બે વાસ્તવિક ગપ્પા

સ્ત્રી – હું પાંચ મિનિટ મા તૈયાર થૈ જૈશ

અને

પુરુશ – બસ પાંચ મિનિટમા ઘરે પહોંચુ છું

Advertisements

પ… પત્ની નો..

1.     એ કારણ વગર ’ક્યુટ’ બનવાની
કોશિશ કરતીહોય ત્યારેસાવચેત
રહેવું..!

2. તમારી પત્ની બન્ને હાથ કેડ પર
મૂકીને અનિમેષ નયનેતમારી સામે
જોઈ રહી હોય……ત્યારે બધુંજ
સાચેસાચું કહીદેજો! એ સમય
રોમાન્ટિક થવાનો નથી!

3. એ જો આંખો નચાવતા નચાવતા ’તુઝે
ઝમીંપે બુલાયા ગયાહૈ મેરે
લીયે…’ ગાતી હોય તો એણે
સોંપેલું કામ બમણા ઉત્સાહઅને
સ્ફૂર્તિથી કરવા માંડજો!

4. ‘ઘરકામમાં મદદ’નો અર્થ સ્કૂલ
અને લગ્નજીવનમાં જુદો જ થાય છે
એ બને તેટલું ઝડપથી સમજીલો
એટલું સારું! સ્કૂલમાં મદદ
મળતી હતી,લગ્નજીવનમાં કરવાની
હોય છે!

5. ‘ચુપચાપ બેસો’ આ વાક્ય તમને
કે.જી.-નર્સરી બાદ છેક લગ્ન પછી
સાંભળવા મળશે! આવું જ્યારે
કહેવામાં આવે ત્યારે કોઈપણ
દલીલ કર્યા વગર એ પ્રમાણે કરો!

6. એ તમારી પૂછપરછ કરે અથવા
તમારી પાસબુક કે ડાયરી તપાસે તો
બોચિયા સ્ટુડન્ટની
જેમ ’લેસન’ બતાવી દેજો!

7. ‘જ્યાં ન પહોચે કવિ ત્યાં
પહોચે પત્ની’ – આ નવી કહેવત યાદ
રાખો! કોઈની પણ કલ્પના બહારનું
તમારું બહાનું એ આસાની થી પકડી
પાડશે,માટે સાચું જ બોલવાનો
નિયમ રાખો!

8. ‘એમને શક કરવાનો હક છે, એ મારા
દિલની ધકધક છે’ આ સુત્ર ગોખી
નાખો. એના દરેક પ્રશ્નોનો
વિગતવાર જવાબ આપો.એમાં પણ
કાપલીબાજ વિદ્યાર્થીની જેમ
પ્રશ્નના જવાબનીશરૂઆતના બે
વાક્યોસવાલ સંબંધિત રાખીને
પછીફિલ્મીગીતના શબ્દો ઠપકારશો
તો પણ ચાલશે.

9. તમારા કાંસકામાંથી એના
વાળનું ગૂંચળું નીકળે ત્યારે
ગુસ્સેથવાને બદલે યાદ કરો કે
તમે એક જમાનામાં એની
ઝુલ્ફોનાઆશિક હતા અને એની
ઝુલ્ફોની છાંવમાં સુવાના
તમનેઅભરખા હતા!

10. પત્ની સાથે શોપિંગ કરવા જાવ
ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન
શોપિંગમાં હોવું જોઈએ, સેલ્સ
ગર્લ તરફ નહિ!

11. ‘ઘેર ઝઘડો ન થાય એવા અઢીસો
ભીંડા અને પાચસો ગ્રામફ્લાવર
આપ’ – આવી રીતે ઓર્ડર આપવાથી શાક
સસ્તું અનેસારું મળશે, ઉપરાંત
વીણવાની માથાકૂટમાંથી બચી
જશો! શાકવાળો પરણેલો હશે તો
થોડું શાક વધારે આપશે એ નફામાં!

12. એના ડાયેટીંગ પ્લાનની કદી
મજાક ઉડાવશો નહિ. પછી ભલેએ
પાંચમાંથી એક રોટલી ઘી વગરની
ખાવી એને જ ડાયેટીંગ ગણતી હોય.

13. પત્ની કામમાં અતિશય વ્યસ્ત
હોય અને તમે તદ્દન નવરાહોવ તો
પણ નવરા દેખાતા નહિ. આમાં વધુ
ચોખવટની અમનેજરૂર લગતી નથી!

14. એ જ્યારે તમે રખડતા મુકેલા
મોબાઇલના
ચાર્જર- કેબલ, છાપા, રીમોટ, કપડ�\
�, ગંદામોજા, હેંડ-કી, ટુવાલ
વગેરેને ઠેકાણે મુકતી હોય
ત્યારે એને તમારી કોઈ ખોવાયેલી
વસ્તુ શોધી આપવાનું કહેશો નહિ!

15. થાળી પીરસવા માટે સીરીયલની
વચ્ચે આવતા બ્રેકમાં જ વિનંતી
કરો! દરમ્યાનમાં ટાઈમ પાસ કરવા
સીરીયલોમાં રસ લેવાનું રાખો તો
કંઈ ખોટું નથી. એકતા કપૂર એમાં
ને એમાં જ બે પાંદડે થઇ છે!

16. ટી.વી. પર આવતા રસોઈ શોમાં
જોયેલી કોઈપણ વાનગી બનાવવાની
એને ફરજ પાડશો નહિ. અને ધારો કે
એ કોઈ નવા જ પ્રકારની
થાઈ,મેક્સિકન કે કોન્ટીનેન્ટલ
વાનગી બનાવે તો એના શું વખાણ
કરવાએ અગાઉથી વિચારી
રાખો, કારણ કે વાનગી ખાધા પછી
કંઈ સુઝશે નહિ!

17. પડોશીને ત્યાંથી આવેલી
વાનગીને ભૂલે ચુકે વખાણશો નહિ!

18. કચરો વાળ્યા પછી સાવરણી કદી
ઉભી મુકશો નહિ, એમ કરવાથી ઝઘડો
થાય છે એવું કહેવાય
છે. છેવટે ’સાવરણી ઉભી કેમ
મૂકી’ એ બાબતે પણ ઝઘડો થઇ શકે
છે.

19. લગ્નજીવનમાં ત્યાગનું મહત્વ
છે અને જે ગૃહત્યાગ કરી શકે એ
સૌથી સુખી હોય છે.
વિખવાદ ટાણે આ સુત્રનો ઉપયોગ
કરીને સુખી થાવ. યુદ્ધમાં આને
વ્યૂહાત્મક પીછેહઠ કહે છે!

20. વાદ-વિવાદના કિસ્સામાં
જીતીને દુઃખી થવાને બદલે
હારીને સુખી રહો એવું અનુભવીઓ
કહે છે!

21. ઝઘડામાં અવાજની માત્રા
મહત્વની છે, શબ્દો નહિ; તમારો
અવાજ હંમેશા ધીમો રાખો.

22. ઝઘડાનું એક કારણ તમારી જાતને
નિર્દોષ સાબિતકરવાની તમારી
વૃત્તિ હોય છે, જ્યારે સ્ત્રીઓ
કુદરતી રીતેજનિર્દોષ હોય
છે! અને આ વાત તમારા ભેજામાં ન
ઉતરતી હોયતો તમે સુખી થઇ રહ્યા
બોસ!

23. એમની અદાઓને વખાણતા રહેવી! આ
વિષયે માથું ખંજવાળવાની
ક્રિયાને પણ અદા જ ગણવી!

24. એમને ઈશ્કના સમંદરમાં ડૂબાડી
રાખો! સહેજવાર પણ એમની મુંડી
બહાર નીકળશે તો આખું અઠવાડિયું
ઢેબરાં થાય એટલી મેથી મારશે!

25 આ બધું કરવા છતાં પણ અમારે
ઘરમાં ઝઘડા થાયછે અને પત્ની
વાસણો પછાડે છે તો અમારે શું
કરવું?એનો પણઉપાય પણ અમે શોધ્યો
છે અને જાતે અજમાવી પણ જોયો છે!

ઉપાય સાદો છે.
પત્ની જ્યારે ગુસ્સામાં વાસણો
પછાડતી હોયત્યારે તમે તમને
આવડતા હોય એ શ્લોકો મોટા
અવાજેબોલવાનું ચાલુ કરી દે જો!
આથી પડોશીઓને લાગશે કે
ઘરમાંઆરતી થાય છે! ઘરમાં કયા
દેવની પૂજા થાય છે એકોઈને કહેતા
નહી.

એકજ અક્ષરની અંતાક્ષરી

  • મુકુન્દ મણીલાલ મહેતાએ  માર્કન્ડ  મગનલાલ મુન્શીને  મહેશના મામાની માશીની માટલી માંજી માંકડા માફક મળવાનું માંગ્યું.
  • ગાંડા ગધેડા + ગુણવાન ગધેડાએ ગીત ગાતાં ગાતાં ગમતું  ગાડું ગબડાવ્યું .
  • ફ્રિમોન્ટનાં ફુંગરાયેલા  ફાતિમા ફકીરમહમ્મદ ફારૂકીએ ફુલની ફોરમથી ફગફગતા, ફાલતુ ફળિયામાં ફાવટથી, ફોગટમાં ફટાફટ, ફિન્લેન્ડના ફોલમાં ફસાયેલા, ફર્સ્ટક્લાસ ફટાકડા ફોડ્યા.
  • મારા મામાએ મારી મામીને મરીયુ માર્યુ, ને મારી મામી મરી ગયા.
  • ગાંડા ગધેડા ગણાવો તો ગણાવો, ગમેતેમ ગરબડે ગાડૂં ગબડાવો.
  • કાળા કરશન કાકાએ કાળી કમળા કાકીને કહ્યું કે, કાળા કાચના કબાટમાંથી કાચી કેરી કાઢી કાપીને કચુંબર કરો.
    ખાખરાના ખાંસાહેબે ખરાબ ખાણું ખાધું.
  • ગાડાવાળૉ ગમનલાલ ગોળના ગાડવા ગણતો ગણતો ગાડાંમાંથી ગટરમા ગબડી ગયો.
  • ઘાંચીની ઘાણીથી ઘોઘાશાની ઘોડી ઘવાણી.
  • ચક્રમ ચંદુલાલે ચોકમા ચાબુક ચમકાવી.
  • છનાલાલ છાણાવાળાએ છાપામાં છાણા છપાવ્યા.
  • પીકે પલંગમા પોતાની પત્ની પન્ના પાસે પોઢ્યા.

કેટલીક જૂની કહેવતો આજના અર્થમાં

  • બહેરો બે વાર હસે – ચાઈના ની ફિલામેન્ટ બે વાર ઝબુકે.
  • ગાય ને દોહી કુતરી ને પાવું – આર.ઓ. નું પાણી એક્વાગાર્ડ માં નાખવું.
  • વાંદરા ને નિસરણી મળવી – ફેસબુક પર ગર્લ ફ્રેન્ડ મળવી.
  • પેટ પર પાટુ મારવું – ધંધા ની વાટ લગાડવી.
  • ધીરજ ના ફળ મીઠા – ૨ મિનીટ માં મેગી ના થાય..(ભલે એડવર્ટાઈઝમેન્ટ માં બતાવે.)
  • જીવ માં જીવ આવવો – પ્રેગ્નન્ટ હોવું.
  • દાઝ્યા પર ડામ – પાઈલ્સ ને ઉપર થી બાઈક ની સીટ ગરમ
  • કાગ નું બેસવું ને ડાળ નું પડવું – પહેલીવાર લીફ્ટ આપી ને પેટ્રોલ નું ખૂટવું.

જબરદ્સ્ત જોક્સ

ટીચર- ભુલ થાય ત્યારે માફી માંગે એને શું કહેવાય?
વિધ્યાર્થી- સમજદાર..!!

ટીચર- સરસ…અને ભુલ ના હોય તો પણ માફી માંગે એને શું કહેવાય?
વિધ્યાર્થીની- બોય-ફ્રેન્ડ.!!

—————————–

સંતા – એક કિલો ગાયનુ દૂધ આપજો.
બંતા – પરંતુ તમારુ વાસણ તો ખૂબ જ નાનુ છે.

સંતા – ઠીક છે તો બકરીનુ આપી દો….!!

—————————–

ટીચર- 8 નાં અડધા કેટલા થાય?

વિદ્યાર્થિ- એ તો તમે કેવી રીતે અડધા કરો છો એના ઉપર આધાર રાખે છે.જો હોરિઝોન્ટલી કરો તો જવાબ ’0′ આવે અને વર્ટિકલી કરો તો જવાબ ’3′ આવે.!

વિઝા ની કેટેગરી જોઈ લેવીજોઈએ..

વિઝા ની કેટેગરી જોઈ લેવીજોઈએ..
ગીર નાં જંગલ માંથી એક સિંહ ને પ્રાણીસંગ્રહાલયમાં લાવવા માં આવ્યો.
વન માં બેહદ રીતે વિહાર કરતો સિંહ પીંજરા માં એવી રીતેકેદ થયી ગયો જાણે કોઈ
ગરીબ બાપ ની રૂપાળી દીકરી અમીર નાં બંગલા માંબંદીવાન બને છે.
જમવા નો સમય થયો એટલે સિંહ ને વજન પ્રમાણે માંસઆપવા માં આવ્યું.
… સિંહે ડીશ હડસેલી ને ત્રાડ નાખી,
” હું જંગલ નો રાજા છું, કોઈ ડાયાટીશિયન ની હડફટે ચડેલો મiણસ નથી,
કે જોખી જોખી ને – તોળી તોળી ને જમવા બેસું !! બીજું, હુંભૂખ લાગે ત્યારે શિકાર
ની પાછળ દોડી ને- તેની સાથે યુદ્ધ કરી ને , તેને મારી ને–મેહનત કરી ને માંસ
ખાવા નો આદિ છું. મારે કયા જનમ નાં પાપ ની ડીપોઝીટપાકી કે મારે બીજા નું
મારણ કરેલું ખાવું પડે છે ? મન` મહેરબાની કરી ને મુક્તકરો નહિ તો હું આપઘાત કરી લઈશ ……!!!!!!!!”

સિંહે આત્મવિલોપન ની ચીમકી આપી એટલેઝૂ મેનેજર બોલ્યા ,
” મુક્ત વિહાર કરવા નું તો તારા નસીબ માં નથી પરંતુઅમે થોડાક પ્રાણિયો ને અમેરિકા મોકલવા ના છીએ. તેમાંહું તારૂ નામ ગોઠવી આપીશ.
ગમે તેમ તને વિઝા અપાવી દઈશ. ”

સિંહ ભારતીય હોવાથી તેના લોહી માં બિન-ભારતીયથવાની
તાલાવેલી હતી જ. તેથી સિંહે તેની કક્ષા થી નીચે ઉતરી નેબે
પગે ઉભા થઇ એવી રીતે સલામ ભરી કે જે રીતે
દીકરી ને પરદેશ પરણાવવા માટે ગમે તે કરવા તૈયાર
થયેલો બાપ પોતાના વેવાઈ ને સલામ કરે છે !!

સિંહ માટે ઝંખના માર્ગ બની ગઈ અને તે અમેરિકા પોહચીગયો.

નો સમય થયો એટલે ગોરો ઝૂ-કર્મચારી બે ડઝન કેળા
આપી ગયો ! સિંહ ને થયું કે આજે કદાચ અગીયારસ હશેઅને ઇન્ડિયન કરતા
એન- આર – આઈ વધુ ધાર્મિક હોવાથી ગોરો મનેઉપવાસ કરાવવા
માંગે છે. સિંહે પેહલા દિવસે તો ધોળિયા ની શરમેધરમ કરી લીધો.

પરંતુ બીજા દિવસે ફરી પાછું જમવા માં કેળા આવ્યા એટલેસિંહે ત્રાડ પાડવા ને બદલે
(આમેય ત્યાં ત્રાડ નાં પાડી શકાય ભાઈ) સભ્યતા થી કારણ
પૂછ્યું ત્યારે ગોરા કર્મચારી એ જવાબ આપ્યો,
**
” તમને
વાંદરા નાં વિઝા પર લાવવા માં આવયા છે. !!!!!

પોતાની હસતી

પોતાની હસતી બેફીકર હોવી જોઈએ,
દુનિયા ની નઝર તમારી ઉપર હોવી જોઈએ,
કામ એવા કરો જીવન માં કે ભગવાન પણ કહે,
આની જગ્યા તો મારી બાજુ માં જ હોવી જોઈએ.

રોજગારમાં પ્રેમનો એકરાર-સેલ્સમેન

[5] સેલ્સમેન

સાવ રીઝનેબલ અમારા રેટ છે
પ્રેમપત્રોનું અસલ પેકેટ છે
હર સિઝનમાં ચાલતી પ્રોડક્ટ આ –
વાપરો તો દિલ મફતમાં ભેટ છે.

રોજગારમાં પ્રેમનો એકરાર- ટાલ ધરાવનાર

[4] ટાલ ધરાવનાર

હું ઘસાયો એકલો ને તું સદા વ્હેતી ગઈ
‘લ્યો લપસજો’ કહીને લીસ્સા ઢાળ તું દેતી ગઈ
તેં દિધેલો કાંસકો ઝાલીને હું બેસી રહ્યો
બેવફા તું મસ્તકેથી વાળ પણ લેતી ગઈ !