રોજગારમાં પ્રેમનો એકરાર-ટપાલી

[3] ટપાલી

તારી ગલીમાં જાતને વેચ્યા કરું છું હું
તારા પ્રણયના બોજને ખેંચ્યા કરું છું હું
કોની કૃપાથી હું ઘસું છું તારા ઉંબરા ?
પત્રો લખે છે કોક ને વહેંચ્યા કરું છું હું !

રોજગારમાં પ્રેમનો એકરાર-લુહાર

[2] લુહાર

ઘણની સાથે કોની જોડી હોય છે ?
લાગણી ટીપી ને તોડી હોય છે
બેવફા તારા હૃદયની એરણે –
રોજ બદલાતી હથોડી હોય છે !

રોજગારમાં પ્રેમનો એકરાર

[1] સુથાર

છોલવું કારણ વિના એ એમની લત હોય છે
પ્રેમનો રંધો નવો ને રોજ કસરત હોય છે
છે ટકાઉ સાગ જેવું દિલ છતાં વ્હેરાય છે
એમની પાસે નજરની એક કરવત હોય છે

બોસ એટલે કે…

એક માણસ પોપટ ખરીદવા દુકાને ગયો. એણે દુકાનદારને ભાવ પૂછ્યો :

દુકાનદાર : ‘જમણી બાજુનો પોપટ રૂ. 2000માં.’

ગ્રાહક : ‘એને શું આવડે છે ?’

દુકાનદાર : ‘એને કોમ્પ્યુટર આવડે છે.’

ગ્રાહક : ‘ડાબી બાજુનો પોપટ કેટલાનો ?’

દુકાનદાર ; ‘એનો ભાવ રૂ. 5000.’

ગ્રાહક : ‘એને શું આવડે છે ?’

દુકાનદાર : ‘એ પ્રોગ્રામિંગ જાણે છે.’

ગ્રાહક : ‘ને આ ત્રીજો જે વચ્ચે છે તે ? એને શું આવડે છે ?’

દુકાનદાર : ‘એનો ભાવ રૂ. 10,000. પ્રમાણિકતાથી કહું તો મેં એને કદી કંઈ કરતા જોયો નથી.

પરંતુ બાકીના બે પોપટ એને ‘બોસ’ કહે છે

લગ્નના એક-બે દિવસ બાદ

લગ્નના એક-બે દિવસ બાદ

પતિ: તો હવે શેની રાહ જોવે છે?

પત્ની: શું તમે એવું ઈચ્છો છો કે હું જતી રહું ?

પતિ: નારે ના! એવું
તો હું વિચારી પણ ન શકું.

પત્ની: શું તમે મને પ્રેમ કરો છો?

પતિ: હા! એક નહી હજાર વખત!!

પત્ની: શું તમે મને ક્યારેય દગો આપ્યો
છે?

પતિ: ક્યારેય નહી! એતો તું સારી રીતે જાણે છે, છતાં પૂછે છે?

પત્ની: હવે તમે મારા મુખને ચૂમસો ?

પતિ: અરે એના માટે તો હું
કોઈપણ તક નહી છોડું.

પત્ની: શું તમે મને મારશો?

પતિ: મને
શું હડકાયું કૂતરું કરડ્યું છે તો હું એવું કરીશ.

પત્ની: શું તમે
મારા પર વિશ્વાસ કરો છો?

પતિ: હાં!

પત્ની: ઓહ ડાર્લિંગ!!!

લગ્નના
એક વર્ષ બાદના વાર્તાલાપ માટે કૃપા કરી નીચેથી ઉપર વાંચો..

બ્લોગોત્સવ: જબરદ્સ્ત જોક્સ

બાયોલોજીની પ્રાયોગિક પરીક્ષામાં મગનને શિક્ષકે એક પગ દેખાડીને પૂછ્યું : ‘આ કયું પક્ષી છે ?’
મગનને જવાબ ન આવડ્યો તેથી નાપાસ કર્યો.

શિક્ષકે એને માર્ક મૂકતાં પહેલાં પૂછ્યું : ‘તારું નામ ?’
મગને પગ ઊંચો કર્યો : ‘તમને આવડે તો લખી લો !’

————

શિક્ષક : ‘બોલો બાળકો, ભગવાન ક્યાં રહે છે ?’
ગુડ્ડી : ‘ટીચર, મને લાગે છે કે ભગવાન અમારા બાથરૂમમાં રહેતા હોવા જોઈએ.’
શિક્ષક : ‘ગુડ્ડી, તને એવું કેમ લાગે છે બેટા ?’
ગુડ્ડી : ‘કેમ કે રોજ સવારે મારા પપ્પા બૂમો પાડે છે કે હે ભગવાન, તું હજીયે બાથરૂમમાં જ છે ?’

ગુજરાતી કહે..

દિલ્હીવાળા કહે : સેવ વોટર
મુંબઇગરા કહે : સેવ પેટ્રોલ
કાશ્મીરી કહે : સેવ ઇકોનોમી
રાજસ્થાની કહે : સેવ ટ્રીઝ
પણ ગુજરાતી કહે : સેવ બુંદી, સેવ પુરી, સેવ ગાંઠિયા….!

પ્રેમ મા એક ગોટો નિકળ્યો,

પ્રેમ મા એક ગોટો નિકળ્યો,
ધાર્યા કરતા બહુ મોટો નિકળ્યો,
આખી દુનિયા સાથે એક્લે હાથે લડી લેત,
પણ નસીબ એવા કે..

પોતાનો જ રુપિયો ખોટો નિકળ્યો…!!