લગ્નના એક-બે દિવસ બાદ

લગ્નના એક-બે દિવસ બાદ

પતિ: તો હવે શેની રાહ જોવે છે?

પત્ની: શું તમે એવું ઈચ્છો છો કે હું જતી રહું ?

પતિ: નારે ના! એવું
તો હું વિચારી પણ ન શકું.

પત્ની: શું તમે મને પ્રેમ કરો છો?

પતિ: હા! એક નહી હજાર વખત!!

પત્ની: શું તમે મને ક્યારેય દગો આપ્યો
છે?

પતિ: ક્યારેય નહી! એતો તું સારી રીતે જાણે છે, છતાં પૂછે છે?

પત્ની: હવે તમે મારા મુખને ચૂમસો ?

પતિ: અરે એના માટે તો હું
કોઈપણ તક નહી છોડું.

પત્ની: શું તમે મને મારશો?

પતિ: મને
શું હડકાયું કૂતરું કરડ્યું છે તો હું એવું કરીશ.

પત્ની: શું તમે
મારા પર વિશ્વાસ કરો છો?

પતિ: હાં!

પત્ની: ઓહ ડાર્લિંગ!!!

લગ્નના
એક વર્ષ બાદના વાર્તાલાપ માટે કૃપા કરી નીચેથી ઉપર વાંચો..

બ્લોગોત્સવ: જબરદ્સ્ત જોક્સ

બાયોલોજીની પ્રાયોગિક પરીક્ષામાં મગનને શિક્ષકે એક પગ દેખાડીને પૂછ્યું : ‘આ કયું પક્ષી છે ?’
મગનને જવાબ ન આવડ્યો તેથી નાપાસ કર્યો.

શિક્ષકે એને માર્ક મૂકતાં પહેલાં પૂછ્યું : ‘તારું નામ ?’
મગને પગ ઊંચો કર્યો : ‘તમને આવડે તો લખી લો !’

————

શિક્ષક : ‘બોલો બાળકો, ભગવાન ક્યાં રહે છે ?’
ગુડ્ડી : ‘ટીચર, મને લાગે છે કે ભગવાન અમારા બાથરૂમમાં રહેતા હોવા જોઈએ.’
શિક્ષક : ‘ગુડ્ડી, તને એવું કેમ લાગે છે બેટા ?’
ગુડ્ડી : ‘કેમ કે રોજ સવારે મારા પપ્પા બૂમો પાડે છે કે હે ભગવાન, તું હજીયે બાથરૂમમાં જ છે ?’