શેકેલી બદામ

શેકેલી બદામ

શેકેલી બદામ

૪ થી ૬ વ્યકિત માટે

લો પાવર લેવલ = ૦૦ – ૪૦ % , મઘ્યમ પાવર લેવલ = ૪૦ – ૯૦ %, માઇક્રો = ૧૦૦ %

સામગ્રી :

૧ કપ આખી બદામ, દોઢ ચમચા વેજીટેબલ ઘી, ૧ ચમચો મરીનો ભૂકો, ૧ ચમચી ચાટ મસાલો, મીઠું સ્વાદાનુસાર.

રીત :

એક બાઉલમાં બદામને ૪ મિનિટ માટે મઘ્યમ પાવર લેવલ પર માઇક્રો કરો. માઇક્રો થયાં બાદ બદામમાં વેજીટેબલ ઘી, મીઠું અને ચાટ મસાલો ઉમેરી ફરી ૫ મિનિટ માટે મઘ્યમ પાવર લેવલ પર માઇક્રો કરો. બદામ શેકાઇ ગયા પછી તેનાં પર મરીનો ભૂકો ભભરાવી દો. બરાબર હલાવી, ઠંડી પડે પછી ખાવાનાં ઉપયોગમાં લેવી.

શેકેલી વરીયાળી

શેકેલી વરીયાળી

 

૪ થી ૬ વ્યકિત માટે

લો પાવર લેવલ = ૦૦ – ૪૦ % , મઘ્યમ પાવર લેવલ = ૪૦ – ૯૦ %, માઇક્રો = ૧૦૦ %

સામગ્રી :

૨૫૦ ગ્રામ કાચી વરીયાળી, ૧ ચમચો હળદર, ૨ ચમચા લીંબુનો રસ, મીઠું સ્વાદાનુસાર.

રીત :

વરીયાળી સાફ કરી તેમાં હળદર, મીઠું અને લીંબુનો રસ ઉમેરી, એકસરખુ હલાવી વરીયાળીમાં ચડાવી એક રાત રાખો. એક બાઉલમાં વરીયાળી લઇ ૨૦ મિનિટ મઘ્યમ પાવર લેવલ પર માઇક્રો કરો. દરમિયાન વરચે એક વખત હલાવો. શેકેલી વરીયાળી ઠંડી પડે પછી ચાળીને ડબ્બામાં ભરી દો.

શેકેલા તલ

શેકેલા તલ

શેકેલા તલ

૪ થી ૬ વ્યકિત માટે

લો પાવર લેવલ = ૦૦ – ૪૦ % , મઘ્યમ પાવર લેવલ = ૪૦ – ૯૦ %, માઇક્રો = ૧૦૦ % સામગ્રી :

૨૫૦ ગ્રામ સફેદ તલ, ૧ ચમચો હળદર, ૧ ચમચો લીંબુનો રસ, મીઠું સ્વાદાનુસાર.

રીત :

તલને સાફ કરી તેમાં હળદર, મીઠું અને લીંબુનો રસ ઉમેરી, એકસરખુ હલાવી તલમાં ચડાવી એક રાત રાખો. એક બાઉલમાં તલ લઇ ૧૫ મિનિટ માટે મઘ્યમ પાવર લેવલ પર માઇક્રો કરો. દરમિયાન વરચે એકવખત હલાવવું. શેકેલા તલ ઠંડા પડે પછી ચાળીને ડબ્બામાં ભરી દો. અથવા શેકેલી વરીયાળી સાથે ભેળવી દો.

શેકેલા કાજુ

શેકેલા કાજુ

 

૪ થી ૬ વ્યકિત માટે

લો પાવર લેવલ = ૦૦ – ૪૦ % , મઘ્યમ પાવર લેવલ = ૪૦ – ૯૦ %, માઇક્રો = ૧૦૦ %

સામગ્રી :

૧ કપ કાજુ, ૨ ચમચા વેજીટેબલ ઘી, ૧ ચમચો મરીનો ભૂકો, મીઠું સ્વાદાનુસાર.

રીત :

એક બાઉલમાં કાજુને ૩ મિનિટ માટે લો પાવર લેવલ પર માઇક્રો કરો. માઈક્રો થયાં પછી કાજુમાં વેજીટેબલ ઘી અને મીઠું ઉમેરી ફરી ૪ મિનિટ માટે માઇક્રો કરો. કાજુ શેકાય ગયા પછી તેનાં પર મરીનો ભૂકે ભભરાવી દો. બરાબર હલાવી, ઠંડા પડે પછી ખાવાનાં ઉપયોગમાં લેવા.

લખનવી વરીયાળી

લખનવી વરીયાળી

 

સામગ્રીઃ

1 ચમચી લખનવી વરીયાળી, 1 ચમચી મગજતરીના બી, 4 ચમચી રંગીન વરીયાળી, 2 ચમચી કેસર સોપારી, 1 ચમચી સિલ્વર જીનતાન, 2 ચમચી લાલ જીનતાન, પા ચમચી ઈજમેટના ફૂલનો પાવડર, પા ચમચી લવલી માસાલો, 1 ચમચી હીરામોતી પાવડર.

રીતઃ

લખનવી વરીયાળી અને મગજતરીના બીને ધીમા તાપે શેકી એક બાઉલમાં કાઢી લો. તેમાં મિક્સ રંગીન વરીયાળી, કેસર સોપારી, લાલ કલરના જીનતાન, સિલ્વર રંગના જીનતાન, ઈજમેટના ફૂલ, હીરામોતી પાવડર અને લવલી મસાલો ઉમેરી બધું મિક્સ કરો, આ મુખવાસ લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકાય છે.

 

કોઠાની જીરાગોળી

કોઠાની જીરાગોળી

સામગ્રીઃ

2 ચમચી કોઠાનો પાવડર, 1 ચમચી દળેલી ખાંડ, એકથી દોઢ ચમચી ગોળ, અડધી ચમચી સંચળ પાવડર, અડધી ચમચી લાલ મરચું, ચપટી આખુ જીરુ, 1 ચમચી પાકે કે કાચા કોઠાનો પલ્પ.

રીતઃ

એક બાઉલમાં કોઠાનો પાવડર લો. તેમાં દળેલી ખાંડ, ગોળ, સંચળ પાવડર, લાલ મરચું, આખુ જીરુ અને કોઠાનો પલ્પ ઉમેરી બધું મિક્સ કરો. તેમાંથી નાની નાની જીરાગોળી વાળી લો.

 

લીલી વરીયાળી અને કલકત્તી પાનનો મુખવાસ

લીલી વરીયાળી અને કલકત્તી પાનનો મુખવાસ

સામગ્રીઃ

12 નંગ કલકત્તી પાન, 60 ગ્રામ ખાંડ, ખાંડ ડુબે તે કરતા થોડું વધારે પાણી, 100 ગ્રામ લખનવી વરીયાળી, થોડો ગ્રીન ફુડ કલર, પોણો કપ લીલા ટોપરાનું છીણ, 4 ચમચી બૂરુ ખાંડ, 1 ચમચી ગુલકંદ, અડધી ચમચી એલચી પાવડર, પા ચમચી લવલીનો મસાલો, ચાંદીનો વરખ સજાવટ માટે, ટુટીફ્રુટી સજાવટ માટે.

રીતઃ

એક કઢાઈમાં ખાંડ લો. તેમાં ખાંડ ડુબે તેના કરતા વધુ પાણી ઉમરો. ખાંડ ઓગળે એટલે ગેસ બંધ કરી, લખનવી વરીયાળી તેમાં ઉમેરી થોડો ગ્રીન ફુડ કલર મિક્સ કરી 24 કલાક પલળવા દો.

હવે એક બાઉલમાં લીલા ટોપરાનું છીણ લો. તેમાં બૂરુ ખાંડ અને ગ્રીન કલર ઉમેરી લીલા ટોપરાનું મિશ્રણ તૈયાર કરો.

ત્યારબાદ કલકત્તી પાનની લાંબી કતરણ કરો. એક મોટા બાઉલમાં 24 કલાક પલળીને તૈયાર થયેલી લખનવી વરીયાળી લો. તેમાં ટોપરાનું મિશ્રણ પાનની કતરણ, ગુલકંદ, અલચી પાવડર અને લવલીનો પાવડર ઉમેરી હાથ વડે બરાબર મિક્સ કરો. તૈયાર થયેલો મુખવાસ એક સર્વિંગ ડીશમાં કાઢી, ઉપર ચાંદીનાં વરખથી સજાવો.

 

મસાલા ખારેક

મસાલા ખારેક

 

સામગ્રીઃ

150 ગ્રામ ખારેક, 30 ગ્રામ દાડમનું ચૂર્ણ, 20 ગ્રામ સંચળ પાવડર, 2 ચમચી મરી પાવડર, 20 ગ્રામ આમચૂર પાવડર, ચપટી હિંગ, 30 ગ્રામ શેકેલા જીરાનો પાવડર, 100 ગ્રામ બુરૂ ખાંડ.

રીતઃ

ખારેકમાં ભરવા માટેનું ચૂર્ણ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં દાડમનું ચૂર્ણ, સંચળ પાવડર, મરી પાવડર, આમચૂર પાવડર, ચપટી હિંગ, જીરા પાવડર અને બૂરુ ખાંડ ઉમેરી બધું જ મિક્સ કરો. હવે લીંબુયુક્ત પાણીમાં 8 થી 10 કલાક પલળીને તૈયાર થયેલી ખારેક લો. તેમાં તૈયાર કરેલું ચૂર્ણ ભરી દો. મસાલા ખારેક તૈયાર.