માતા-પિતાની છત્રછાયામાં

હયાત માતા-પિતાની છત્રછાયામાં, વહાલપનાં બે વેણ બોલીને નીરખી લેજો…
હોઠ અડધા બીડાઇ ગયા પછી, ગંગાજળ મૂકીને શું કરશો…
અંતરના આિશવૉદ આપનારને, સાચા હ્રદયથી એક પળ ભેટી લેજો…
હયાતી નિહ્ હોય ત્યારે નત મસ્તકે, છબીને નમન કરીને શું કરશો…
કાળની થપાટ વાગશે, અલિવદા એ થઇ જશે, પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહી ફ્રે…
લાખ કરશો ઉપાય, એ વાત્સલ્ય લહાવો નિહ્ મળે, પછી દીવાનખંડમાં તસ્વીર મૂકીને શું કરશો…
માત-િપતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળે, અડસઠ તીરથ એમનાં ચરણોમાં, બીજાં તીરથ ના ફરશો…
સ્નેહની ભરતી આવીને ચલી જશે પલમાં,પછી કીનારે છીપલા વીણીને શું કરશો…
હયાત હોય ત્યારે હૈયું એમનું ઠારજો, પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર રાખશો…
પંચ ભૂતમાં ભળી ગયા પછી આ દેહનાં અિસ્થને ગંગામાં પધરાવીને શું કરશો…
સ્ર્વ બનીને ઘડપણની લાકડી તમે બનજો, હેતથી હાથ પકડીને ક્યારેક તીથૉમાં સાથે ફરજો…
માતૃદેવો ભવ, િપતૃદેવો ભવ સનાતન સત્યછે, પછીસમનામ સત્ છે બોલીને શું કરશો…
પૈસા ખચૅતાં સઘળુ મળશે, માતા-િપતા મળશે નિહ્, ગયેલો સમય નિહ આવે, લાખો કમાઇ ને શું કરશો…
પ્રેમ હાથ ફેરવીને ‘બેટા’ કહેનાર નિહ્ મળે, પછી ઉછીનો પ્રેમ લઇને, આંસું સારીને શું કરશો…

લીડર

દુનિયા મને શું આપશે એમ વિચારનારા મેનેજર બને છે,
દુનિયા ને હું શું આપું એમ વિચારનારા લીડર બને છે..!!

– બર્નાડ રામાંન્સોઆ

દોસ્તી

“”જોડે ચાલવુ એ “શરુઆત” છે, જોડે રહેવુ એ “પ્રગતી “છે. જોડે જીવવુ એ “જીદંગી” છે, જોડે મરવુ એ “પ્રેમ” છે. પણ અલગ રહીને પણ જોડે રેહવુ એજ “દોસ્તી

….કે

….કે દુનિયાની ઉત્તમ નિશાળ એક વૃદ્ધ માણસના પગ પાસે હોય છે.

….કે પ્રેમમાં પડો એટલે આંખ અને વર્તન બંને હંમેશા એની ચાડી ખાય છે.

….કે તમે મારો દિવસ સુધારી દીધો – એવું મને કહેનાર હકીકતમાં મારો દિવસ સુધારી દે છે.

…..કે આપણા ખોળામાં બાળક ઊંઘી જાય તે દુનિયાની સૌથી શાંત અને ઉમદા લાગણીઓની ક્ષણોમાંની થોડીક ક્ષણો હોય છે.

…..કે દયાળુ અને માયાળુ બનવું તે ખરાબ બનવા કરતા વધારે સારું છે.

….કે બાળકની કોઈ પણ ભેટનો અસ્વીકાર ન કરવો જોઈએ.

…..કે કોઈને મદદ કરવાની શક્તિ મારામાં ન હોય ત્યારે મારે તેના માટે પ્રાર્થના જરૂર કરવી જોઈએ.

…..કે આપણું પદ કે પ્રતિષ્ઠા ગમે તેટલા ગંભીર રહેવાનું શિખવાડે પણ આપણી પાસે એવા બેચાર મિત્રો તો હોવા જ જોઈએ કે જેમની સાથે ટોળાટપ્પાં કરી શકાય, ઠઠ્ઠામશ્કરી કરી શકાય.

…..કે દરેકેદરેક વ્યક્તિને જિંદગીમાં ઘણી વખત એક સહાનુભૂતિભર્યા સાથ અને લાગણીભર્યા હૃદયની જરૂર પડતી હોય છે, જે તેને સમજી શકે.

…..કે જિંદગી એક ગરગડી પર વીંટાળેલા દોરા જેવી છે. છેડો જેમ નજીક આવે તેમ તેમ વધારે ઝડપથી ભાગવા લાગે !

…..કે આપણને બધું જ નથી આપ્યું એ ભગવાને આપણને આપેલ ઉત્તમ વરદાન છે !

…..કે પૈસો નૈતિકતા નથી ખરીદી શકતો.

From Orkut

સુવિચાર: તક

” નિરાશાવાદી માણસ દરેક તકમા મુશ્કેલીઓ શોધે છે જ્યારે આશાવાદી માણસ દરેક મુશકેલીમા તકો શોધે છે…!

— વિન્સટન ચર્ચિલ —

” એક વિચાર “

” એક વિચાર “

જેમ “જન્મ અને મૃત્યુ” એક બીજાથી વિરૂદ્ધ છે.
તેમજ “હાસ્ય અને રૂદ્દન” પણ એક બીજાથી વિરૂદ્ધ છે.
વળી “પહેલાં અને પછી” એ પણ એક બીજાથી વિરૂદ્ધ છે.
જો આમ જ હોય તો માનવી જન્મ્યા પછી તરત જ રડે છે.
તો મરતાં પહેલાં હસતો કેમ નથી ?

સુવિચાર

જગતમાં ખરેખર ત્રણ વસ્તુઓ મહાન છે; પર્વત, મહાસાગર અને સાચા દિલથી કામ કરતો માનવી. ત્રણેયની અંદર રહેલી શક્યતાનો તાગ આપણે પામી શકીએ તેમ નથી. –  એમરસન