મને જડતો નથી કીનારો મારો ક્યાથી આવે આરો

લઈફનો સૌથી મોટો પ્રોબ્લેમ એટલે જે જોઇએ છે તે મળતુ નથી ને મળે છે તે ગમતુ નથી…ના ના હું લગ્નની નહિ નોકરીની વાત કરુ છુ. સદનસીબે પતિ તો સારો મળ્યો છે. ગ્રેજ્યુએશનની સાથે કેબીન ક્રૂ, હોટલ મેનેજ્મેન્ટ, જર્નાલિઝમ…જેવી ડિગ્રીઓ તો ડાન્સીંગ , પેન્ટીંગ, કુકીંગ મહેન્દી જેવી સ્કીલ્સ….પણ કહેવાય છે ને કે માસ્ટર ઓફ ઓલ જેક ઓફ નન એવુ જ કંઈક મારા કિસ્સામાં પણ સાબિત થાય છે.

કોલેજ પત્યા પછી છેલ્લા ચાર વર્ષમાં પાંચ નોકરી બદલી ચુકી છું અને અત્યારે ઘરે બેઠી છું ફરી એક નોકરીની તલાશમાં. મારું આંગણું હંમેશા વાંકુ રહેતું એટલે કે નાની નાની બાબતમાં નોકરી છોડીને બીજી જોઈન્ટ કરતી.ક્યારેક સેટીસ્ફેક્શન ના નામે તો ક્યારેક સેલરીના નામે એક પછી એક નોકરી છોડતી રહી, સાચુ કહુ તો નોકરી અંગેની કોઈ જાતની ગંભીરતા જ નહોતી.
આજે મને મારી છોડેલી બધી જ જોબની વેલ્યુ સમજાય છે…બહુ આસાનીથી મળી ગઈ હતી મને એ નોકરીઓ જેને મેળવવા લોકોના વર્ષોવર્ષના પ્રયત્નો રહેતા હોય છે.એમાંય ટીવી એન્કરની નોકરીમાં મને ફેમ અને ગ્લેમરનો નશો પણ હતો.

ત્યારેજ આવ્યો એક નવો વળાંક…એટલે મારા લગ્ન.જેના માટે મારી મરજીથી જોબમાં બ્રેક લીધો. વિચાર્યુ કે છ મહિના નવા લગ્નની મજા માણું પછી બરાબર સેટ થઈ જઈશ એટલે નોકરી તો મળી જ જવાની ને!

આજે મારા લગ્નને દોઢ વર્ષ થઈ ગયુ છે. હું એક સારી નોકરીની તલાશમાં છું. કોઈ પણ ફીલ્ડ ,કોઈ પણ સેલરીની બસ નોકરી મળી જાય.કેમકે શોખ પુરા કરવા તો પતિ છે ને જે મને એટલો પ્રેમ કરે છે કે મારી બધી વસ્તુ માંગ્યા પહેલા જ હાજર કરી દે છે, પણ હું કંટાળી ગઈ છું ઘરમાં , થાકી ગઈ છું, હારી ગઈ છું…બે-ચાર મોટીવેશન ની ડીવીડી પણ જોઈ લીધી…હવે કંઈક નવુ કરવુ સાચા મનથી….બસ નોકરી મળી જાય…અને મારી ક્રીયેટીવીટીની ડૂબતી નૈયાને કીનારો મળી જાય.

પ્રકુતિ ઠાકર