તું હોય તો મારી જિંદગીને જિંદગી કહેવાઇ છે

તું હોય તો મારી જિંદગીને જિંદગી કહેવાઇ છે
તું નથી તો મારાથી જિંદગી થોડી સહેવાઇ છે?

તું નહોતી તો સીધી સરળ રાહ હતી અમારી
તું ઉભી છે ત્યાં વળ્યા વિના ક્યાં રહેવાઇ છે?

મારગ છે કાંટાળો છે છતાં દર્દ સહેતા રહીશું
દર્દ દુર ના થાઇ એવી દવા કયા શોધાઇ છે?

મજા જ માણવી હોય તો એકલા માણી શકાય
સાથે રહીને મજાની સજા ક્યાં માણી શકાઇ છે?

તારે કૈં બોલવું નહી,જાણે મેનાનું મૌનવ્રત હોય
તું સમજે એ ભાષામાં શાયરી કયાં લખાઇ છે?

રહસ્યો ખોલી ગયાં લોકો પોપટ થૈ મારી સામે
સ્ત્રીઓના એક તું છે,મને કદી ક્યાં સમજાઇ છે?

આશ એક જ છે જિંદગીમાં,મહોતરમાં હવે તારી
તું નો’તી પહેલા કૈં આવી ગઝલો કયાં લખાઇ છે

તારી શરતો,તારા બોલ,તું કહે બધું મંજુર બોલ!
તારા આગમને કવન શોભે,તો કયાં કાંચું કપાઇ છે?

(નરેશ કે.ડૉડીયા)