફેમ અને ગ્લેમરનો નશો પણ હતો.

ત્યારેજ આવ્યો એક નવો વળાંક…એટલે મારા લગ્ન.જેના માટે મારી મરજીથી જોબમાં બ્રેક લીધો. વિચાર્યુ કે છ મહિના નવા લગ્નની મજા માણું પછી બરાબર સેટ થઈ જઈશ એટલે નોકરી તો મળી જ જવાની ને!

આજે મારા લગ્નને દોઢ વર્ષ થઈ ગયુ છે. હું એક સારી નોકરીની તલાશમાં છું. કોઈ પણ ફીલ્ડ ,કોઈ પણ સેલરીની બસ નોકરી મળી જાય.કેમકે શોખ પુરા કરવા તો પતિ છે ને જે મને એટલો પ્રેમ કરે છે કે મારી બધી વસ્તુ માંગ્યા પહેલા જ હાજર કરી દે છે, પણ હું કંટાળી ગઈ છું ઘરમાં , થાકી ગઈ છું, હારી ગઈ છું…બે-ચાર મોટીવેશન ની ડીવીડી પણ જોઈ લીધી…હવે કંઈક નવુ કરવુ સાચા મનથી….બસ નોકરી મળી જાય…અને મારી ક્રીયેટીવીટીની ડૂબતી નૈયાને કીનારો મળી જાય.

પ્રકુતિ ઠાકર

intro

અહીં આ કોલમનું નામ ત્રિકોણનો ત્રીજો ખૂણો એટલે આપવામાં આવ્યુ છે કે રોજેરોજ જ્યારે લોકો ભેગા થાય છે ત્યારે ફક્ત બે મત નહીં પણ ઘણાં બધા મત હોય છે.જ્યારે ત્રણ વ્યક્તિ સાથે મળે ત્યારે જો એમાંથી એકની ઉપસ્થિતિ ના હોય ત્યારે બીજા બે તેની જ ચર્ચા કરે છે પછી તે ત્રીજો વ્યક્તિ કોઈ પણ હોય, ચર્ચા ચાલુ રહે છે ત્રીજો વ્યક્તિ બદલાયા કરે છે.આથી અલગ અલગ વિષયની વાતો લઈને આવીશું અહીં ભલે બદલાયા કરે ત્રિકોણનો ત્રીજો ખૂણો….