નટ ચિકિ મન્ચીઝ

નટ ચિકિ મન્ચીઝ

સામગ્રી

પલાળીને છોલેલી બદામ – અડધો કપ, કાજુ – અડધો કપ, અખરોટ – અડધો કપ, તલ – અડધો કપ, ગોળ – દોઢ કપ, કેસર – થોડા તાંતણા, ઘી – ૧ ચમચો

રીત

Nut_Chikki_Munchies.jpgકાજુ અને બદામને સહેજ શેકી અને અધકચરા ટુકડા કરો. અખરોટનો ભૂકો કરો. એક ટ્રેને ગ્રીઝ કરો. ગોળને એક પેનમાં ઓગાળી તેમાં કેસર ભેળવો. ગોળ બરાબર ઓગળી જાય એટલે તેમાં શેકેલા તલ, કાજુ, અખરોટ અને બદામ નાખી સારી રીતે મિકસ કરો.

આ મિશ્રણને ગ્રીઝ કરેલી ટ્રેમાં કાઢી તેના પર હળવે હાથે વેલણ ફેરવી ઉપરની સપાટી એકસરખી કરો. ઉપર થોડું ધી લગાવી તેના મનપસંદ આકારના ટુકડા કરો. ઠંડું પડે એટલે ટુકડા અલગ કરી સર્વ કરો.

પાલક મશરૂમ સલાડ

પાલક મશરૂમ સલાડ

palak-mushroom saladસામગ્રી

પાલકની સમારેલી ભાજી – ૧ ઝૂડી , લીલી ડુંગળી – ૩ નંગ, મશરૂમનાં પતીકાં – ૧ વાટકી, મૂળાનાં પતીકાં – અડધી વાટકી , શેકેલા કાજુ – ૧ વાટકી

રીત

પાલકની ભાજીના રેસા કાઢી બારીક સમારી તેને સારી રીતે ધોઇ લો. લીલી ડુંગળીને પણ બારીક સમારવી જેથી તે પાલક સાથે ભળી જાય.

ત્યાર બાદ અન્ય સામગ્રી પણ ભેળવો. મશરૂમના એવી રીતે પતીકાં કરો કે તેના છેડા ખુલ્લા રહે જેથી તે ફૂલ જેવું દેખાય. આ ટેસ્ટી સલાડને મિકસ કરી સર્વ કરો.

 

મશરૂમ પાસ્તા

મશરૂમ પાસ્તા

mushroom-pastaસામગ્રી

પાસ્તા – ૧ કપ, કેપ્સીકમ – ૧ નંગ, લીલું લસણ – પા કપ (સમારેલું),મશરૂમ – ૧ કપ, ટામેટાં સોસ – ૨ નાની ચમચી, ડુંગળી – ૨ ચમચી (બારીક સમારેલી), ગાજર – ૧ નંગ (લાંબા પીસ સમારેલા), માખણ – ૧ નાની ચમચી, તેલ – ૧ નાની ચમચી, મીઠું અને મરીના પાઉડર – સ્વાદ મુજબ

રીત

પાંચ કપ પાણીમાં એક ચમચી તેલ અને ચપટી મીઠું નાખી એમાં પાસ્તા નાખો. પાંચ સાત મિનિટ તેને ઉકાળો. ચારણીમાં નીતારી દો. કેપ્સીકમમાંથી બીજ કાઢી પાતળા લંબાઇમાં કાપો.

એક નોનસ્ટિક પેનમાં માખણ અને તેલ મિકસ કરી એમાં ડુંગળી સાંતળો. એમાં લીબું લસણ તથા બીજા શાકભાજી નાખી પાંચ મિનિટ ચડવા દો.

ત્યારબાદ તેમાં પાસ્તા, મીઠું, ટામેટાનો સોસ, મરીનો પાઉડર વગેરે નાખી બે મિનિટ ચડવા દો. ગરમ ગરમ સર્વ કરો.

ચીકપી એન્ડ પોટેટો બર્ગર

ચીકપી એન્ડ પોટેટો બર્ગર

સામગ્રી

burgerકાબુલી ચણા – ૧ કપ, બાફેલા બટાકાનો છૂંદો – ૪-૫ નંગ, તેલ – ૧ ચમચો, તળવા માટે,સમારેલી ડુંગળી – ૧ નંગ,સમારેલાં લીલાં મરચાં – ૨ નંગ,સમારેલી કોથમીર – ૨ ચમચા,મીઠું – સ્વાદ મુજબ,લીંબુનો રસ – દોઢ ચમચી

બ્રાઉન બ્રેડ ક્રમ્બ્સ – પોણો કપ,સર્વ કરવા માટે ઘઉના બર્ગર બન – ૪ નંગ,રાઇની પેસ્ટ – ૧ ચમચો

ટોમેટો કેચઅપ – ૮ ચમચા,લેટયૂસનાં પાન – ૧૦-૧૨

ડુંગળીની રિંગ્સ – ૧ નંગ

રીત

કાબુલી ચણાને પલાળી, બાફીને તેનો છૂંદો કરો. પેનમાં એક ચમચો તેલ લઇ તેમાં ડુંગળીને આછા બદામી રંગની સાંતળો. લીલાં મરચાં નાખી અડધી મિનિટ સાંતળો. આમાં બટાકાના છૂંદા સાથે ચણાનો છૂંદો, કોથમીર, મીઠું નાખો અને બરાબર મિકસ કરો. લીંબુનો રસ ભેળવો.

આ મિશ્રણમાંથી થોડો ભાગ લઇ ગોળો વાળો. તેને બ્રેડક્રમ્બ્સમાં રગદોળી સહેજ દબાવીને પેટીસ બનાવો. આ રીતે બધા મિશ્રણની પેટીસ તૈયાર કરો. હવે એક પેન ગરમ કરી, સહેજ તેલ મૂકી તેમાં એકસાથે ત્રણ-ચાર પેટીસ ગોઠવી બંને બાજુએ આછા બદામી રંગની સાંતળો.

બર્ગર બનને વચમાંથી કાપો મૂકી તેને લોઢી પર સહેજ કડક શેકો. લેટયૂસનાં પાનના હાથથી ટુકડા કરો. તેના પર રાઇની પેસ્ટ અને ટોમેટો કેચઅપ બર્ગરના નીચેના ભાગ પર લગાવો અને તેના પર લેટયૂસનાં પાન ગોઠવો.

દરેક પાન પર પેટીસ ગોઠવો. બનના ઉપરના અડધા ભાગ પર રાઇની પેસ્ટ અને ટોમેટો કેચઅપ લગાવો. તેના પર ડુંગળીની રિંગ્સ ગોઠવો. આ રીતે બધાં બર્ગર તૈયાર કરીને તરત જ સર્વ કરો.

ગ્રિલ્ડ કોર્ન એન્ડ કેપ્સિકમ ટોસ્ટિઝ

ગ્રિલ્ડ કોર્ન એન્ડ કેપ્સિકમ ટોસ્ટિઝ

Toastસામગ્રી

બ્રેડ – ૮ સ્લાઇસ
મકાઇના દાણા (બાફેલા) – ૧ કપ
સમારેલું કેપ્સિકમ – ૧ નંગ
ચીઝનું છીણ – દોઢ કપ
સમારેલાં લીલાં મરચાં – ૨-૩ નંગ
સમારેલી કોથમીર – ૨ ચમચા
સમારેલી ડુંગળી – ૧ નંગ
મરીનો પાઉડર – ૭-૮ નંગ
મીઠું – સ્વાદ મુજબ

રીત

ઓવનને ૧૮૦ ડિગ્રી સે. પર ગરમ કરો. એક બાઉલમાં મકાઇના દાણા, કેપ્સિકમ, ચીઝનું છીણ, સમારેલા લીલાં મરચાં, કોથમીર, ડુંગળી, મરીનો પાઉડર અને મીઠું મિકસ કરો.

આ મિશ્રણના આઠ એકસરખા ભાગ કરો. લોઢી ગરમ કરી બ્રેડની સ્લાઇસને એક સાઇડે શેકો. બીજી તરફ મકાઇના દાણા અને ચીઝનું મિશ્રણ પાથરો. તેને બેકિંગ ટ્રેમાં ગોઠવી ટોપિંગ સુધી આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી બેક થવા દો. દરેક સ્લાઇસને ત્રાંસી કાપી ટોમેટો કેચઅપ સાથે ગરમ સર્વ કરો.

ઈટાલીયન કેનેલોની

ઈટાલીયન કેનેલોની

સામગ્રીઃ

કણક માટે

1 કપ મેંદો, 2 ચમચી તેલ, 1 ચમચી બેકિંગ પાવડર, અડધી ચમચી મીઠું, 1 ચમચી દળેલી ખાંડ, પાણી જરૂર મુજબ.

સ્ટફિંગ માટે

2 ચમચી બટર, 1 નંગ ડુંગળી, 2 ચમચી પાલક, 2 ચમચા બાફેલા બટેટાનો માવો, 1 ચમચો બાફેલા લીલા વટાણા, અડધી ચમચી મીઠું, અડધી ચમચી મરી પાવડર, 1 ચમચી લીંબુનો રસ, અડધી ચમચી જાયફળ પાવડર, ટમેટો સોસ જરૂર મુજબ, ચીઝ જરૂર પ્રમાણે.

રીતઃ

સૌ પ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ લો. તેમાં તેલનું મોણ, બેકિંગ પાવડર, મીઠું, દળેલી ખાંડ ઉમેરી, બધું જ મિક્સ કરી કણક બાંધો. ઢીલો પણ નહિ અને કઠણ પણ નહિ તેવો પ્રમાણસરની કણક બાંધી, તેલ નાખી ખુબ કેળવી, એક બાજુ રાખી મૂકો.

હવે સ્ટફિંગ માટે એક કઢાઈમાં 2 ચમચી બટરલ મૂકો. બટર ગરમ થાય એટલે તેમાં કાંદાનું છીણ ઉમેરી 2 મિનિટ સાંતળો. હવે તેમાં સમારેલા પાલકના પાન, બાફેલા બટેટાનો માવો, બાફેલા લીલા વટાણા, મીઠું, મરી પાવડર, લીંબુનો રસ અને જાયફળ પાવડર ઉમેરી બધું જ સારી રીતે મિક્સ કરી ગેસ બંધ કરી દો.

હવે એક બીજી કઢાઈમાં 4 કપ પાણી ગરમ મૂકો, તેમાં થોડું મીઠું અને તેલ ઉમેરી ઉકળવા દો.

બીજી તરફ મેંદાની કણકમાંથી મેંદાનું જ અટામણ લઈને રોટલી વણો. આ રોટલીને ઉકળતા પાણીમાં નાખી બફાવા દો. ત્યારબાદ ઝારા વડે રોટલી હળવા હાથે બહાર કાઢી લો. તેના પર સોસ લગાવી, સ્ટફિંગ મૂકી, વાળીને કવર કરી દો. બેકીંગ ટ્રેમાં બટર લગાડી કેનેલોની મૂકી, થોડીવાર માટે બેક કરો. બહાર કાઢી ફરી તેમાં પર સોસ લગાવી, ચીઝના છીણથી સજાવો. ગરમ ગરમ જ સર્વ કરો.

 

ચીઝ કોર્ન ડિલાઇટ

ચીઝ કોર્ન ડિલાઇટ

સામગ્રી

બાફીને ક્રશ કરેલા મકાઇના દાણા – ૧૦૦ ગ્રામ, ચીઝનું છીણ – ૨ કયૂબ, સમારેલી ડુંગળી – ૧ નંગ, કાજુનો પાઉડર – ૨ ચમચા, અધકચરાં વાટેલાં લીલાં મરચાં અને લસણ – ૬ નંગ મરચાં, ૭-૮ કળી લસણ, ખાંડ – ૧ ચમચો, મેંદો – ૧ ચમચો, દૂધ – ૧ કપ, માખણ – ૨ ચમચા, બ્રેડની સ્લાઇસ – જરૂર પૂરતી, મીઠું – સ્વાદ મુજબ

રીત

માખણ ગરમ કરી તેમાં સમારેલી ડુંગળી અને મેંદો નાખી બે મિનિટ શેકો. દૂધ ઉમેરી તે ઘટ્ટ બને ત્યાં સુધી ઊકળવા દો. તેમાં મકાઇ, ચીઝ, કાજુનો પાઉડર, મરચા-લસણની પેસ્ટ, ખાંડ અને મીઠું ભેળવો. પાંચ મિનિટ ઊકળવા દઇ ગેસ પરથી ઉતારીને ઠંડું થવા દો. આ મિશ્રણને બ્રેડની દરેક સ્લાઇસ પર લગાવો. અગાઉથી ગરમ કરેલા ઓવનમાં આ બ્રેડને દસ મિનિટ બેક થવા દો અથવા બ્રાઉન થાય ત્યાં સુધી રાખો. ગરમ સર્વ કરો.

 

રાઈસ નૂડલ્સ વીથ ગ્રેવી

રાઈસ નૂડલ્સ વીથ ગ્રેવી

રાઈસ માટે સામગ્રીઃ

1 કપ રાંધેલો ભાત, 2 ચમચી તેલ, 1 ચમચી લસણની પેસ્ટ, 1 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી ડુંગળીની પેસ્ટ, 50 ગ્રામ લીલી ડુંગળી, 2 નંગ ગાજરનું છીણ, 2 ચમચી કોબીજનું છીણ, અડધી ચમચી આજીનો મોટો, અડધી ચમચી સોયાસોસ, 1 ચમચી રેડ ચીલીસોસ.

નૂડલ્સ માટે સામગ્રીઃ

1 કપ બાફેલા નૂડલ્સ, 2 ચમચી તેલ, 1 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી લસણની પેસ્ટ, 1 ચમચી સમારેલી લીલી ડુંગળી, ચપટી આજીનો મોટો.

ગ્રેવી માટે સામગ્રીઃ

2 ચમચી તેલ, અડધી ચમચી લસણની પેસ્ટ, 1 નંગ ડુંગળીની પેસ્ટ, 1 ચમચી કોર્નફ્લોર અને અડધો કપ પાણી મિક્સ કરેલી પેસ્ટ, અડધી ચમચી રેડ ચીલીસોસ, , અડધી ચમચી સોયાસોસ, ચપટી આજીનો મોટો, અડધી ચમચી વિનેગર.

રીતઃ

સૌ પ્રથમ એક નોનસ્ટીક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ સાંતળી, ક્રશ કરેલી ડુંગળી ઉમેરો. ત્યારબાદ તેમાં લીલી ડુંગળી, ગાજરનું છીણ, કોબીજનું છીણ, આજીનો મોટો, સોયાસોસ અને રેડ ચીલીસોસ ઉમેરી મિક્સ કરો. હવે તેમાં રાંધેલો ભાત ઉમેરી, મિક્સ કરી એક બાઉલમાં કાઢી લો.

હવે ફરી કઢાઈમાં તેલ મૂકી, તેલ ગરમ થાય એટલે તેમાં આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, સમારેલી લીલી ડુંગળી અને આજીનો મોટો ઉમેરી બધું મિક્સ કરી તેમાં બાફેલા નૂડલ્સ ઉમેરી 2 થી 3 મિનિટ શેકાવા દો. હવે આ નૂડલ્સને તૈયાર કરેલા રાઈસમાં ઉમેરી મિક્સ કરી દો.

હવે ગ્રેવી બનાવવા માટે એક કઢાઈમાં 1 થી 2 ચમચી તેલ ગરમ મૂકી, તેમાં લસણની પેસ્ટ સાંતળી, તેમાં ક્રશ કરેલી ડુંગળી ઉમેરો. ત્યારબાદ તેમાં કોર્નફ્લોરયુક્ત પાણી, રેડ ચીલીસોસ, સોસાસોસ, આજીનો મોટો અને વિનેગર ઉમેરી થોડીવાર ઉકળવા દો. તૈયાર થયેલી ગ્રેવીને રાઈસ-નૂડલ્સ સાથે મિક્સ પણ કરી શકાય અને અલગ પણ સર્વ કરી શકાય છે.

નોંધઃ– નૂડલ્સને બાફતી વખતે તેમાં થોડું તેલ ઉમેરશો, તો નૂડલ્સ એકદમ છૂટ્ટા રહેશે.