પરિકરના જેવું આ જીવન છે

ઓ પ્રિયે, પરિકરના જેવું આ જીવન છે આપણું
બે જુદાં શિર છે પરંતુ એક તન છે આપણું
વર્તુળો રચવા લગીની છે જુદાઇની વ્યથા
કાર્ય પૂરું થઇ જતાં સ્થાયી મિલન છે આપણું

લેખ વિધિએ લખ્યા મારા, મને પૂછ્યા વગર
કર્મની લીલા રચી રાખી મને ખુદ બેખબર
આજ પણ ચાલે છે ક્યાં મારું મનસ્વી દોરમાં
હું કયામતમાં હિસાબ આપું કયા આધાર પર

કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં. – રમેશ પારેખ

તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.

શા માટે બાધી રાખવા સગપણના પાંજરે?
લાવો, તમામ શ્વાસને આઝાદ કરી જોઉં.

કોનામાં લીલો મોલ લચી પડશે, શી ખબર
સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં

આ ખાલી ઘરમાં હોતું નથી કોઇ આજકાલ,
રહેતુ’તું કોણ, લાવ, જરા યાદ કરી જોઉં

છું હું કોઇક માટેની સાષ્ટાંગ પ્રાથના,
મંદિરમાં કોણ છે, હું કોને સાદ કરી જોઉં?

જાઉં ને મૃત્યુ નામના રાજાધિરાજને
પેશેનજર રમેશની સોગાદ કરી જોઉં.

પછી જોઇએ કે,

લાવ તારા ટેરવા,એમાં મારી હસ્તરેખાને સાથે જોડી દઉં,
પછી જોઇએ કે,મારી હથેળીમાં ભાગ્ય-રેખા કેમ ફરે છે?

લાવ તારું એંકાત,એમાં તને મનગમતી ક્ષણોને મઢી દઉ,
પછી જોઇએ કે,એકાંતમાં કાંતની કેવી સરભરા કરે છે?

લાવ તારી આંખો,એમાં મારી એક તસ્વીર ઉતારી દઉ
પછી જોઇએ કે,એમાં તું કેવા રંગની રંગોળી પુરે છે?

લાવ તારા કુંવારા હોઠ,એમાં કંઇક ગુલાબને રોપી દઉ
પછી જોઇએ કે,વંસત પોતાનો મિજાજ કેવો વેરે છે

લાવ તારું સ્મિત,એમાં ઝીણા અનારના દાણા વેરી દઉ
પછી જોઇએ કે,તારા સ્મિતમાં કેવા ફુલડાઓ ઝરે છે

લાવ તારું હ્રદય,એમાં ધડકનમાં મારો તાલ મુકી દઉં,
પછી જોઇએ કે, ઉછળતા અરમાનો કેવાં રંગો ભરે છે?

લાવ તારું લલાટ,એમાં મારા ભાગ્યના ભાવ ચોડી દઉ
પછી જોઇએ કે,લક્ષ્મી સામે ચાલીને ચાંદલો કરે છે?

(નરેશ કે.ડૉડીયા)

આ ચહેરો..

સમયની ખુલ્લી કિતાબના પાનાની પાછળ છે મહોરો
દરેક પાનાના અધુરા પ્રકરણોનો જવાબ છે આ ચહેરો

માંગી લો દુનિયાભરની ખૂશી આપી દેશે આ મોહરો
લાખો રિયાસતોને ગુમાવી બેઠેલો નવાબ છે આ ચહેરો

કૈંક પાનખર,થંડી-ગરમીની મૌસમ ઝીલે છે મોહરો
તમારા નામની એક વંસતનો રૂવાબ છે આ ચહેરો

તમે નહી આવો એ શકયતાને વળગી રહ્યો છે મહોરો
જો તમે આવશે તો નમી પડે તેવો આદાબ આ ચહેરો

(નરેશ કે.ડૉડીયા)

આપણા સંબધનું શું નામ છે ?

તું મને હમેંશા કેમ પુછે છે કે આપણા સંબધનું શું નામ છે
તું છે અને હું છું તો પછી આપણા વચ્ચે નામનું શુ કામ છે?

આપને સંબધને નામ આપીને શું આપણા પુરતો સિમિત રાખવો છે
વ્હાલી!તો આપણો સંબધ પ્રેમ નથી,કે જે બે વ્યકિત વચ્ચે જ રહે.
આપણો સંબધ તો વિરાટ અખિલ બ્રહ્માંડ સમો છે.

જેમાં તપતો સુરજ,ઠંડી આહ ભરતો ચાંદ,અતૃપ્ત સિતારાઓ,અભિસારિકાઓ
લેભાગું ધુમકેતું,જેવાં અંસખ્યો ગ્રહો આપણી આસપાસ ઘુમે છે,છતાં
આપણી માલિકીનું અખિલ બ્રહમાંડ આપણું પોતિકું છે,
જેમાં આવા ગ્રહો હરે ફરે અને મૌજ કરે એમાં જ આપણી ખૂશી છે.

આપણા સંબધના અખિલ બ્રહમાંડમાં આપણે બંને શુક્રના તેજ કરતાં
પણ વધું તેજોમય,શનિની પોલાદી તાકાત કરતાં વધું તાકાતવર છીએ.

આપણો સંબધ કંઇ સુરજ નથી,જિવન આપીને જલાવી જાય છે
આપણો સંબધ કંઇ ચાંદ નથી,જે ફકત પૂનમના દિવસે ચમકે છે
આપણો સંબધ કંઇ દરિયો નથી કે સુનાંમીની જેમ શહેરો ખાઇ જાય છે
આપણો સંબધ કે ખાબોચિયું નથી કે કોઇ પણ છબછબીયા કરી જાય
આપણો સંબધ ફેસબુકનું રીલેશન સ્ટેટસ નથી કે ચેન્જ થઇ શકે

મહોતરમાં બોલ્યા,
“તો બોલો કવિ!આપણો સંધબ શું છે!”

મોહતરમાં નામ ન આપ આપણા સંબંધને!

નૌકાને નાવિક સાથે
પંખીને પાંખ સાથે
વાદળને વરસાદ સાથે
જિભને સ્વાદ સાથે
શ્વાસને જીવન સાથે
કવિને કવિતા સાથે
નદીને દરિયા સાથે
સુરજને દિવસ સાથે
ચાંદને રાત સાથે
ગઝલને રદીફ સાથે
મરીઝને હકીમ સાથે

આ બધાના સંબધોને એક-બીજા વિના ચાલ્યું છે કદી?
છતાં પણ એના સંબધોને નામ નથી.
તો આપણા સંબધોને નામ હોઇ શકે?

તો આપણને કયાં એક બિજા વિના ચાલે છે કદી?”

મોહતરમાં મારી આંખમાં આંખમાં પરોવીને કહે કે,

“કવિરાજ,
આંખ મળતાં આંખથી અર્પણ કરી બેસે છે ઉર,
ચાહનારા આંતરીક સૌંદર્યના સંપૂર્ણ ભાવિક હોય છે”

(નરેશ કે.ડૉડીયા)

કયારે એક સપનુ નજરથી દુર ગયું !!

કયારે એક સપનુ નજરથી દુર ગયું,
ક્ષિતિજ પાર ઝાખુ થતું દુર દુર,
ક્ષિતિજનો પટ્ટ ફેલાતો ગયો દુર,

ધરતીને જ્યાં આકાશ મળે છે દુર,
સુરજ ઉગે છે એ ક્ષિતિજથી પણ દુર,
પડછાયા લંબાતા ગયા દુર દુર્,

ઉગતી પ્રભાતનું એક કિરણ,
લઇ આવ્યુ આશાનો સંદેશ દુરથી,
એક ચહેરો નજર આવ્યો દુરથી,

આંખોના ઝાંખી નજરમાં ચમકી ગયુ,
તારી આખોનુ સચવાયેલુ નૂર,
નજીક આવતી ગઇ તું દુરથી,

મને નજર ચડી ગઇ તારી સફેદ લટ્ટ્,
જેના પર લટૂ થઇ હતી,એક નજર.

(નરેશ ડૉડીયા)

મારી હાર-જીત બધી તારી જિંદગીની બંધ બાજીમા છે !!

મારી હાર-જીત બધી તારી જિંદગીની બંધ બાજીમા છે
મારી મમત કે ગમ્મત તારી મરજીની સંમતીમાં છે

મારી સૂષ્ટીની અવિચળ આરાધના તારા ભકિતભાવમાં છે
મારા સૃષ્ટીના તમામ સુખ તારી અંખડ આરાધનામાં છે

મારી પૃથ્વી પરની હાજરી નક્કી તારી જ કોઇ ચાલ છે
મારી દરેક પળનુ અસ્તિત્વ નક્કી તારા રહેમોકરમમાં છે

(નરેશ કે.ડૉડીયા)

મળી છે દૃષ્ટિ જોવા કાજ, ને આંખો રૂદન માટે.

હૃદય-મંથન કરી મેં વાત કાઢી છે મનન માટે;
મળી છે દૃષ્ટિ જોવા કાજ, ને આંખો રૂદન માટે.

ધરા પર અશ્રુ વરસાવી કરે છે નાશ કાં એનો?
અનોખા તારલા છે એ, તું રહેવા દે ગગન માટે.

યુગે યુગેથી સકળ આ વિશ્વ એનું એ જ નીરખું છું,
હવે કોઇ નવી દૃષ્ટિ મને આપો નયન માટે.

સુધારા કે કુધારા ધોઇ નાખ્યા અશ્રુધારાએ,
ઊભો થા જીવ, આગળ સાફ રસ્તો છે જીવન માટે.

હૃદય મારા બળેલા, એટલું પણ ના થયું તુજથી?
બળીને પથ્થરો જો થાય છે સુરમો નયન માટે.

તમે જે ચાહ્ય તે લઇ જાવ, મારી ના નથી કાંઇ,
તમારી યાદ રહેવા દો ફકત મારા જીવન માટે.

દયા મેં દેવની માગી , તો ઉત્તર એ મળ્યો ત્યાંથી –
ધરાવાળા ધરા માટે, ગગનવાળા ગગન માટે.

મને પૂછો, મને પૂછો – ફૂલો કાં થઇ ગયા કાંટા?
બગીચામાં તમે આવી ઊભાં છો, ગુલબદન, માટે.

વિચારી વાંચનારા વાંચશે, ને સાફ કહેશે કે,
ગઝલ ‘શયદા’ ની સાદી સાવ છે, પણ છે મનન માટે.

– શયદા

મટી જા માનવી પથ્થર બની જા

કહું છું ક્યાં કે પયગમ્બર બની જા,
વધારે ચાંદથી સુંદર બની જા;
જગે પુજાવું જો હોય તારે
મટી જા માનવી પથ્થર બની જા.

– જલન માતરી

એવુ કોણ જે બંધન બની જશે ?

જ્યારે કલા, કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે .

શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે,
તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે .

જે કંઈ હું મેળવીશ હમેશા નહીં રહે ,
જે કંઈ તું આપશે તે સનાતન બની જશે.

મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં,
ન્હોતી ખબર કે દર્દનું વાચન બની જશે.

તારો સમય કે નામ છે જેનું ફકત સમય,
એને જો હું વિતાવું તો જીવન બની જશે .

તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા !
મારું છે એવુ કોણ જે બંધન બની જશે ?

આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’
શંકા વધી જશે તો સમર્થન બની જશે .

– ‘મરીઝ