happy valentine from Punit thakar

 

પ્રિયે,

પ્રેમ શું છે? પ્રેમ સનાતન સત્ય છે, લાગણી છે, સંબંધ છે, જીવનનો પર્યાય છે. દરેક વ્યક્તિએ પ્રેમ તો કરવો જ જોઈએ. પ્રેમ વિના વ્યક્તિ અધુરો છે, જીવન અધુરું છે. આપણી અધુરપ પૂરાય કે ન પૂરાય પણ પ્રેમ અધુરપનું મધુરપમાં રૂપાંતર કરે છે. પ્રેમ એક અનુભવ છે. ગમે ત્યાં, ગમે તેની સાથે પ્રેમની લાગણીનો સંબંધ અનુભવી શકાય છે.

તને પત્ર લખવો છે અને નથી લખવો. બધી જ વાતો કહેવી છે અને કશી જ વાત નથી કહેવી. બધી જ વાત કોઈ કદીયે કરી શક્યું છે ખરૂં? લાગણીની લિપિ પૂર્ણપણે કોરા કાગળ પર અંકિત થઈ શકે ખરી? એટલે જ પત્ર લખવાની સનાતન પ્યાસ હોવા છતાં પત્ર લખવાનું માંડી વાળું છું પણ આ વાત માંડી વાળી શકાય એવી પણ નથી. હું લખું છું, વલખું છું, લખું છું. સૂરજનું કિરણ રોજ સવારે સમુદ્રનાં જળ પર પોતાની લિપિ આંકવા માટે અથાક પ્રયત્નો કરે છે, થાકીને તે ફરી પાછું રાતનાં અંધકારમાં લપાઈ જાય છે પરંતુ તારા દિલનાં કિરણોએ મારાં હ્ર્દય પર પ્રેમની લિપિ અંકિત કરી દીધી છે.

કેટલાંક પ્રશ્નોનો જવાબ તો કદાચ તું જ આપી શકે. તારી પાસે કોઈ જાદુ છે? કોઈને પરવશ કરવાની કળા છે? કેમ મારાં આંખ-કાન-હ્ર્દય તને મળવા આટલા બધા અધીરાં અને આકળાં-બેબાકળાં બન્યાં છે?

મારે તો તને એકજ વાત કહેવી છે. તું આવ, અહીં આવ, પવનનાં તીરની ગતિ લઈને આવ. આ સાગરમાં મારી નાવ ડુબી જાય એ પહેલાં આવ. આ રાતનો અંધકાર જરી પણ નથી જીરવાતો. મારો આ સૂર તારા શબ્દ વિના ક્યાં લગી એકલો-અટુલો રઝળતો-ગાતો ફર્યા કરશે? મારે મારાં ગીતનું ગળું ભીંસીં નથી નાખવું. મારે તો મુક્તપણે ગાવું છે ગીત તારા પ્રેમનાં રેશમી બંધનનું.

હાથમાં તારો હાથ હોવો જોઈએ, જીવનમાં તારો સાથ હોવો જોઈએ. ચાલ, આપણે સ્મશાનગૃહમાં સ્મિત અને પ્રેમની અગ્નિ ચાંપીને વિરહ અને આંસુઅઓનો અગ્નીસંસ્કાર કરીએ.

હું આ પત્રનાં પ્રત્યુત્તરની પ્રતિક્ષા નહીં કરું કારણકે મારું હ્ર્દય પ્રતિક્ષા કરે છે તાર આગમનની.

લિ.

તારા પગરવનો પ્રતિક્ષાર્થી…..

વ્યક્ત કરો તમારા પ્રેમની પરીભાષાને તમારા શબ્દોમાં…

Valentine એટલે પ્રેમને અભિવ્યક્ત કરવાનો તહેવાર…
વસંત ઋતુમાં ખીલેલી પ્રકૃતિને જોઈને આમતો દરેકના મનમાં આ અહેસાસ થતો હશે પરંતુ આજના આ મોર્ડન યુગમાં પોતાની લાગણીઓને કોઈને સામે અભિવ્યક્ત કરવા માટે સ્પેશીયલ દિવસ નક્કી કરવામાં આવ્યો છે એટલે કે વેલેન્ટાઈન ડે…
પ્રેમની પરીભાષાને શબ્દોની જરુર નથી તેમ છત્તાં પોતાના ઉરની લાગણીઓને બીજા સુધી પહોંચાડવા,પ્રેમને સમજ્વાનું દરેકનું આગવુ વિઝન હોય છે.
કોઈના માટે પ્રેમ એટલે વાસંતી વાયરો અને ફૂલોનું ખીલવુ,
કોઈના માટે કોઈ મિત્રતાને સંબંધનું નામ આપવુ,
કોઈના માટે જુની વિસરાઈ ગયેલી દોસ્તીને ફરી સંભારવી,
કોઈના માટે પરીવારજનોને કોઈ નવી ખુશી આપવી…
આ છે પ્રેમ અને લાગણીઓની અલગ – અલગ પરીભાષા…આપના માટે શું છે પ્રેમ અને આ વેલેન્ટાઈમાં કેવી રીતે વ્યક્ત કરશો તમારા પ્રિયજન સમક્ષ આ પ્રેમ…લખી જણાવો તમારી આ ખાસ પળને અને વ્યક્ત કરો  બ્લોગોત્સવ સાથે…
blogotsav@gmail.com

બ્લોગોત્સવનું નવુ આકર્ષણ

બ્લોગોત્સવનું નવુ આકર્ષણ

બ્લોગોત્સવનું નવુ આકર્ષણ એટલે ગુજરાતની ગરીમાને સાર્થક કરતા તારલા અને તેમના વિષેની અંગત માહિતી ટુંક સમયમાં જ તમે જોઈ શકશો બ્લોગોત્સવનાઆ આપણા મલકમાં…

શ્રધ્ધાંજલી

શ્રધ્ધાંજલી

ગુજરાતી ગઝલનો આખો એક યુગ એટલે આદિલ મન્સૂરી
તેમને બ્લોગોત્સવ તરફથી ભાવભીની શ્રધ્ધાંજલી

ગુજરાતી ગઝલ ક્ષેત્રે જેમનું નામ ચાર દાયકાથી પણ વધારે અરસાથી અવિચળ છે જેમની ગઝલો
જગતભરમાં પ્રખ્યાત છે તેવા આદિલ મન્સૂરીનું ૭૨ વર્ષની વયે તા. ૬ નવેમ્બર ગુરુવારના રોજ ન્યુજર્સી ખાતે નિધન થયુ છે….

બ્લોગોત્સવ તેમની આત્માને શાંતિની પ્રાર્થના કરતાં તેમને ભાવભીની શ્રધ્ધાંજલી પાઠવે છે…
તેમને ગુજરાતી ગઝલને આપેલી બુલંદી માટે આભારી છે.તે હંમેશા જીવંત રહેશે તેમની રચનાઓ થકી…
તેમની પ્રસિધ્ધ ગઝલો

* નદીની રેતમાં રમતું નગર મળે ના મળે….
* જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે…
* માનવ ના થઈ શક્યો તો ઈશ્વર બની ગયો…