રાજસ્થાની ટીકી

સામગ્રી

tikki.jpgબાફીને છૂંદો કરેલા બટાકાં – ૧૦૦ ગ્રામ, આરારૂટ – ૧૦ ગ્રામ, તેલ – જરૂર પ્રમાણે સ્ટફિંગ માટે : લીલા વટાણા – અડધી વાટકી, પનીર – ૧૦ ગ્રામ, જીરું – અડધી ચમચી, હળદર – ચપટી, મરચું – અડધી ચમચી, ગરમ મસાલો – અડધી ચમચી, મીઠું – સ્વાદ મુજબ

રીત

બાફેલા બટાકાનાં છૂંદામાં આરારૂટને સારી રીતે મિકસ કરો. ત્યાર બાદ તેમાંથી એકસરખા ગોળા વાળો. હવે સ્ટફિંગ માટેની બધી સામગ્રી મિકસ કરીને એક તરફ રહેવા દો. બટાકાનાં ગોળાને હથેળીથી ફેલાવી તેની વચમાં સ્ટફિંગ કરી ફરી ગોળો વાળી સહેજ દબાવીને ચપટા કરો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં આ ટીકીને તેલ મૂકી આછા બ્રાઉન રંગની સાંતળી લો. ક્રિસ્પી થાય એટલે એબ્સોર્બન્ટ પેપર પર કાઢી ટોમેટો કેચઅપ સાથે ગરમાગરમ સર્વ કરો.

પૂરણપોળી

puran poliસામગ્રી :

૫૦૦ ગ્રામ ચણાની દાળ, ૫૦૦ ગ્રામ ખાંડ, ૨૫ ગ્રામ કોપરાનું ખમણ, ૫૦૦ ગ્રામ ઘઉંનો લોટ, એલચી, ચોખાનો લોટ, તેલ -ઘી પ્રમાણસર.

રીત :

ચણાનીની દાળને કૂકરમાં બાફવી. બરાબર બફાઈ જાય મિક્સરમાં ક્રશ કરી એક તપેલીમાં ભરી, તેમાં ખાંડ ઉમેરી તાપ પર મૂકવું અને હલાવતાં રહેવું. તેમાં ૧ ચમચો ઘી નાખવું, જેથા છાંટા ઓછા ઉડે.

ખાંડનું પાણી બળી જાય એટલે અને એકદમ ઘટ્ટ બની જાય એટલે ઉતારી લેવું. તવેથો ઉભો મૂકીને જોવો. જો અઘ્ધર રહે તો જાણવું કે પૂરણ થઈ ગયું છે.

પછી તેમાં કોપરાનું ખમણ અને એલચીનો ભૂકો નાખી, થાળીમાં કાઢી લેવું. ઠંડુ પડે એટલે પ્રમાણસર ગોળા બનાવવા.

હવે ઘઉંના લોટમાં તેલનું મોણ દઈને તેની રોટલી જેવી કણક બાંધવી. એક કલાક કણકને ઢાંકીને રહેવા દેવી. ત્યારબાદ તેને કેળવવી. તેમાંથી લૂઆ પાડી, તેની લાંબી , પાતળી રોટલી ચોખાનાં લોટનું અટામણ લઈ વણવી.

પછી તેના ઉપર પૂરણનો ગોળો મૂકી, બાકીની રોટલી ઢાંકી દેવી. પછી હળવા હાથે વણી તવા પર શેકવી. શેકાય જાય એટલે ઉપર ઘી લગાવી પીરસો.

દાળ લખનવી

સામગ્રી :

તુવેરની દાળ – ૧ કપ, સમારેલા લીલા મરચાં – ૨ નંગ,હળદર – અડધી, ચમચી, મીઠું – સ્વાદ મુજબ, તેલ – ૨ ચમચા, જીરું – ૧ ચમચી, લાલ મરચાંના ટુકડા – ૪ નંગ,લસણની પેસ્ટ – ૫ કળી, હિંગ – ચપટી,દૂધ – ૧ કપ,સમારેલી કોથમીર – ૨ ચમચા

રીત:

dal-lucknawi.jpgસૌપ્રથમ દાળમાં લીલા મરચાં નાખી તેને કૂકરમાં બે સીટી વાગે ત્યાં સુધી બાફી લો. ત્યાર બાદ ઠંડું પડે એટલે તેમાં હળદર અને મીઠું ભેળવી ધીમી આંચે ઉકળવા દો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, લાલ મરચાંના ટુકડા, લસણની પેસ્ટ અને હિંગ નાખી સુગંધ આવે ત્યાં સુધી સાંતળો. તેમાં બાફેલી દાળ મિકસ કરો. એક કપ પાણી અને દૂધ રેડી બે-ત્રણ મિનિટ સુધી ખદખદવા દો. જરૂર લાગે તો મીઠું ભેળવો. સમારેલી કોથમીર ભભરાવી સર્વ કરો.

 

રગડા સમોસા

રગડા સમોસા

ચંદ્રમુખી મટરના રગડાને એટલી વાર સુધી ગરમ કરો જયાં સુધી તેનું પાણી શોષાઇ ન જાય. ત્યાર પછી તેમાં સમારેલી ડુંગળી, ટામેટાં, કોથમીર અને આમચુર નાખી, મિકસ કરી તેને બાજુ પર મૂકી અને ઠંડુ થવા દો. ચંદ્રમુખી રોટલીની અંદર આ મિશ્રણ ભરી ચાર બાજુથી ફોલ્ડ કરો. આમ ચોરસ સમોસા તૈયાર થઇ જશે, આ સમોસાને ડીપ ફ્રાય કરી શકાય કે ઓવનમાં મૂકી શેકી શકો છો.

ચંદ્રમુખી રગડા અને રોટલીનાં સમોસા તૈયાર છે. આને સોસ, ચટણી કે દહીં સાથે પીરસો. ઉપરથી ચાટ મસાલો ભભરાવશો તો વધુ સ્વાદિષ્ટ લાગશે.

 

રાજસ્થાની કચોરી

રાજસ્થાની કચોરી

સામગ્રીઃ

2 ચમચી ચણાનો લોટ, 2 ચમચી ટોપરાનું છીણ, 1 ચમચી શેકેલા તલ – વરીયાળીનો ભૂકો, 1 ચમચી લાલ મરચું, મીઠું સ્વાદાનુસાર, 1 ચમચી ધાણાજીરું, 1 ચમચી ગરમ મસાલો, ખાંડ સ્વાદાનુસાર, લીંબુનો રસ સ્વાદાનુસાર, મેંદાનો લોટ જરૂર પ્રમાણે, તળવા માટે તેલ, ગ્રીન ચટણી, ગળી ચટણી, દહીં, ઝીણી સમારેલી ડુંગળી, ખારી બુંદી, કોથમીર સજાવટ માટે.

રીતઃ

સૌ પ્રથમ એક કઢાઈમાં થોડું તેલ મૂકી તેમાં ચણાનો લોટ ધીમી આંચે બદામી શેકો, ત્યારબાદ તેમાં ટોપરાનું છીણ, તલ-વરીયાળીનો ભૂકો, લાલ મરચું, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો, ખાંડ અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી 5 મિનિટ શેકી, આ મિશ્રણ એક બાઉલમાં ઠરવા માટે કાઢી લો.

હવે મેંદાની કણકમાંથી જાડી પુરી વણો. તેમાં ચણાનાં લોટનું પૂરણ ભરી, કવર કરી ફરી પુરી વણો. આ સ્ટફ્ડ પુરી ગરમ તેલમાં બદામી તળી લો. ત્યારબાદ તૈયાર થયેલી કચોરીમાં કાણું પાડી ગ્રીન ચટણી, ગળી ચટણી, દહીં, ઝીણી સમારેલી ડુંગળી, ખારી બુંદી અને કોથમીર ઉમેરી પીરસો.

 

મઠિયા

મઠિયા

દિવાળીનો પરંપરાગત નાસ્તો. મઠિયા નાના મોટા સહુને ભાવે છે. તેનો સ્વાદ ગળચટો હોય, પરંતુ તળવાને કારણે મઠિયા તેલ પીવે અને કેલરી વધી જાય છે. આ કારણસર લોકો કેટલીક વાર મઠિયા પ્રમાણસર ખાય છે, પરંતુ આ જ મઠિયા માઇક્રોવેવમાં રોસ્ટ કરીને (શેકી)ને બની શકે જેમાં મઠિયું ચડી પણ જાય અને તેલ પણ ન આવે. સ્વાદ એ જ લાગે. હા, જો કે તળેલા મિઠયાનું સ્વરૂપ જુદું હોય અને ફરસાણ લાગે પણ ભાવતી ચીજ વધુ ખાવી હોય અને વજન વધવાની ચિંતા રહેતી હોય તો આ ઉપાય સારો છે.

મઠિયા મઠની દાળમાંથી બને છે. તેમાં ખાંડ, મીઠું, હિંગ, અજમો વગેરે મસાલા નંખાય છે. ગળપણનું પ્રમાણ દરેક ઘરમાં જુદુ હોય છે પણ ૧૦૦ ગ્રામ મઠમાંથી ૩૩૦ કેલરી, ૨૩.૬ ગ્રામ પ્રોટીન મળે છે.

 

મિકસભાજીની સબ્જી

મિકસભાજીની સબ્જી

mix sabjiiસામગ્રી

સરસવની અથવા સુવાની ભાજી – ૨૫૦ ગ્રામ
પાલકની ભાજી – ૨૫૦ ગ્રામ
તાંદળજાની ભાજી – ૨૫૦ ગ્રામ
આદુંની પેસ્ટ – ૧ નાની ચમચી
લસણની કળી – ૪થી ૫
ડુંગળી – ૨ નંગ
લીલાં મરચાં – ૨-૩ નંગ
ટામેટા – ૨ નંગ
જીરું – ૧ ચમચી
તેલ અથવા માખણ – ૩ ચમચા
લીંબુનો રસ – ૧ ચમચી
ચીઝનું છીણ – ૧ ચમચો
મીઠું – સ્વાદ મુજબ
સલગમ – એક

રીત

સરસવ, પાલક અને તાંદળજાની ભાજી ઝીણી સમારી ધોઇ લો. એમાં સલગમનું છીણ, મીઠું નાખી બાફો.

ભાજી એકરસ થાય એટલે એક વાસણમાં ઠંડી થવા દો.

બીજી કડાઇમાં માખણ કે તેલ મૂકી તેમાં જીરું, આદુંની પેસ્ટ, મરચાં, ડુંગળી, લસણ, ટામેટાને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.

ત્યાર બાદ ભાજી અને લીંબુનો રસ નાખવો. ઉપર છીણેલું ચીઝ ભભરાવવું.

 

રતલામી સેવ

રતલામી સેવ

સામગ્રી

ચણાનો ઝીણો લોટ – ૫૦૦ ગ્રામ, તેલ – એક વાટકી, લીંબુ – ૧ નંગ, અજમો – અડધી ચમચી, સોડા બાયકાર્બોનેટ – અડધી નાની ચમચી, મીઠું – જરૂરિયાત પ્રમાણે , મરચું – જરૂરિયાત પ્રમાણે, મરી – અડધી ચમચી

રીત

સૌપ્રથમ અજમો અને મરીને વાટી લો. તેલ અને પાણી સરખે ભાગે ભેગા કરીને ફીણો. એકદમ સફેદ દૂધિયું મિશ્રણ તૈયાર થાય ત્યારે તેમાં સોડા અને અડધા લીંબુનો રસ અને ઝીણી ચાળેલી સફેદ તીખા મરચાંની ભૂકી ઉમેરવી. દૂધિયા પાણીમાં સમાય તેટલો ચણાનો લોટ, મીઠું, મરી, હિંગ, અજમો વગેરે ઉમેરી બરાબર મસળી સંચાથી અથવા ઝારાથી ગરમ તેલમાં સેવ પાડવી.

રાજસ્થાની કચોરી

રાજસ્થાની કચોરી

સામગ્રીઃ

2 ચમચી ચણાનો લોટ, 2 ચમચી ટોપરાનું છીણ, 1 ચમચી શેકેલા તલ – વરીયાળીનો ભૂકો, 1 ચમચી લાલ મરચું, મીઠું સ્વાદાનુસાર, 1 ચમચી ધાણાજીરું, 1 ચમચી ગરમ મસાલો, ખાંડ સ્વાદાનુસાર, લીંબુનો રસ સ્વાદાનુસાર, મેંદાનો લોટ જરૂર પ્રમાણે, તળવા માટે તેલ, ગ્રીન ચટણી, ગળી ચટણી, દહીં, ઝીણી સમારેલી ડુંગળી, ખારી બુંદી, કોથમીર સજાવટ માટે.

રીતઃ

સૌ પ્રથમ એક કઢાઈમાં થોડું તેલ મૂકી તેમાં ચણાનો લોટ ધીમી આંચે બદામી શેકો, ત્યારબાદ તેમાં ટોપરાનું છીણ, તલ-વરીયાળીનો ભૂકો, લાલ મરચું, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો, ખાંડ અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી 5 મિનિટ શેકી, આ મિશ્રણ એક બાઉલમાં ઠરવા માટે કાઢી લો.

હવે મેંદાની કણકમાંથી જાડી પુરી વણો. તેમાં ચણાનાં લોટનું પૂરણ ભરી, કવર કરી ફરી પુરી વણો. આ સ્ટફ્ડ પુરી ગરમ તેલમાં બદામી તળી લો. ત્યારબાદ તૈયાર થયેલી કચોરીમાં કાણું પાડી ગ્રીન ચટણી, ગળી ચટણી, દહીં, ઝીણી સમારેલી ડુંગળી, ખારી બુંદી અને કોથમીર ઉમેરી પીરસો.

પાપડી ગાંઠિયા

પાપડી ગાંઠિયા

સામગ્રી

ચણાનો લોટ – ચાર વાટક, હિંગ, મીઠું – સ્વાદ પ્રમાણે, તેલ – જરૂર મુજબ

રીત

ચણાના લોટમાં મીઠું, હિંગ અને તેલ નાખી કઠણ લોટ બાંધવો. પછી લોટને પાણી અને થોડા તેલથી મસળવો અને નરમ કરતાં જવું. ગાંઠિયાના ઝારા પર થોડો લોટ લઇ, હાથ વડે ઘસી ગાંઠિયા પાડવા. ઠંડા પડે ત્યારે ઉપયોગમાં લેવા.