બદામ પુરી

બદામ પુરી

almond puriસામગ્રી

મેંદો – ૨૫૦ ગ્રામ
રવો- ૫૦ ગ્રામ
બદામ- ૫૦ ગ્રામ
મીઠું- સ્વાદ મુજબ
મરીનો પાઉડર- જરૂરિયાત પ્રમાણે
તેલ- તળવા માટે

રીત

બદામની પેસ્ટ બનાવી લો. મેંદો, રવો, બદામની પેસ્ટ અને મીઠું બધું મિકસ કરી તેમાં મોણ નાંખી કડક કણક બાંધો.

કણકને ભીના કપડાંમાં વીંટાળી રાખો. લગભગ અડધો કલાક પછી કણકના નાના લૂઆ બનાવો.

દરેક લૂઆમાં બે-બે મરી દબાવી પૂરી બનાવો. કડાઇમાં તેલ મૂકી ધીમા તાપે તળો.

આ પૂરીને અથાણા કે ચટણી સાથે સર્વ કરો.

 

કાજુરોલ

કાજુરોલ

nutsrollસામગ્રી

મેંદો-૨૦૦ ગ્રામ
રવો -૫૦ ગ્રામ
કાજુ-૫૦ ગ્રામ
મરીનો પાઉડર- બે નાની ચમચી
તેલ અથવા ઘી- ૫૦ ગ્રામ (મોણ માટે)
મીઠું- સ્વાદ મુજબ
તેલ- તળવા માટે

રીત

મેંદો, રવો અને મીઠાને સારી રીતે ભેળવી તેમાં મોણ નાંખી સારી રીતે મસળો. જરૂરિયાત મુજબ પાણી નાંખી કઠણ કણક બાંધો.

તેને કપડાં વડે ઢાંકીને થોડો સમય રાખો. કાજુને ૩ થી ૪ કલાક પલાળી તેની પેસ્ટ તૈયાર કરો.

લોટના નાના-નાના લૂઆ કરી તેને વણી લો. દરેકમાં કાજુ પેસ્ટ લગાવી ઉપર મરી પાઉડર છાંટી તેનાં રોલ બનાવો.

તેલ ગરમ મૂકી રોલને બ્રાઉન રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા તાપે તળો.

આ રોલ ચટણી કે સોસ સાથે સર્વ કરો.

પોટેટો ચીલી બોલ્સ

પોટેટો ચીલી બોલ્સ

સામગ્રીઃ

3 નંગ બાફેલા બટેટા, 2 ચમચી ઝીણું સમારેલું ગાજર, 2 ચમચી કોબીજનું છીણ, 2 ચમચી ઝીણા સમારેલા લીલા મરચાં, 2 ચમચી ઝીણા સમારેલા લીલા કાંદા, 1 ચમચી સોયા સોસ, 1 ચમચી રેડ અથવા ગ્રીન ચીલી સોસ, 1 ચમચી ટમેટા સોસ, 2 થી 3 ચમચી કોર્નફ્લોર, મીઠું સ્વાદાનુસાર, તળવા માટે તેલ.

સોસ માટેઃ

1 કપ પાણી, દોઢ ચમચી કોર્નફ્લોર, 1 ચમચી સોયાસોસ, 1 ચમચી ચીલીસોસ, 1 ચમચી ટમેટા સોસ, મીઠું સ્વાદ મુજબ, 1 ચમચી તેલ, 1 ચમચી ઝીણું સમારેલું આદુ, 1 ચમચી ઝીણું સમારેલું લસણ, 1 ચમચી સમારેલું કેપ્સીકમ, ફ્રેશ ક્રીમ અને લીલી ડુંગળી સજાવટ માટે.

રીતઃ

એક કઢાઈમાં પોટેટો બોલ્સ તળવા માટે તેલ ગરમ મૂકો. બીજી બાજુ એક બાઉલમાં બાફેલા બટેટાનો માવો લો. તેમાં ઝીણું સમારેલું ગાજર, કોબીજનું છીણ, લીલા મરચાં, લીલા કાંદા, સોયાસોસ, ચીલીસોસ, ટમેટા સોસ, કોર્નફ્લોર અને મીઠું ઉમેરી બધું જ સારી રીતે મિક્સ કરી, તેમાંથી બોલ્સ બનાવો. આ બોલ્સને કોર્નફ્લોરમાં રગદોળી ગરમ તેલમાં તેજ આંચે તળી લો.

હવે સોસ બનાવવા માટે 1 કપ પાણીમાં કોર્નફ્લોર, સોયાસોસ, ચીલીસોસ, ટમેટાનો સોસ અને મીઠું ઉમેરી મિક્સ કરો. એક કઢાઈમાં થોડું તેલ મૂકી તેમાં ઝીણું સમારેલું આદુ અને ઝીણું સમારેલું લસણ ઉમેરી સાંતળો. ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું કેપ્સીકમ ઉમેરી, તરત જ તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી ગેસ બંધ કરી દો. આ ગ્રેવીને સર્વિંગ બાઉલમાં લઈ તળેલા બોલ્સ ઉમેરી ફ્રેશ ક્રિમ અને લીલી ડુંગળીથી સજાવો.

 

પૌંઆની ટીકીયા

પૌંઆની ટીકીયા

સામગ્રી :

પૌંઆ, મીઠું, લીલા મરચાં, કોથમરી, લીંબુ, ખાંડ, ગરમ મસાલો.

રીત :

પૌંઆને કાણાવાળા વાડકામાં પલાળી બધો મસાલો કરી મિક્સ કરી દો. હવે તેમાથી ટીકીયા વાળી ગરમ તેલમાં ગુલાબી રંગની તળો અથવા લોઢી પર તેલ મૂકી બંને બાજુ સાંતળવી. ગ્રીન ચટણી કે ટમેટાની ચટણી સાથે પીરસો.

 

મિકસ્ડ વેજિટેબલ કટલેટ

મિકસ્ડ વેજિટેબલ કટલેટ

સામગ્રી

બાફેલાં બટાકાનો છૂંદો – ૫-૬ નંગ, સમારેલી ફણસી – ૫-૬ નંગ, બીટનું છીણ – ૧ નંગ, પલાળેલાં લીલાં વટાણા – અડધો કપ, તેલ – ૨ ચમચા, તળવા માટે, જીરું -અડધી ચમચી, બારીક સમારેલું આદું – નાનો ટુકડો, બારીક સમારેલી ડુંગળી – ૧ નંગ, બારીક સમારેલાં લીલાં મરચાં – ૧-૨ નંગ, મરચું – ૧ ચમચી, હળદર – પા ચમચી, મીઠું – સ્વાદ મુજબ, કાજુનો ભૂકો – ૧૦ નંગ, મેંદો – ૨ ચમચા, સમારેલી કોથમીર – ૨ ચમચા, લીંબુનો રસ – ૧ ચમચો, બ્રેડક્રમ્બ્સ – ૧ કપ

રીત

એક પેનમાં બે ચમચા તેલ ગરમ કરો. તેમાં જીરું, સમારેલાં આદું, ડુંગળી નાખી બે મિનિટ સાંતળો. તેમાં લીલાં મરચાં, મરચું, હળદર ભેળવીને એક મિનિટ હલાવો. હવે ફણસી, બીટનું છીણ અને વટાણા નાખો. મીઠું નાખી બે મિનિટ સુધી સાંતળો. કાજુનો ભૂકો અને મેંદો ઉમેરી બે મિનિટ સાંતળી નીચે ઉતારી લઇ ઠંડું થવા દો. એક ઊંડા બાઉલમાં છૂંદેલાં બટાકા લઇ, તેમાં મિકસ વેજિટેબલનું મિશ્રણ ભેળવો. સમારેલી કોથમીર નાખી જરૂર લાગે તો મીઠું નાખો. લીંબુનો રસ ઉમેરો. બીજા પેનમાં તેલ ગરમ કરો. મિશ્રણમાંથી થોડો ભાગ લઇ તેનો ગોળો વાળી બ્રેડક્રમ્બ્સમાં રગદોળો. સહેજ દબાવીને કટલેટને પેનમાં બંને બાજુએ બ્રાઉન રંગની સાંતળી લો. આ રીતે બધી કટલેટ્સ તૈયાર કરો. સાંતળીને એબ્સોર્બન્ટ પેપર પર કાઢો. ગરમગરમ સર્વ કરો.

 

ડાકોરના ગોટા

ડાકોરના ગોટા

સામગ્રીઃ

250 ગ્રામ ચણાનો જાડો લોટ, 1 ચમચી વરીયાળી, 10 નંગ મરીદાણા, 10 નંગ આખા ધાણા, 1 ચમચી ખાંડ, 1 ચમચી મરચું, મીઠું સ્વાદાનુસાર, 1 ચપટી સાજીનાં ફૂલ, થોડું તેલનું મોણ, 2 ચમચા ખાટું દહીં, દૂધ જરૂર પ્રમાણે, તળવા માટે તેલ.

રીતઃ

સૌ પ્રથમ ચણાનો જાડો લોટ લો, તેમાં વરીયાળી, મરી અને આખા ધાણા, ખાંડ, લાલ મરચું, મીઠું, સાજીના ફૂલ અને તેલનું થોડું મોણ ઉમેરી બધું મિક્સ કરો. તેમાં દહીં ઉમેરી ભેળવો. ત્યારબાદ તેમાં ધીમે ધીમે દૂધ ઉમેરતા જઈ ગોટા પડે એવું ખીરું તૈયાર કરો.

એક કઢાઈમાં તળવા માટે તેલ ગરમ મૂકો. પાણીવાળો હાથ કરી મિશ્રણમાંથી ગરમ તેલમાં ગોટા તળી લો. કરકરા થાય એટલે ઉતારી, દહીં સાથે પીરસો.

સ્ટફડ બન

સ્ટફડ બન

સ્ટફડ વીન્સ બન માટે બ્રાઉન બેકડ બન, ડુંગળી, ટમેટો કેચઅપ, બાફેલા ચોળા, ગાજર, ફણસી, બટાકા, માખણ, તેલ, મીઠું, ઘી, મરચું, બાફેલાં મઠ જોઇએ. બનમાં કાપા પાડી માખણ લગાડી તેના પર કેચઅપ લગાવો, ડુંગળી ઝીણી છીણી નાખો. એક વાસણમાં તેલ મૂકી ડુંગળી સાંતળી લો. ગાજર છોલીને નાના પીસ કરો. ડુંગળી ગુલાબી થાય પછી બધા શાક નાખો. મીઠું અને થોડું પાણી નાખી ચડવા દો. બધુ ચડી જાય પછી બાફેલા ચોળા અને મઠ મિકસ કરીને પૂરણ બનાવી તેમાં મીઠું, મરચું અને કેચઅપ ઉમેરો. બનમાં વરચે બન્સ અને વેજિટેબલ્સનું પૂરણ ભરી કેચઅપ સાથે સર્વ કરો.

મીસળ પાઉં

મીસળ પાઉં

સામગ્રીઃ
1 કપ મિક્સ કઠોળ (દેશી વાલ, રાજમા, ચણા વગેરે કોઈપણ મનપસંદ કઠોળ લઈ શકાય), 2 ચમચા તેલ, 1 ચમચી આદુની પેસ્ટ, દોઢ ચમચી લસણની પેસ્ટ, 2 નંગ ક્રશ કરેલી ડુંગળી, અડધી કાચલી છીણેલું નાળીયેર, 3 નંગ કાચા ટમેટાની પેસ્ટ, 1 ચમચી લાલ મરચું, 3 ચમચી મીસળ મસાલો અથવા ગરમ મસાલો, પાણી પ્રમાણસર, મીઠું સ્વાદાનુસાર, અડધી ચમચી લીંબુનો રસ, કોથમીર.

રીતઃ

સૌ પ્રથમ મિક્સ કઠોળને 5 કલાક પાણીમાં પલાળી, બાફી લો. હવે એક કઢાઈમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં અનુક્રમે આદુની પેસ્ટ અને લસણની પેસ્ટ ઉમેરી બરાબર સાંતળો. ત્યારબાદ તેમાં ક્રશ કરેલી ડુંગળી અને લીલા નાળીયેરનું છીણ ઉમેરી શેકો. શેકાય જાય એટલે તેમાં કાચા ટમેટાની પેસ્ટ ઉમેર્યા બાદ લાલ મરચું અને મીસળ મસાલો અથવા ગરમ મસાલો ઉમેરી બરાબર સાંતળો. ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી 2 થી 3 મિનિટ ઉકળવા દો. સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ, થોડી ઝીણી સમારેલી કોથમીર અને છેલ્લે બાફેલા મિક્સ કઠોળ ઉમેરી મીસળને ધીમા તાપે ઉકળવા દો.

તરી બનાવવા માટેઃ

એક કઢાઈમાં થોડું 2 ચમચી તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી તેમાં 3 ચમચી લાલ મરચું, તેલના ભાગનું મીઠું, 2-3 ટીપા લીંબુનો રસ ઉમેરી, તરત જ થોડું પાણી ઉમેરી દો. તરી તૈયાર.

બીજી બાજુ તૈયાર થયેલું મીસળ એક બાઉલમાં કાઢી લો. ઉપર થોડી તરી રેડો. હવે વધેલા નાસ્તા જેવાકે સેવ, નાયલોન પૌંઆ, તળેલા મગ, તળેલી ચણાની દાળ, ગાંઠિયા, મેંદાની પુરી – આ તમામ નાસ્તાનો ભૂકો કરી જરૂર પ્રમાણે મીસળમાં ઉમેરો.

પાંઉ, લીલી ડુંગળી અને તરી સાથે સર્વ કરો.

રોટલીના સાલસા રેબ્સ

રોટલીના સાલસા રેબ્સ

સામગ્રીઃ

2 નંગ  રોટલી, 1 કપ કોઈપણ રસા વગરનું શાક, 50 ગ્રામ કાચુ સલાડ (કાકડી, ટમેટા, ડુંગળી, કોબીજ, કેપ્સીકમ), ચાટ મસાલો જરૂર પ્રમાણે, 1 નંગ ચીઝ ક્યુબ, 2 ચમચી સાલસા સોસ, શેકવા માટે તેલ અથવા બટર.

રીતઃ

એક રોટલી લો. તેના પર વધેલું કોઈપણ રસા વગરનું શાક પાથરો. ઉપર કાચુ સલાડ પાથરી, સાલસા સોસ પાથરો. રોટલીનો રોલ વાળી દો. નોનસ્ટીક પેનમાં તેલ અથવા બટર મૂકી, રોટલીના રોલને બંને બાજુ ક્રીસ્પી શેકી લો. સોસ કે ચટણી સાથે પીરસો.

નોંધઃ– આ રીતે વધેલા રોટલી અને શાકનો તો ઉપયોગ થાય જ છે, ઉપરાંત આ વાનગીમાં રહેલું કાચુ સલાડ પણ બાળકો હોંશે હોંશે આરોગે છે.

 

મકાઇનાં ગોટા

મકાઇનાં ગોટા

સામગ્રી :

૬ નંગ આખી મકાઇ, ૧ કપ ખાટું દહીં, તેલ, ૨ કપ ચણાનો લોટ, પ્રમાણસર આદુ, મરચાં, હળદર, કોથમીર, કોપરું, મીઠું, ૩ ચમચી ખાંડ. રીત :

ચણાનાં લોટમાં મકાઇ છીણીને નાખવી. બધો મસાલો નાખી, ખીરુ તૈયાર કરી, હાથ પર થેપીને વડાં બનાવવાં. ગોટાનો આકાર આપીને તેલમાં ગુલાબી તળી લેવાં.