પાઇનેપલ, મેલન એન્ડ ગ્રેપ પંચ

image001
સામગ્રી

તરબૂચના ટુકડા -૨ કપ (બી કાઢેલાં), પાઇનેપલના ટુકડા -૧ કપ, લીલી દ્રાક્ષ – ૧ કપ, એપલ જયૂસ – ૨ કપ (ચિલ્ડ), ફૂદીનાના પાન – સજાવટ માટે

રીત

બધાં ફળના ટુકડાને એક બાઉલમાં લઇ તેના પર એપલ જયૂસ રેડી ફ્રીજમાં એકદમ ચિલ્ડ થવા દો. ઉપર ફૂદીનના પાનથી સજાવટ કરી ચિલ્ડ પાઇનેપલ, મેલન એન્ડ ગ્રેપ પંચ સર્વ કરો

મિન્ટ સૂપ ‘ઑલ ટાઇમ સૂપ’

shuopઠંડી ભલે આવ-જા કરે પણ ઠંડકની ઋતુમાં મસ્તીભર્યું ખાવાનો આનંદ માણવા માટેનો મૂડ તો તેમનો તેમ રહે છે. ઠંડકની ઋતુમાં ગરમાગરમ, ચટપટું, અવનવું ખાવાનો આનંદ માણવા તો સૌ કોઇ ઉત્સુક હોય. મિન્ટ એટલે કે ફુદીનો એ સ્વાદમાં કંઇક નવો જ ચટકો ઉમેરે તેવી જ છે. ચા, સૂપ, સમોસા, સેન્ડવિચ એમ દેશીથી લઇને વિદેશી ફૂડ આઇટમ્સમાં પણ ફુદીનો વપરાય.

ધીમા તાપે ઓલિવ ઓઇલને ગરમ કરીને તેમાં પોટેટો અને ગાર્લિક સોસ ૫ મિનિટ સુધી હલાવો. ત્યારબાદ તેમાં ગ્રીન ઓનિઅન્સ નાખો. આશરે ૧૫ મિનિટ સુધી બટાકાને મેશ થવા દો પછી તેમાં સ્પિનેચ અને પોણો કપ જેટલો ફુદીનો નાખો.

સૂપને ૧ મિનિટ સુધી સીજવા દો. હૂંફાળો ગરમ કરીને તેમાં પેપ્રીકા ઓઇલ નાખી તેને સર્વ કરો. મિન્ટસૂપ સાથે બ્રેડક્રમ્સ નાખીને કે છીણેલી ચીઝ નાખીને ખાવાથી તે વધુ સ્વાદિષ્ટ લાગે છે. મિન્ટસૂપ ડિનર, લંચ, બ્રન્ચ, બ્રેકફાસ્ટ એમ દરેક વખતે સર્વ કરી શકાય છે. મિન્ટસૂપ એ ‘ઑલ ટાઇમ સૂપ’ તરીકે પોપ્યુલર બની રહ્યો છે.

રશિયન સલાડ

રશિયન સલાડ

સામગ્રી

salad.jpgમિકસ શાક (ફલાવર, કોબીજ, ગાજર, બટાકા) – ૫૦ ગ્રામ (દરેક), લાલ મરી – ૫૦ ગ્રામ, કાજુ કે બદામ – ૨૦ નંગ, રાઇના કુરિયાં – અડધી ચમચી, મરીનો પાઉડર – અડધી ચમચી, ગોળની ચાસણી – ૧ ચમચો, લીંબનો રસ – ૧ નંગ

રીત

બટાકા અને ફલાવરને બાફી લો અને પાનવાળા શાકને કાચા રહેવા દો. કાજુ કે બદામમાં એક ચમચો ગરમ પાણી ભેળવી સ્મૂધ પેસ્ટ બનાવો. તેમાં રાઇનાં કુરિયાં, ગોળની ચાસણી અને લીંબુનો રસ ભેળવો. સર્વ કરતાં પહેલાં આ પેસ્ટ શાકમાં ભેળવી ચિલ્ડ જ સર્વ કરો.

ચીલી બીન્સ સૂપ

ચીલી બીન્સ સૂપ

શિયાળાની શરૂઆત થતાં જ બધા વેજિટેબલ્સ પણ મળે છે તો ચાલો આ વેજિટેબલ્સનો ઉપયોગ કરીએ અને ઘરે જ બનાવીએ ચીલી બીન્સ સૂપ. તેના માટે ટામેટા, લીલી ડુંગળી, ગાજર, કેપ્સિકમ, ડુંગળી, લીલાં મરચાં, બેકડ બીન્સ, વ્હાઇટ સોસ, ખાંડ, તેલ અથવા માખણ, મીઠું, મરી, ચીઝ, ચીલી સોસ લો. ટામેટા અને ગાજરના કટકા કરી બાફી પાણી કાઢી રસ કાઢો. ડુંગળી ઝીણી સમારી, ટામેટા, મરચાં અને કેપ્સિકમના નાના ટુકડા કરો. વાસણમાં તેલ અથવા માખણ ગરમ કરી ડુંગળી સાંતળી મરચાં અને કેપ્સિકમના કટકા નાખો. તરત જ ટામેટાનો રસ તથા બેકડ બીન્સ નાખો. પ્રમાણસર મીઠું નાખી ઉકળે પછી વ્હાઇટ સોસ મરી અને ટામેટાના કટકા નાખો. બાઉલમાં સૂપ કાઢી ચીઝનું છીણ નાખી ચીલી સોસ સાથે સર્વ કરો.

ક્રીમ ઓફ ટોમેટો સૂપ

 

ક્રીમ ઓફ ટોમેટો સૂપ

soopરીત:

ટામેટાં, બટાકાં, બીટના મોટા ટુકડા સમારો. તેમાં તજ, તમાલપત્ર, લવિંગ, લસણ નાખી અને છ કપ પાણી રેડી પ્રેશરકૂકરમાં બાફી લો. બફાઇ જાય એટલે તમાલપત્ર કાઢી લઇ ગ્રાઇન્ડ કરો. ગાળીને સ્ટોક તૈયાર કરો. સોસ બનાવવા માટે પહેલાં માખણ ગરમ કરી તેમાં મેંદાને એક મિનિટ શેકો. દૂધ રેડીને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દો. મરીનો પાઉડર, ટોમેટો કેચઅપ, મીઠું અને ખાંડ ભેળવો. પાંચેક મિનિટ ઉકળવા દઇને મલાઇક્રીમ નાખી બ્રેડક્રમ્બ્સ સાથે સર્વ કરો.soop

વેજિટેબલ મન્ચો સૂપ

વેજિટેબલ મન્ચો સૂપ

સામગ્રી :

સમારેલાં બટન મશરૂમ – ૨-૩ નંગ, બારીક સમારેલી કોબીજ – પા ભાગ, સમારેલું લીલું, કેપ્સિકમ – ૧ નંગ, સમારેલું ગાજર – ૧ નંગ, સમારેલી લીલી ડુંગળી – ૧ નંગ, નૂડલ્સ – ૧ કપ, તેલ – ૨ ચમચા, તળવા માટે, કોર્નફલોર – ૩ ચમચા, સમારેલું આદું – નાનો ટુકડો, સમારેલું લસણ – ૨-૩ કળી, સમારેલાં લીલાં મરચાં – ૨ નંગ, ટોફૂના કયુબ – ૫૦ ગ્રામ, રેડ ચિલી સોસ – અડધો ચમચો, સોયા સોસ – ૨ ચમચા, સફેદ મરીનો પાઉડર – અડધી ચમચી, એમએસજી (ઐરિછક) – પા ચમચી, મીઠું – સ્વાદ મુજબ, વેજિટેબલ સ્ટોક – ૪-૫ કપ, વિનેગર – ૧ ચમચો, સમારેલી લીલી ડુંગળી – ૨ ડાંડલી

રીત :

ત્રણ કપ ગરમ પાણીમાં નૂડલ્સને બાફી નિતારીને કાઢી લો. એક કડાઈમાં પૂરતું તેલ ગરમ કરી નૂડલ્સને બે-ત્રણ મિનિટ સુધી અથવા તે આછા બ્રાઉન અને કરકરા થાય એવા તળી લો. તેને એબ્સોર્બન્ટ પેપર પર કાઢો. અડધો કપ પાણીમાં કોર્નફલોર ઘોળીને રહેવા દો. એક પેનમાં બે ચમચા તેલ ગરમ કરી તેમાં આદું, લસણ અને લીલાં મરચાં સાંતળો. સમારેલી લીલી ડુંગળી નાખી બે મિનિટ સાંતળો. મશરૂમ, કોબીજ, કેપ્સિકમ, ગાજર અને ટોફૂ ઉમેરી સતત હલાવતાં રહી બે મિનિટ મઘ્યમ આંચે રાખો. ત્યાર બાદ રેડ ચિલી સોસ, સોયા સોસ, સફેદ મરીનો પાઉડર, ઈરછો તો એમએસજી, સ્વાદ મુજબ મીઠું નાખી ખૂબ હલાવો. વેજિટેબલ સ્ટોક ઉમેરી કળવા દો. પછી આંચ ધીમી કરી બે મિનિટ સુધી ખદખદવા દો. હવે તેમાં ઘોળેલો કોર્નફલોર રેડીને સૂપ ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતાં રહો. વિનેગર નાખી, હલાવીને ઉપર તળેલાં નૂડલ્સ અને સમારેલી લીલી ડુંગળીથી સજાવી સર્વ કરો.