પતિ-પત્નિ અને પ્રેમાલાપ

યુવા

પતિ-પત્નિ અને પ્રેમાલાપ

આરોહી અને અમન એક એવા પતિ પત્ની છે જે હંમેશા નાની મોટી નોકજોક કે ટસલો કર્યા કરે. એક વાર તેમણે એવુ નક્કી કર્યુ કે આપણે બણે એક કાગળ લઈને બેસીએ અને આપણી જેટલી શિકાયતો છે તે તેમાં લખી લઈએ અને પછી તે સાથે બેસીને વાંચીએ. એવું કર્યા પછી હવે તેઓ સાથે બેસીને વાંચે છે, સૌથી પહેલા આરોહીનો કાગળ વાંચે છે , તેમાં નાની નાની ઢગલાબંધ શિકાયતો છે કે તમે આમ નથી કરતા ને તમે તેમ નથી કરતા, અમન બધી શિકાયતો ધ્યાનથી સાંભળે પણ છે, હવે આવ્યો અમનનો કાગળ વાંચવાનો વારો….પણ આ શું? કાગળ તો આખો કોરો! આરોહીને આશ્ચર્ય થયુ કે આવુ કેમ? ત્યારે અમને જવાબ આપ્યો, કે ભલે ગમે તેટલા પ્રોબલેમ આપણી વચ્ચે હોય પણ તું મને ગમે છે. આ છે પ્રેમ. આ તો થયો પ્રેમનો એક સરળ દાખલો પરંતુ દુનિયામાં પ્રેમનાં આવા ઘણાં દાખલાં મળી રહેતાં હોય છે.
આ દુનિયામાં દરેકનાં મનમાં પોતાના પ્રિયપાત્રને લઈને એક છબી ચિતરાયેલી હોય છે, પરંતુ જ્યારે લગન્ જેવા ગંભીર નિર્ણય કરવાનો સમય આવે ત્યારે દરેક માણસ આ બધુ ભૂલીને પ્રેકટીકલ થીંકીંગ કરતા થઈ જાય છે. તેને આજની ટેકનીકલ ભાષામાં કહીએ તો પ્રિય પાત્રની છબીની સાથે પોતાનાં પરિવારમાં સેટ થઈ શકે , પોતાનાં માતાપિતા વડિલોની પસંદગી, ઘરની પરિસ્થિતિમાં એડજસ્ટ થઈ શકે તેવી સુશિલ, ઘરને સંભાળી શકે તેટલી સાક્ષર, મિત્ર વર્તુળમાં વટ પાડી શકાય તેટલી હોશિયાર કે સુંદર  અને થોડુ ઘણું પણ કમાતી હોય તો બોનસ કહેવાય તેવી કોમ્બો પેકેજ પત્ની જોઈએ અને બીજી તરફ યુવતીઓેને પણ આ જ રીતે પ્રેક્ટીકલ થઈ મનની છબીઓને ભૂલીને દેખાવમાં ઓછો પણ સારુ કમાતો, વેલ સેટ કહી શકાય તેવો અને સમાજમાં જેની પ્રતિષ્ઠા હોય તેવો તથા પોતાને પણ થોડી આઝાદી મળે તો બોનસ કહી શકાય તેવો કોમ્બો પેકેજ પતિ જોઈતો હોય છે. મોટાભાગનાં કિસ્સાઓમાં આ જ રીતે પસંદગી થતી હોય છે, પણ મનમાં રહેલી  છબીને તેઓ ભૂલી શકતા નથી ત્યારે પોતાના જ જીવનસાથીમાં તે છબી શોધી પ્રેમની નવી શરૂઆત કરી શકાય.
પ્રમિકા જેવા ગુણો પત્નિમાં જોવા એટલા મુશ્કેલ પણ નથી , બસ જરૂર છે તો  એક કોશિશની. પ્રેમિકાની ડ્યુટી ખાલી હરવા ફરવા સુધીની સિમિત હોય છે તેથી તે હંમેશા સારી જ લાગે જ્યારે એક પત્નીની ડ્યુટીમાં ઘર પરિવાર પણ આવતા હોય ત્યારે તે  એક સારી વહું અને માતા પણ હોય છે એટલે ઘણાં ખરાં કિસ્સાઓમાં તે પ્રેમને વ્યક્ત કરવાનું ચુકી પણ જાય ત્યારે  તેવી નાજુક લાગણીઓનાં ખૂણાં પૂરવાની બાબતને પ્રેમાલાપથી બેલેન્સ કરી શકાય
ખૂબ મધૂર બની શકે છે આ પતિ પત્નિનો પ્રોમાલાપ પણ…જો શબ્દો સ્પર્શે તો વર્ષો વર્ષ તાજા રહી શકે છે આ પતિ પત્નિનાં મીઠાં સંબંધો.
-પ્રકૃતિ ઠાકર