કેટલીક જૂની કહેવતો આજના અર્થમાં

  • બહેરો બે વાર હસે – ચાઈના ની ફિલામેન્ટ બે વાર ઝબુકે.
  • ગાય ને દોહી કુતરી ને પાવું – આર.ઓ. નું પાણી એક્વાગાર્ડ માં નાખવું.
  • વાંદરા ને નિસરણી મળવી – ફેસબુક પર ગર્લ ફ્રેન્ડ મળવી.
  • પેટ પર પાટુ મારવું – ધંધા ની વાટ લગાડવી.
  • ધીરજ ના ફળ મીઠા – ૨ મિનીટ માં મેગી ના થાય..(ભલે એડવર્ટાઈઝમેન્ટ માં બતાવે.)
  • જીવ માં જીવ આવવો – પ્રેગ્નન્ટ હોવું.
  • દાઝ્યા પર ડામ – પાઈલ્સ ને ઉપર થી બાઈક ની સીટ ગરમ
  • કાગ નું બેસવું ને ડાળ નું પડવું – પહેલીવાર લીફ્ટ આપી ને પેટ્રોલ નું ખૂટવું.

કે પ્રેમ એટલે શું?

તું મને રોજ રોજ કહે છે હું તને પ્રેમ કરૂં છું,
ચાલ આજે થોડો સમય છે તો તું સમજાવ કે પ્રેમ એટલે શું?”

“વ્હાલી,તું કહે છે કે થોડો સમય છે,અને તારે પ્રેમને સમજવો છે?”

”તું તો કવિ છે
સમયને પણ શબ્દોમાં બાંધીને ઉતારી શકે છે
તો પ્રેમ જેવી બાબત આસાનીથી સમજાવી શકે છે”

મેં હસતાં હસતાં વ્હાલીને જવાબ આપ્યો,

“માનવી પછીનાં ૮૪ અવતારોમાં હું કિટકથી લઇને પ્રાણી બનીને
તને પ્રેમ કરતો રહ્યો અને આપણે અબોલ જીવો પ્રેમની
અનુભુતી કરતા રહ્યાં

અને માનવીનો અવતાર આવ્યો અને વાચા મળી ઍટલે
૮૪ અવતાર પછી પુછે છે કે -”પ્રેમ એટલે શું?”

એનો હાથ મારા હાથમાં લઇને થોડો દબાવીને પુછ્યું
હવે સમજાયું કે પ્રેમ એટલે શું!”

કશું જ ના બોલી શકી,એની આંખો બંધ થઇ ગઇ
મારા બીજા હાથને હાથમાં લઇ,આંખો બંધ કરી હાથમાં લખ્યું

“જ્યાં આઇ લવ યું કે હું તને પ્રેમ કરૂં છું એવું કહેવાની જરૂર રહેતી નથી
જેને ભાષા,કવિતા કે દેશ કે સરહદોનો પનો ટુકો પડે છે
એને કદાચ પ્રેમ કહેતાં હશે

કદાચ ! આપણી વચ્ચે કંઇક આવું જ છે”
થોડી હસીને બોલી “હે ને”

મેં ફરીથી એનો હાથ થોડો દબાવીને કહ્યું – “હા!સખત છે તારો પ્રેમ”
જેં ૮૪ અવતારો પછી પણ સમજમા ના આવ્યો કે આ પ્રેમ શું છે?

 

– નરેશ ડોડીયા

હ્યુમર સભર વાતો !!

ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે …

પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર એકી સાથે ખરીદી ના શકે ;
અને જે ખરીદી શકે છે તે શેઠ તેને ઊપાડી ના શકે …!!

——————–

બરફ જેવી છે આ જીંદગી …
જેનો ભુતકાળ પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી ….!!

——————-

થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે ….
અને થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે ..!

——————-

જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !!

જબરદ્સ્ત જોક્સ

ટીચર- ભુલ થાય ત્યારે માફી માંગે એને શું કહેવાય?
વિધ્યાર્થી- સમજદાર..!!

ટીચર- સરસ…અને ભુલ ના હોય તો પણ માફી માંગે એને શું કહેવાય?
વિધ્યાર્થીની- બોય-ફ્રેન્ડ.!!

—————————–

સંતા – એક કિલો ગાયનુ દૂધ આપજો.
બંતા – પરંતુ તમારુ વાસણ તો ખૂબ જ નાનુ છે.

સંતા – ઠીક છે તો બકરીનુ આપી દો….!!

—————————–

ટીચર- 8 નાં અડધા કેટલા થાય?

વિદ્યાર્થિ- એ તો તમે કેવી રીતે અડધા કરો છો એના ઉપર આધાર રાખે છે.જો હોરિઝોન્ટલી કરો તો જવાબ ’0′ આવે અને વર્ટિકલી કરો તો જવાબ ’3′ આવે.!

પ્રસિધ્ધ

કોઇ પણ માણસ એટલો પ્રસિધ્ધ નથી આ દુનિયામાં કે એને આખી દુનિયા જાણતી હોય.કોઇ અજાણી ગલીમાં એ પસાર થાય ત્યારે કુતરાઓને એને અજાણ્યો ગણીને ભસવાનાં જ છે.

– નરેશ કે.ડૉડીયા