શબ્દો વગર સમજે તે જીવનસાથી

યુવા

લગ્ન્ જીવનમાં મેળવવા કરતા આપવાની ભાવના જ સંબંધને પરિપકવ બનાવે છે. એના માટે  તમારા પાટર્નરની પસંદ નાપસંદનું પણ ધ્યાન રાખો. મોટે ભાગે દરેક લોકો એવુ જ ઈચ્છે છે કે તેમને એવા લાઈફ પાર્ટનર મળે જે તેમની ભાવનાઓ અને ઈચ્છાઓને સમજે, પરંતુ લાઈફ પાર્ટનરની પણ કેટલીક ઈચ્છાઓ હોય તે પણ એવા જ સપનાં જોતા હશે કે તેમના પાર્ટનર પણ તેમને સમજે.

મૌન પણ ભાષા બને છે કોક દિ જોજો,
  શબ્દ પણ  જ્યારે સાવ  ચીલો ચાતરે.

લગ્ન્નો સંબંધ એ આખા જીવનભરનો સંબંધ છે. તેમાં પ્રેમ અને વિશ્વાસ મેળવવા માટે પણ સામે પ્રેમ અને વિશ્વાસ આપવો પડે છે. શું ધ્યાન રાખશો સંબંધને વધુ મજબૂત કરવા માટે ?
જ્યારે પણ કોઈ અણગમતી વાત બને તો તરત જ રીએક્ટ ના કરતા સામેના વ્યક્તિની બધી જ વાત પૂરી સાંભળો પછી શાંતિથી વિચારીને જવાબ આપો.
તમારા જીવનસાથીને નાની નાની કઈ વાતથી ખુશી મળે છે તે વસ્તુઓને મહત્વ આપો અને તે કરો, આ જીણી જીણી વાતો ઘાઢ આત્મીયતા બાંધી આપશે આપની વચ્ચે…
એકધાર્યુ જીવન ના જીવતા અમુક અમુક સમયે લાઈફ પાર્ટનર માટે સરપ્રાઈઝનું આયોજન પણ કરતા રહો.
તમારા બિઝી શિડ્યુલમાં પણ દિવસનો ચોક્કસ સમય તમારે લાઈફ પાર્ટનર માટેનો રાખવો જોઈએ, જેમા તમે તેમની સાથે તમારી અંગત પળો શેર કરી શકો.
જો લાઈફ પાર્ટનરથી કંઈ ભૂલ થાય તો તેને જાહેરમાં ના જણાવતા એકાંતમાં એ બાબત પર તેમનું ધ્યાન દોરો અને જાહેરમાં  જે તે પરિસ્થિતિને સંભાળી લો.
દરેક વખતે ફરિયાદ ન કરતા, તે જ સમયે શાંતિથી તેની સમક્ષ પોતાની વાત રજુ કરો.
સામેના વ્યક્તિની ખુશી માટે થોડુ જતુ કરવાની ભાવના રાખો, તમારા વિચારો બીજા પર થોપવાની કોશિશ ના કરો.
દરેક વ્યક્તિમાં સારા અને નરસા ગુણ હોય છે, તેથી તમારા લાઈફ પાર્ટનરનાં સારા ગુણોને મહત્વ આપો અને બીજાની આગણ તેની અવગણના ન કરો.
આવી નાની નાની લાગતી બાબતો પણ જીવનને ઘણી ઉંચાઈ પર લઈ જતી હોય છે.

-પ્રકૃતિ ઠાકર