બ્રેડ નાળિયેરના લાડુ

સામગ્રી

laddu.jpgબ્રાઉન બ્રેડ – ૮-૧૦ સ્લાઇસ, કન્ડેન્સ્ડ મિલ્ક – ૧૦૦ ગ્રામ, નાળિયેરનું છીણ – ૧૫૦ ગ્રામ, બદામ – ૫૦ ગ્રામ (સમારેલ), કાજુ – ૫૦ ગ્રામ (સમારેલ), પિસ્તા – ૨૫ ગ્રામ (સમારેલ)

રીત

બ્રેડની સ્લાઇસનો બારીક ભૂકો કરી લો. ૫૦ ગ્રામ નારિયેળનું છીણ સાઇડ પર રાખી બીજું બધું છીણ તથા અન્ય સામગ્રી સારી રીતે ભેળવી લો. તેમાંથી થોડું થોડું મિશ્રણ લઇને લાડુ વાળો. તેને નાળિયેરના છીણમાં રગદોળો. બ્રેડ નાળિયેરના લાડુ તૈયાર.

રોઝી ગાજર હલવા વીથ પનીર જાંબુ

રોઝી ગાજર હલવા વીથ પનીર જાંબુ

સામગ્રી : ડ્રાયફ્રૂટ પનીરજાંબુ માટે : ૧૦૦ ગ્રામ પનીર, ૩ નંગ બ્રેડ, ૧/૨ કપ ડ્રાયફ્રૂટનો કરકરો ભૂકો, ૫૦ ગ્રામ, માવો, ચાસણી માટે ખાંડ, પાણી.

રોઝી ગાજર હલવા માટે : ૪ ચમચી ગુલકંદ ૧ કિલો ગાજર, ૧૫૦ ગ્રામ માવો, ૧૫૦ ગ્રામ ખાંડ એલચી પાઉડર, કાજુ, બદામની કતરણ જરૃરી ઘી.

ડેકોરેશન માટે : ૧ રોઝ, ૧ નંગ ચેરી, ગાજરની પેસ્ટ ૨ ચમચી ૧ ચમચી ખાંડ, ૨ ચમચી મલાઈ અથવા ક્રીમ.

રીત : પનીરને છીણી લો. બ્રેડનો ચુરો કરો. પછી પનીરજાંબુ માટેની બધી સામગ્રી મિક્ષ કરી નાની નાની ગોળીઓ વાળો (તદ્દન નાની નાની ગોળી વાળવાની છે) ૨ કપ ખાંડ લઈ તે ડૂબે તેટલું પાણી રેડી તેની ગુલાબ જાંબુ માટેની ચાસણી બનાવો. પનીરજાંબુને ઘીમાં બ્રાઉન કલરના તળી લો અને ચાસણીમાં નાંખો. ચાસણીમાં એલચી પાવડર તથા રોઝ એસેન્સના બે ટીપાં નાંખો. આ જાંબુને ૬ કલાક રહેવા દો.

હવે ગાજરને છોલીને પીળો ભાગ કાઢીને છીણી લો. એક તાવડીમાં ઘી મૂકી ગાજરની છીણ સાંતળો. ૧૦ મિનિટ સાંતળીને ચડવા આવે એટલે તેમાં માવો છીણીને નાંખો. ખાંડ નાંખો જરૃરી લાગે તો ૧ કપ દૂધ ઉમેરી ડ્રાયફ્રૂટની કતરણ તથા એલચી અને ગુલકંદ મિક્સ કરીને બરાબર હલાવી લો. તમે ઈચ્છો તો ૧ ટીપું લાલ કલર નાંખી શકો.

હવે હલવાને ર્સિંવગ પ્લેટમાં અથવા ર્સિંવગ બાઉલમાં કાઢી, પનીર જાંબુ જાળી વડે કાઢી ચાસણી નીતારી લો અને તે હલવામાં મિક્ષ કરો. હળવે હાથે મિક્સ કરવા જેથી ભાંગી ન જાય. વચ્ચોવચ એક ગુલાબ મુકો. તેના પર ચેરી મૂકો. ગાજરની પેસ્ટ, ખાંડ, ક્રીમ, મિક્સ કરો અને આજુબાજુ આ ક્રીમ પાથરો.

ગાજરના હલવામાં પણ પનીર તથા ડ્રાયફ્રૂટનો મૂકો મિક્સ કરી શકાશે.

રોલ બિસ્કિટ

રોલ બિસ્કિટ

સામગ્રી :

બિસ્કિટ – ૨૫૦ ગ્રામ, દળેલી ખાંડ – ૧૦૦ ગ્રામ, કોકો પાઉડર – ૨ ચમચી, કોપરાનું છીણ – ૧૦૦ ગ્રામ, મલાઇ – ૧ વાટકી

રીત:

બિસ્કિટને બારીક પીસી લો. એમાં ચાર ચમચી દળેલી ખાંડ અને બે ચમચી કોકો પાઉડર ભેળવી મલાઇથી તેનો લોટ બાંધો. પ્લાસ્ટિક પર હળવી રોટલી વણો. કોપરાના છીણમાં ચાર ચમચી દળેલી ખાંડ નાખી મલાઇથી ગૂંદો. તેની રોટલી પણ પ્લાસ્ટિક પર તૈયાર કરો. બિસ્કિટવાળી રોટલી પર આ કોપરાની રોટલી મૂકી તેનો રોલ વાળો. આ રોલને પેપર વડે લપેટી એક કલાક માટે ફ્રીઝરમાં મૂકી દો. બહાર કાઢી તેની સ્લાઇસ કરો.

 

ખજૂરની બરફી

 

ખજૂરની બરફી

સામગ્રી :

ખજૂર – ૨૫૦ ગ્રામ, કાજુના ટુકડા – ૫૦ ગ્રામ, કોપરાનું છીણ – ૫૦ ગ્રામ, ઘી – ૧ ચમચો, કાજુ – સજાવટ માટે, કોપરાની કતરણ – જરૂર મુજબ, સીંગદાણાના ટુકડા – સજાવટ માટે

રીત :

ખજૂરને સાફ કરી તેનો ઠળિયો કાઢી લઇ ક્રશ કરો. તેમાં શેકેલા સીંગદાણાના ટુકડા, કાજુ ભેળવી મિશ્રણ તૈયાર કરો. એક કડાઇમાં ઘી ગરમ કરી તેમાં આ મિશ્રણને બે મિનિટ સુધી સાંતળો. હવે નીચે ઉતારી લઇ તેને હળવા હાથે પાતળું વણો. તેના પર કોપરાનું છીણ ભભરાવી રોલ વાળો અથવા ફોલ્ડ કરી દો. મનગમતા આકારના ટુકડા કરો. પ્લેટમાં ગોઠવી ઉપર કાજુ, સીંગના ટુકડા અને કોપરાના ટુકડાથી સજાવો.

ક્રીમી ગાજર

ક્રીમી ગાજર

સામગ્રી

creamy carrotગાજર(અધકચરા સમારેલા) – ૨ નંગ, ક્રીમ – ૧ કપઅખરોટ – પા કપ, જાયફળનો પાઉડર – ચપટી, વેજિટેબલ સ્ટોકનો પાઉડર – ચપટી, પાણી કે ગાજરનો રસ – જરૂર પ્રમાણે

રીત

ગાજરને ચીઝ અને અખરોટ સાથે મિકસરમાં એકરસ કરો.

તેમાં સ્વાદ મુજબ બધો મસાલો નાખી જરૂર લાગે તો સહેજ પાતળું કરવા પાણી કે ગાજરનો રસ ભેળવો.

ઉપર ગાજરના છીણથી સજાવટ કરી બાઉલમાં સર્વ કરો.

 

કોર્ન હલવો

કોર્ન હલવો

corn-halwaસામગ્રી

મકાઇના દાણા – ૧૫૦ ગ્રામ, ઘી – ૪ નાની ચમચી, દૂધ – અડધો કપ,ખાંડ – ૧ કપ, ઇલાયચીનો પાઉડર – અડધી નાની ચમચી, કેસર – ૮-૧૦ રેસા, બદામ – પિસ્તા – ૨ નાની ચમચી (કતરણ), કાજુ – ૧૦ નંગ

રીત

પાણી નાખ્યા વગર મકાઇના દાણાને મિકસરમાં પીસી લો. એક કડાઇમાં ઘી મૂકી મકાઇની પેસ્ટ સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. તેમાંથી ઘી છૂટું પડે એટલે એમાં દૂધ અને ખાંડ નાખી ધીમી આંચ પર બરાબર હલાવતા રહો.

હલવો કડાઇની કિનારી છોડવા લાગે ત્યારે એમાં કેસરના રેસા, ઇલાયચીનો પાઉડર, બદામ, પિસ્તા અને કાજુ નાખી ગરમ ગરમ પીરસો.

 

ચોકલેટ કોટેડ કોપરાપાક

ચોકલેટ કોટેડ કોપરાપાક

સામગ્રીઃ

75 ગ્રામ ખાંડ, 150 ગ્રામ કોપરાનું છીણ, 1 ચમચી તાજી મલાઈ, ચપટી એલચી પાવડર, 2 ચમચી ઘી, 2 ચમચી કોકો પાવડર, 70 ગ્રામ આઈસીંગ શુગર.

રીતઃ

સૌ પ્રથમ એક કઢાઈમાં ખાંડ લો અને ખાંડ ડુબે એ કરતાં સહેજ વધુ પાણી ઉમેરી દોઢ તારની ચાસણી બનાવો. આ ચાસણીમાં કોપરાનું છીણ ઉમેરી, તાજી મલાઈ અને એલચી પાવડર ઉમેરી બધુ જ મિક્સ કરી એક થાળીમાં પાથરી દો. હવે ચોકલેટ કોટિંગ માટે એક પેનમાં ઘી મૂકો. ઘી ગરમ થાય એટલે ગેસ બંધ કરી તેમાં કોકો પાવડર અને આઈસીંગ શુગર ઉમેરી મિશ્રણ તૈયાર કરો. આ ચોકલેટ મિશ્રણ કોપરાપાક ઉપર પાથરી દો અને 2 થી 3 કલાક ફ્રિઝમાં સેટ થવા મૂકી દો. ત્યારબાદ મનપસંદ આકારના પીસ કરી પીરસો.

શીંગ ટોપરાની બરફી

શીંગ ટોપરાની બરફી

સામગ્રીઃ

1 વાટકી શેકેલી શીંગનો ભૂકો, દોઢ વાટકી ટોપરાનું છીણ, દોઢ ચમચી મલાઈ, 1 વાટકી ખાંડ, 1 ચમચી ઘી, 1 ચમચી એલચી પાવડર.

રીતઃ

સૌ પ્રથમ એક બાઉલમાં શેકેલા શીંગદાણાનો ભૂકો લો. શીંગના ભૂકાથી દોઢગણું ટોપરાનું છીણ તેમાં ઉમેરી મિક્સ કરો. હવે તેમાં દોઢ ચમચી મલાઈ અને ખાંડ ઉમેરી બધું બરાબર ભેળવો. હવે એક કઢાઈમાં ઘી મૂકો, ઘી ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલું મિશ્રણ તેમાં ઉમેરી, ધીમા તાપે ગરમ કરો એટલે મલાઈ ઓગળશે અને બધુ બરાબર મિક્સ થશે. છેલ્લે એલચી પાવડર તેમાં ઉમેરી ગેસ બંધ કરી, મિશ્રણ એક પ્લેટમાં પાથરી દો. ઉપર બદામની કતરણ પાથરો. 5 થી 10 મિનિટ ઠંડુ પડવા દો, ત્યારબાદ તેમાંથી ચોસલા કાપી સર્વિંગ પ્લેટમાં ગોઠવો.

 

ઓરેન્જ પુડિંગ

ઓરેન્જ પુડિંગ

puddingસામગ્રી

૧/૨ કપ ઓરેન્જ જયૂસ, ૩/૪ કપ સુગર ૨ ટેબલસ્પુન + દોઢ ટીસ્પુન અનસોલ્ટેડ બટર, (રૂમ ટેમ્પરેચર પ્રમાણે સોફટ થયેલું), ૧ ટેબલ સ્પુન ઓરેન્જ ઝેસ્ટ, ૧/૪ કપ ઓલ-પરપઝ ફલોર, ૧ કપ મિલ્ક

રીત

ઓરેન્જ જયૂસને સોસપેનમાં રેડો, તેમાં બટર, ક્રીમ, સુગર, ઓરેન્જ ઝેસ્ટ માપસર નાખો. ગરમ પાણી માપ પ્રમાણે નાખ્યા બાદ નોન-સ્ટીક પર બેકિંગ પાઉડર સ્પ્રે કરો ૩૦થી ૩૫ મિનિટમાં બસ સ્વાદિષ્ટ ઓરેન્જ પુડિંગ તૈયાર! ડેકોરેશન માટે ઉપર ઓરેન્જની સ્લાઇસ મૂકી શકાય.

 

ખસખસનો શીરો

ખસખસનો શીરો

સામગ્રી :

ખસખસ – ૧૦૦ ગ્રામ, ઘી – ૧૦૦ ગ્રામ, એલચી પાઉડર – પોણો ચમચી, માવો – ૨૫૦ ગ્રામ, કોપરું – અડધી કાચલીનું છીણ, સમારેલી ખારેક – ૧૦-૧૨ નંગ, બદામ – ૨૦-૨૫ નંગ, પિસ્તા – ૧૫-૨૦ નંગ, કાજુ – ૧૫-૨૦ નંગ, દૂધ – અઢી કપ, ખાંડ – ૨૫૦ ગ્રામ

રીત :

ખસખસને બે કપ પાણીમાં આખી રાત પલાળીને રાખો. પાણી કાઢીને તેને વાટો અને પેસ્ટ બનાવો. ઘી ગરમ કરી તેમાં ખસખસ પેસ્ટને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. એલચી પાઉડર નાખી હલાવો. તેમાં માવો નાખી પાંચ મિનિટ સુધી સાંતળો. ખમણેલું કોપરું, ખારેક, બદામ, કાજુ, પિસ્તા નાખી બે-ત્રણ મિનિટ સુધી હલાવો. દૂધ નાખી મિશ્રણ ગાઢું થાય ત્યાં સુધી પકાવો. ખાંડ નાખો. ખાંડ ઓગળે અને મિશ્રણ શીરા જેવું ઘાટું થાય ત્યાં સુધી હલાવો. ગરમ ગરમ પીરસો.