દીકરી મારી લાડકવાયી – મનહર ઊધાસ

 

દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર

દીકરી તારા વહાલ નો દરિયો જીવનભર છલકાય
પામતા જીવન માતપિતા નું ધન્ય થયી જાય
એક જ સ્મિત માં તારા ચમકે મોતીડા હાજર
દીકરી મારી લાડકવાયી

ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ
રમતા થાકી ને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર
રૂપ માં તારા લાગે મને પરી નો અણસાર
દીકરી મારી લાડકવાયી

કાલી ઘેલી વાણી થી ઘર ઘૂઘરો થઇ ને ગુંજે
પ પ પગલી ચલાવતા બાપ નું હૈયું ઝૂમે
દીકરી તું તો માતપિતા નો સાચો છે આધાર
દીકરી મારી લાડકવાયી

હૈયા ના ઝૂલે હેત ની દોરી બાંધી તને ઝુલાવું
હાલરડાં ની રેશમી રજાઈ તને હું ઓઢાડું
પાવન પગલે તારા મારો ઉજળો છે સંસાર
દીકરી મારી લાડકવાયી

દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર

ઉશનસ્ – જીવન ઝાંખી

દીક પેગંબરે ઝાંખ્યું સમાધિમાં, ખ્વાબોમાં:
અરે, એ ખ્વાબ ખુલ્લી આંખથી જોવાં કિતાબોમાં.

ચઢી ઇતિહાસમાં ચૈતન્યની ભરતી અને ઓટો:
ઊંચી-નીચી અહીં અંકાઇ છે માઝા કિતાબોમાં !

હજારો વર્ષ પહેલાંના પ્રબળ ઉદ્ ગાર સફરી થૈ,
વટાવી કાળના વગડા પધાર્યા છે કિતાબોમાં !

જહર પી અમૃતે છલક્યાં મીરાં જેવાં કંઇક કંઠો,
શરાબી જામથીયે કેફી મયખાનું કિતાબોમાં !

અરે આ શબ્દ – જ્યાં જ્યાં એ ગયા, ઇતિહાસને સર્જ્યો,
પ્રજા ઊઠી, પલટિયો કાળ – સૂતાં છે કિતાબોમાં !

કબાટેથી કબાટે ગ્રંથઘરમાં બ્ હાર ઘૂમતો હું
શકીશ થોડોય ઊતરી અક્ષરે અંદર કિતાબોમાં?

હૃદયની કાપલી ક્યાં ક્યાં કરી કૈં કેટલી મૂકવી
– જ્યહીં હર પૃષ્ઠ નોંધો મૂકવા જેવી કિતાબોમાં?

-ઉશનસ્ – જીવન ઝાંખી