કેટલીક જૂની કહેવતો આજના અર્થમાં

  • બહેરો બે વાર હસે – ચાઈના ની ફિલામેન્ટ બે વાર ઝબુકે.
  • ગાય ને દોહી કુતરી ને પાવું – આર.ઓ. નું પાણી એક્વાગાર્ડ માં નાખવું.
  • વાંદરા ને નિસરણી મળવી – ફેસબુક પર ગર્લ ફ્રેન્ડ મળવી.
  • પેટ પર પાટુ મારવું – ધંધા ની વાટ લગાડવી.
  • ધીરજ ના ફળ મીઠા – ૨ મિનીટ માં મેગી ના થાય..(ભલે એડવર્ટાઈઝમેન્ટ માં બતાવે.)
  • જીવ માં જીવ આવવો – પ્રેગ્નન્ટ હોવું.
  • દાઝ્યા પર ડામ – પાઈલ્સ ને ઉપર થી બાઈક ની સીટ ગરમ
  • કાગ નું બેસવું ને ડાળ નું પડવું – પહેલીવાર લીફ્ટ આપી ને પેટ્રોલ નું ખૂટવું.